Home /News /tech /Google Chromeની આ 10 ટિપ્સ અને ટ્રિક્સ જાણી લેશો તો તમારું કામ બનશે ખૂબ સરળ

Google Chromeની આ 10 ટિપ્સ અને ટ્રિક્સ જાણી લેશો તો તમારું કામ બનશે ખૂબ સરળ

ક્રોમ ટિપ્સ એન્ડ ટ્રિક્સ.

આમ તો ગૂગલ ક્રોમ ઉપયોગ કરવામાં ખૂબ સરળ છે. છતાં અનેક એવી ટિપ્સ અને ટ્રિક્સ છે જેનાથી યૂઝર્સનો અનુભવ વધારે સારો બને છે.

અમદાવાદ: આજના જમાનામાં ઇન્ટરનેટ (Internet) માહિતી મેળવવાનું મહત્ત્વનું માધ્યમ છે. આ જ કારણે ઇન્ટરનેટનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે. હકીકતમાં તો ઇન્ટરનેટ એક દરિયો છે, જેમાંથી તમે તમારા કામની અનેક માહિતી શોધી શકો છો. જ્યારે ઇન્ટરનેટ સર્ફ કરવા માટેના બ્રાઇઝર (Web browser)ની વાત હોય ત્યારે લોકો યૂઝર્સ ફ્રેન્ડલી અને ફાસ્ટ હોય તેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. આ તમામ પાસાને જોતા ગૂગલ ક્રોમ (Google Chrome) અનેક લોકોનું પસંદગીનો વેબ બ્રાઇઝર છે.

આમ તો ગૂગલ ક્રોમ ઉપયોગ કરવામાં ખૂબ સરળ છે. છતાં અનેક એવી ટિપ્સ અને ટ્રિક્સ છે જેનાથી યૂઝર્સનો અનુભવ વધારે સારો બને છે. અહીં આવી જ અમુક ટ્રિક્સ અને ટિપ્સ આપી છે.

પીન Tab:

જો તમે એક સાથે અનેક Tab ખુલ્લી રાખીને કામ કરી રહ્યો છે અને તમે નથી ઇચ્છતા કે કોઈ ખાસ Tab બંધ ન થાય તો આ માટે ગૂગલ ક્રોમ તમને ખાસ સુવિધા આપે છે. તમે જે Tabને પીન કરવા માંગો છો તેના પર રાઇટ ક્લિક કરો. જે બાદમાં તમને Pin Tab વિકલ્પ જોવા મળશે. આવું કરતાની સાથે જ તમારી Tab નાનું આઇકન બની જશે અને ડાબી બાજુના ખૂણામાં જતી રહેશે. બ્રાઉઝરને બંધ કરી દેશો તો પણ તે જેમની તેમ રહેશે.

સ્ટાર્ટઅપમાં અનેક પેજ ખોલવા:

જો તમે ઇચ્છો છો કે બ્રાઇઝર ખોલતાની સાથે જ કોઈ એક ચોક્કસ વેબસાઇટ ખુલી જાય અથવા એક સાથે વધારે ટેબ ખુલે તો આ માટે ગૂગલ ક્રોમમાં તમે સેટિંગ કરી શકો છો. આ માટે તમારે Settingsની અંદર જઈને "On Startup" પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમે અલગ અલગ સેટિંગ કરી શકો છો.

ઇમેજ કે મીડિયા ફાઇલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરો

જો તમે કોઈ તસવીર કે મીડિયા ફાઇલને તાત્કાલિક ચેક કરવા માંગો છે અને આ ફાઇલ ક્યાં ચેક કરવી તે સમજાઈ નથી રહ્યું તો તમે તેને ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો. ફાઇલને ક્રોમમાં ડ્રોપ કરતાની સાથે તે ખુલી જશે. આ ઉપરાંત જો કોઈ વીડિયો હશે તો તે પણ પ્લે થશે.

ટાસ્ક મેનેજર:

તમે તમારી વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં ટાસ્ટ મેનેજર જોયું હશે. જેમાં તમે વિવિધ એપ્લિકેશન કેટલી મેમરીનો ઉપયોગ કરે છે, તમારું સીપીયૂ કે ઇન્ટરનેટ કેવું પરફોર્મ કરી રહ્યું છે વગેરે વિગત જાણી શકો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગૂગલ ક્રોમનું પોતાનું આવું જ એક ટાસ્ટ મેનેજર છે. આ તપાસવા માટે તમારા બ્રાઉઝરના જમણા ખુણામાં આવેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. જે બાદમાં More tools >Task manager પસંદ કરો. આ માટે એક શોર્ટકટ પણ છે. તમે Shift + Esc પ્રેસ કરીને પણ ટાસ્ક મેનેજર ખોલી શકો છો.

ક્રોમની સાફ-સફાઈ:

આમ તો ક્રોમ ખૂબ ફાસ્ટ બ્રાઉઝર છે. પરંતુ જો ક્યારેય તેમાં સમસ્યા આવે તો તમે તેનો સાફ-સફાઈ કરી શકો છો. આ માટે Settings > Advanced > Reset and clean up જે બાદમાં Clean up computer પર ક્લિક કરો. આવું કરવાથી ક્રોમ બ્રાઉઝરનો ઇન્ટરનલ એન્ટીવાયરસ તમારા કોમ્પ્યુટરનું સ્કેનિંગ કરશે અને બ્રાઇઝર માટે નુકસાનકારક હોય તેવા સોફ્ટવેરને શોધી કાઢશે. જો આ કામ ન કરે તો તમે Reset settings પર ક્લિક કરી શકો છો. જેનાથી બ્રાઉઝર ડિફોલ્ટ મોડ પર આવી જશે. તેનાથી તમામ વસ્તુ રિસેટ થઈ જશે. જોકે, તમારા પાસવર્ડ, હિસ્ટ્રી અને બૂકમાર્ક્સ જેમના તેમ રહેશે.

ડેસ્કટોપ પર વેબસાઇટનું શોર્ટ કટ બનાવવું

ક્રોમ તમને એવી સુવિધા આપે છે જેનાથી તમે કોઈ પણ લિંકનું શોર્ટકટ તમારા ડેસ્કટોપ પર બનાવી શકો છો. આ માટે જમણી બાજુના ખૂણામાં આવેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. જે બાદમાં More tools > Create shortcut પસંદ કરો. પોપઅપ વિન્ડોમાં નામ લખીને Create પર ક્લિક કરો. નોંધ: એક કરતા વધારે ટેબ ખુલી હશે તેવા કેસમાં તમે જે ટેબ પર હશો તેનું શોર્ટકટ બની જશે.

આ પણ જુઓ-ફાઇલ ડાઉનલોડ ક્યાં કરવી તેની પસંદગી

જો કોઈ ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ તેને શોધવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે તમારી ફાઇલને કયા ફોલ્ડરમાં ડાઉનલોડ કરવા માંગો છો તેનો વિકલ્પ ક્રોમ તરફથી આપવામાં આવે છે. આ માટે Settings > Advanced > Downloads પર જાઓ. જે બાદમાં Location ટેબ હેઠળ Change પર ક્લિક કરો. જે બાદમાં એક પોપઅપ ખુલશે. જેમાં તમે કોઈ પણ ફોલ્ડર પસંદ કરી શકો છો જ્યાં તમે ફાઇલ ડાઉનલોડ કરાવા માંગતા હોવ.

ભૂલથી બંધ થયેલી ટેબને ફરીથી ખોલો

જો તમારા ક્રોમમાં ભૂલથી કોઈ ટેબ બંધ થઈ જાય અને તમે તેને ફરીથી શરૂ કરવા માંગતો હોવ તો આ માટે Ctrl+Shift+T દબાવશો તો ફરીથી શરૂ થઈ જશે. આ ઉપરાંત તમે બ્રાઇઝરના ઉપરના ભાગે (ટેબ પર નહીં) રાઇટ ક્લિક કરશો તો તમને ત્યાં "Reopen closed tab" જોવા મળશે.

અલગ અલગ Tabને મેનેજ કરો

  • ગૂગલ ક્રોમની અંદર ટેબને મેનેજ કરવા માટે અલગ અલગ રીત છે. જો તમે ગૂગલમાં કંઇક સર્ચ કરી રહ્યા છો અને તમે ઇચ્છો છો કે તેનું રિઝલ્ટ નવી ટેબમાં ખુલે થાય તો આ માટે Alt પ્રેસ કરી રાખીને એન્ટર ક્લિક કરો.

  • જો તમારા બ્રાઉઝરમાં એક કરતા વધારે ટેબ ખુલ્લી છે અને તમે ચોક્કસ ટેબને લેફ્ટ કે રાઇટ મૂવ કરવા માંગો છો તો તેના માટે Ctrl પ્રેસ કરી રાખો અને ટેબની પસંદગી કરો લો. જે બાદમાં તમે એક સાથે પસંદ કરેલી ટેબને ડાબે કે જમણે લઈ જઈ શકો છો.

  • તમારા બ્રાઉઝરમાં એક કરતા વધારે ટેબ ખુલ્લી છે અને તમે કોઈ ચોક્કસ ટેબ પર જવા માંગતો છો તો તમે આ માટે Ctrl દબાવી રાખીને કી-બોર્ડમાંથી 1થી 9 નંબર પ્રેસ કરી શકો છો. તમે જે નંબર પ્રેસ કરશો તે નંબરની ટેબ ખુલી જશે.


Incognito મૉડ

incognito મૉડમાં તમે ક્રોમ બ્રાઉઝરમાં જે વસ્તુ સર્ફ કરો છો તેની યાદી બ્રાઉઝરમાં સર્ફ નથી થતી. સાથે જ પાસવર્ડ સહિતની કોઈ સામગ્રી સ્ટોર નથી થતી. Ctrl+Shift+N કરશો એટલે Incognito મૉડ શરૂ થઈ જશે. જે બાદમાં ક્રોમની એક નવી જ ટેબ શરૂ થઈ જશે.
First published:

Tags: Internet, Tips and tricks, કોમ્પ્યુટર, ગૂગલ