ન્યૂઝ18 ગુજરાતી: ગુગલ ક્રોમમાં લાબા સમયથી ડાર્ક મોડની રાહ જોવાઇ રહી હતી. કંપનીએ હવે આ મોડને રજૂ કર્યો છે. આ એક્ટિવેટ થતાં જ ગુગલ ક્રોમ બ્રાઉઝરની સંપૂર્ણ ડિઝાઇન ડાર્ક થીમમાં કન્વર્ટ થઇ જાય છે. જો કે, આનાથી મેન્યુ, ડાઉનલોડ વિન્ડો અને બીજી ઘણી વસ્તુઓમાં ફેરફાર થઇ જાય છે.
The Vergeના રિપોર્ટ પ્રમાણે, Windows 10 પર ડાર્ક થીમ ઇનેબલ કરતાં જ આની પર જાતે જ નવું ડાર્ક મોડ આવી જશે. ગુગલ હમણા પણ ડાર્ક મોડને વિન્ડોઝમાં ઇનેબલ કરવાની પ્રોસેસમાં છે અને હમણા બધા યુઝર્સને આ ફીચર નહીં મળે.
આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એક કોમ્યુનિટી મેનેજરે જણાવ્યું છે કે ડાર્ક મોડ માત્ર અમુક લોકો માટે ઇનેબલ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આને તમામ માટે ઇનેબલ કરવામાં આવશે. પરંતુ જો તમે આની રાહ નથી જોઇ શકતાં અને હમણા આ ફીચરને ઇનેબલ કરવા માગો છો તો ચાલો અમે તમને જણાવી દઇએ.
ક્રોમમાં ડાર્ક મોડને Windows 10માં આવી રીતે કરો ઇનેબલ
ક્રોમ બ્રાઉઝરમાં ડાર્ક મોડ સ્વિચ કરવા માટે તમારે તમારા ડેસ્કટોપની શોર્ટકપ ફાઇલને મોડિફાઇ કરવી પડશે. આવું કરવા માટે ક્રોમ શોર્ટકટ પર રાઇટ ક્લિક કરો. આ પછી ટાર્ગેટ ફીલ્ડ પર જાવ અને પછી ટાર્ગેટ લોકેશનના અંતમાં “--force-dark-mode” (વગર કોટે)ને એડ કરો.
આવું કર્યા બાદ ક્રોમ ઓપન કરો અને ડાર્ક મોડ સાથે બ્રાઉઝરનો ઉપયોગ કરો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર