Google Chrome યૂઝર્સ સાવધાન! તમારો સંવેદનશીલ ડેટા લીક ન થાય તે માટે બ્રાઉઝરને કરો અપડેટ

પ્રતીકાત્મક તસવીર

Google Chrome bug: ગૂગલ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે કંપનીએ આ ખામીને દૂર કરી દીધી છે. ક્રોમનો ઉપયોગ કરતા લોકોનો ડેટા હેકર્સના હાથમાં ન લાગે તે માટે તેમણે ક્રોમ બ્રાઉઝર અપડેટ કરવું પડશે.

  • Share this:
    નવી દિલ્હી: ગૂગલનું ક્રોમ બ્રાઇઝર (Google chrome browser) ખૂબ જ પ્રચલિત છે. લગભગ તમામ યૂઝર્સ તેનો ઉપયોગ કરતા હોય છે. મોબાઇલ ફોનમાં પણ આ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત Opera, Microsoft Edge, Firefox પણ પ્રચલિત બ્રાઉઝર છે. તાજેતરમાં ગૂગલના ક્રોમ બ્રાઉઝરમાં એક ખામી (Chrome bug) સામે આવી છે. આ ખામી સુરક્ષાને લઈને છે. જેનાથી તમારો સંવેદનશીલ ડેટા (Sensitive data) બીજે જવાની શક્યતા રહેલી છે. એટલે કે હેકર્સ આ ખામીનો ગેરફાયદો ઉઠાવી શકે છે.

    ગૂગલ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે કંપનીએ આ ખામીને દૂર કરી દીધી છે. ક્રોમનો ઉપયોગ કરતા લોકોનો ડેટા હેકર્સના હાથમાં ન લાગે તે માટે તેમણે તેમનું ક્રોમ બ્રાઉઝર અપડેટ કરવું પડશે. જો તેને અપડેટ ન કરવામાં આવે તો હેકર્સ તમારા ડિવાઇસનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે. તમારો સંવેદનશીલ ડેટા પણ હેકર્સ પાસે પહોંચી શકે છે. આથી જ તમે તમારું ક્રોમ બ્રાઉઝર તાત્કાલિક અપડેટ કરો તે જરૂરી છે.

    આ પણ વાંચો: રાજકોટ: પતિએ પત્નીને તેના જ એક મિત્ર સાથે હોટલમાં કઢંગી હાલતમાં પકડી પાડી, ઘરમાં લાગેલા ગુપ્ત CCTVથી ભાંડો ફૂટ્યો

    બ્રાઉઝરની આ ખામી નવા અપડેટ સાથે દૂર થઈ શકે છે. આ માટે તમે એપ સ્ટોરમાં જઈને બ્રાઉઝરને અપડેટ કરી શકો છો. જો તમારું ગૂગલનું ક્રોમ વર્ઝન 91.0.4472.164 છે અથવા તેનાથી ઉપર છે તો તમારું બ્રાઉઝર સુરક્ષિત છે.

    હાલ એવા અનેક લોકો છે જે ગૂગલ ક્રોમનું જૂનું વર્ઝન વાપરી રહ્યા છે. આવા લોકોનો ડેટા ચોરી થવાનું જોખમ રહેલું છે. ગૂગલે પોતાના બ્લોગમાં આવી ખામી હોવાનો સ્વીકાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેને આ ખામી વિશે જાણ છે. આ ખામીની અસર યૂઝર્સના ડિવાઇસ પર પડી શકે છે.

    આ પણ વાંચો: રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા અને પ્રસારિત કરવાના આરોપસર ધરપકડ, જાણો ઇનસાઇડ સ્ટોરી



    આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મોબાઇલ અને વિન્ડો પ્લેટફોર્મ પર ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવું પડશે. જે બાદમાં આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાશે. ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવા માટે વિન્ડો પ્લેટફોર્મ પર બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈને "About Chrome"માં જેવું પડશે. એન્ડ્રોઇડમાં પણ યૂઝર્સ સેટિંગ્સમાં જઈને 'અબાઉટ ક્રોમ' વિકલ્પ પસંદ કરીને ક્રોમનું વર્ઝન ચકાસી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: