Doodleના માધ્યમથી પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યું છે Google, જાણો કેમ બદલી બર્થડેની તારીખ?

દુનિયાભરમાં પ્રચલિત સર્ચ એન્જિન ગૂગલ (Search Engine Google) આજે પોતાનો 23મો જન્મદિવસ (Google’s Birthday) ઉજવી રહ્યું છે.

Google’s 23rd Birthday: ગૂગલ ઉજવી રહ્યું છે પોતાનો 23મો જન્મદિવસ, જુઓ કેવી છે Googleની બર્થડે કેક

  • Share this:
    Google’s 23rd Birthday: સૌની મુશ્કેલીનો ઉકેલ એટલે ગૂગલ (Google) આજે 27 સપ્ટેમ્કરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. દુનિયાભરમાં પ્રચલિત સર્ચ એન્જિન ગૂગલ (Search Engine Google) આજે પોતાનો 23મો જન્મદિવસ (Google’s Birthday) ઉજવી રહ્યું છે. અન્ય ખાસ દિવસની જેમ ગૂગલે પોતાના હોમ પેજ પર આ વખતે પોતાના માટે જ ડૂડલ (Google Doodle) બનાવ્યું છે. તેમાં ગૂગલની સ્પેલિંગની વચ્ચે એક કેક (Google Birthday Cake) જોવા મળી રહી છે. આ એક એનિમેટેડ ડૂડલ (Animated Doodle) છે.

    કેવી છે Googleની બર્થડે કેક?

    ગૂગલે આજે પોતાના હોમ પેજ પર પોતાના જન્મદિવસનું ડૂડલ બનાવ્યું છે.Google Doodleમાં એક કેક છે જેની ઉપર 23 લખવામાં આવ્યું છે. જેમાં Googleમાં Lના સ્થાન પર જન્મદિવસની મીણબત્તી છે.

    ગૂગલે બદલી બર્થડેની તારીખ

    જોકે, ટેકનીકલ રીતે Googleની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1998ના રોજ થઈ હતી. તેને પહેલાના 7 વર્ષ સુધી માનવામાં આવી. પરંતુ 27 સપ્ટેમ્બરે કંપનીના પોતાના સર્ચ એન્જિન પર રેકોર્ડ નંબર પેજ સર્ચ કરવામાં આવ્યા. ત્યારબાદથી અત્યાર સુધી આ જ દિવસે કંપનો પોતાનો જન્મદિવસ ઉજવે છે.

    આ પણ વાંચો, ઘણો સસ્તો મળી રહ્યો છે 12GB સુધી RAM વાળો પોપ્યુલર OnePlus 5G ફોન, મળશે 64MP કેમેરા

    100થી વધુ ભાષાઓમાં સરળ સર્ચ

    Google પોતાના ખાસ અંદાજના Doodle અનેકવાર તૈયાર કરતું રહે છે. ગૂગલ સમાજ પ્રત્યે લોકોના યોગદાનને પોતાના ખાસ અંદાજથી ડૂડલના માધ્યમથી યાદ કરે છે. આજે ગૂગલ દુનિયાની સૌથી મોટું સર્ચ એન્જિન છે. ગૂગલમાં આજે લોકો 100થી વધુ ભાષામાં સર્ચ કરી શકે છે. ભારતમાં પણ ગૂગલે પોતાની જાતને લોકલ સ્તર પર તૈયાર કરી છે અને તેમાં અનેક ભાષાઓને જોડી છે. આજે તમે ગૂગલ લેપટોપ અને કોમ્પ્યુટર, મોબાઇલમાં યૂઝ કરી શકો છો.

    આ પણ વાંચો, ગૂગલ એકાઉન્ટમાં કરો આ જરૂરી સેટિંગ્સ, જળવાઇ રહેશે તમારી ડેટા પ્રાઇવસી

    સર્ગેઇ બ્રિન અને લૈરી પેજ દ્વારા સહ-સ્થાપિત, Google આજે વિશ્વ સ્તર પર સૌથી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. તેના હાલના સીઇઓ સુંદર પિચાઈ છે, જેમણે 24 ઓક્ટોબર 2015ના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. આ દરમિયાન, તેમણે અલ્ફાબેડ ઇંધનું એ જ પદ સંભાળ્યું. 3 ડિસેમ્બર, 2019ના રોજ પિચાઇ અલ્ફાબેટના સીઇઓ પણ બન્યા. મૂળે, Alphabet Inc. 2 ઓક્ટોબર, 2015ના રોજ Googleના પુનર્ગઠનના માધ્યમથી બનાવવામાં આવ્યું હતી અને બાદમાં તેની મૂળ કંપની બની ગઈ અને સાથોસાથ તેની પૂર્વ સહાયક કંપની પણ.
    Published by:Mrunal Bhojak
    First published: