JioPhone Next: ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું, ક્યારે લૉંચ થશે જિયોફોન નેક્સ્ટ

જિયોફોન નેક્સ્ટ દિવાળી પર લૉંચ થશે.

JioPhone next launch timeline: રિલાયન્સે આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: ગૂગલના સીઈઓ (Google CEO Sundar Pichai) સુંદર પિચાઈએ કહ્યુ છે કે ભારતમાં JioPhone Next દિવાળી સુધી લોંચ થશે. આ માટે સમયસીમા પ્રમાણે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં એવું જોવા મળ્યું છે કે લોકો ફીચર ફોનમાંથી સ્માર્ટફોન તરફ જવા માંગે છે. જિયોફોન નેક્સ્ટ અંગ્રેજીથી ઉપર ઉઠીને લોકોને સ્થાનિક અધિકાર આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડિજિટલ ટ્રાન્સમિશનનો પાયો નાખશે. ત્રણથી પાંચ વર્ષની અંદર તેનો મોટો પ્રભાવ નજરે પડશે. આ પહેલા સોમવારે રિલાયન્સ જિયોએ પ્રથમ વખત અધિકારિક રીતે જિયો ફોનની ખાસિયત દર્શાવતો વીડિયો જાહેર કર્યો હતો. આ ફોન જિયો, ગૂગલ અને ક્વાલકૉમ જેવા પાર્ટનરોએ સાથે મળીને બનાવ્યો છે.

    સૌથી સસ્તો 4G સ્માર્ટફોન

    રિલાયન્સે આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો. આ સ્માર્ટફોનને Jioએ Google સાથે મળીને તૈયાર કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્માર્ટફોન સૌથી ઓછી કિંમતવાળો 4G સ્માર્ટફોન હશે. પહેલા આ ફોન 10મી સપ્ટેમ્બરના રોજ લૉંચ કરવામાં આવનાર હતો. જોકે, કોઈ કારણોસર તેનું લૉંન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.

    મેકિંગ ઑફ જિયોફોન નેક્સ્ટ (Making of JioPhone Next)

    કંપનીએ ફોન લૉંચ કરતા પહેલા જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો (Making of JioPhone Next) છે તેનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જિયોએ ભારપૂર્વક કહ્યું છે કે, "જિયોફોન નેક્સ્ટ મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સ છે." એટલે કે આ ફોન ભારતમાં જ, ભારતીયો દ્વારા અને ભારતના લોકો માટે બન્યો છે.

    આ પણ વાંચો: JioPhone Nextની ક્વાલકૉમ ચીપ આપે છે ઓપ્ટિમાઈઝ્ડ કનેક્ટિવીટી અને ટેક્નોલોજી, જાણો સંપૂર્ણ વિગત

    ફોનના ફીચર્સ

    વીડિયોમાં જોઈ શકાય છે કે આ ફોનમાં પાછળની બાજુએ 13 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) પ્રગતિ ઓએસ (Pragati OS) પર કામ કરશે, જેને એન્ડ્રોઇડ OS તરફથી બનાવવામાં આવી છે. રિલાયન્સ જિયો તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ફોનનાં Qualcomm પ્રોસેસર હશે. આ ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં વોઇસ આસિસ્ટન્ટ હશે. જેના મદદથી યૂઝર્સ સરળતાથી ડિવાઇસ ઓપરેટ કરી શકશે.

    Read Aloud ફીચર

    આ ફોનમાં ‘Read Aloud’ નામનું પણ એક ફીચર હશે. જેની મદદથી સ્ક્રીન પર રહેલી વસ્તુને ડિવાઇસ જાતે જ રીડ કરશે. આ ઉપરાંત ફોનમાં 'ટ્રાન્સલેટ' નામનું ફીચર હશે, જે યૂઝર્સની સ્ક્રિન પર રહેલી ટેક્સ્ટને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરશે. આ ફોનના કેમેરામાં વિવિધ ફોટોગ્રાફી મોડ જેવા કે, portrait mode, night mode વગેરે હશે. આ ફોનમાં પ્રી-લોડેડ ગૂગલ એપ્સ હશે. પ્રગતિ ઓએસને પગલે ફોનની બેટરી ખૂબ સારું પર્ફોર્મ કરશે. આ ઉપરાંત આ ફોનમાં ઓટોમેટિક અપડેટ મળશે. જોકે, કંપની તરફથી આ ફોનની કિંમત અને લૉંચિગ તારીખની જાહેરાત નથી કરવામાં આવી.
    Published by:Vinod Zankhaliya
    First published: