ન્યૂઝ18 ગુજરાતી: ફેસબુક અને ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ આજકાલ પોતાની એપ્સમાં ડાર્ક મોડ લાવવાની તૈયારી કરી રહી છે. ગુગલે યુ-ટ્યુબમાં ડાર્ક મોડ આપ્યા બાદ હવે ક્રોમ બ્રાઉઝરે ડાર્ક મોડ રજૂ કર્યું છે. આ બ્રાઉઝરના સ્ટેબલ અપડેટમાં અવેલેબલ છે. રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રોઇડ ક્રોમમાં આ ફીચર લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરનારા યુઝર્સને મળી રહ્યું છે. સાથે જ ગુગલ તેના બ્રાઉઝરમાં ડાર્ક મોડથી અલગ નવા રીડર મોડનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે.
રીડર મોડ અત્યારે માત્ર ડેસ્કટોપ યુઝર્સ માટે ક્રોમ કેનરી પર ઉપલબ્ધ હશે. આ મોડમાં પેજ પરથી તમામ બિનજરૂરી વસ્તુઓ હટી જશે અને પેજ પર માત્ર આર્ટિકલ ટેક્સ્ટ અને ઇમેજ દેખાશે. ગુગલ એમ્બેડેડ બ્રાઉઝર ફ્રેમવર્ક્સ પર મેન ઇન ધ મિડિલ (MiTM) ફિશિંગ એટેકને રોકવાને લઇને કામ કરી રહ્યું છે.
એન્ડ્રોઇડ પુલિસના રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ સ્ટેબલ વર્ઝનમાં ડાર્ક મોડનો સપોર્ટ મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ ક્રોમ v74માં અવેલેબલ છે. જોકે, ભારતમાં એપસ્ટોર પર અત્યારે v73 જ અવેલેબલ છે.
ઉપરાંત એપીકે ફાઇલને ઇન્સ્ટોલ કરતાં સમયે એન્ડ્રોઇડ 8.1 અને 9.0 બન્નેમાં એરર આવે છે. આવું થઇ શકે છે કે, ડાર્ક મોડ ટોગલને ઇનેબલ કરવા માટે યુઝર્સને એન્ડ્રોઇડ નાઇટ મોડ ફ્લેગને ઇનેબલ કરવું પડે. આ અંગે રિપોર્ટમાં કંઇ ક્લિયર નથી. બની શકે કે કેટલાક યુઝર્સના ફોનમાં આ ઇન્સ્ટોલ થઇ જાય.
ડાર્ક મોડને સૌથી પહેલાં ફેબ્રુઆરીમાં સ્પોટ કરાયું હતું. ત્યારે આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં હતું અને મેક તથા એન્ડ્રોઇડ બન્ને માટે ટેસ્ટ કરાઇ રહ્યું હતું. ગયા મહિને મેકને ડાર્ક મોડનું સપોર્ટ મળી ગયું છે અને હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
આવી રીતે એક્ટિવેટ કરો રીડર મોડ
રીડર મોડની વાત કરીએ તો આ ડેસ્કટોપ યુઝર્સ માટે ક્રોમ કેનરીમાં અવેલેબલ છે. યુઝર્સ તેમના ક્રોમ કેનરી વર્ઝનના chrome://flags/#enable-reader-mode સેક્શનમાં જઇને ફ્લેગને ઇનેબલ કરી શકે છે. ફ્લેગને ઇનેબલ કર્યા બાદ બ્રાઉઝરને રિસ્ટાર્ટ કરો અને પછી તમે રીડર મોડનો ઉપયોગ કરી શકશો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર