Home /News /tech /Google શરૂ કર્યો Bug bounty program, ઓપન સોર્સ પ્રોજેક્ટ્સમાં ખામી શોધવા માટે મળશે 25 લાખ રૂપિયા
Google શરૂ કર્યો Bug bounty program, ઓપન સોર્સ પ્રોજેક્ટ્સમાં ખામી શોધવા માટે મળશે 25 લાખ રૂપિયા
ગૂગલે બગ બાઉન્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો
Bug bounty program: કંપનીએ કહ્યું કે નબળાઈની ગંભીરતા અને પ્રોડક્ટના મહત્વના આધારે, જેઓ ઓપન સોર્સ (Open source projects) સોફ્ટવેરમાં બગ્સ (Software Bug) શોધે છે તેમને $101 થી $31,337 એટલે કે લગભગ રૂ. 8,031 થી રૂ. 24,92,403 સુધીનો પુરસ્કાર મળશે.
Bug bounty program: ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે એક નવો બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે જ્યાં તે કંપનીના ઓપન સોર્સ પ્રોજેક્ટ્સમાં ખામીઓ શોધનારા સંશોધકોને $31,337 (આશરે રૂ. 25 લાખ) સુધીનું ઈનામ આપશે. નવા જાહેર કરાયેલ Vulnerability Reward Program (VRP) Google સોફ્ટવેર અને રીપોઝીટરી સેટિંગ્સ જેમ કે GitHub એક્શન, એપ્લિકેશન ગોઠવણી અને ઍક્સેસ કન્ટ્રોલ નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કંપનીએ કહ્યું કે નબળાઈની ગંભીરતા અને પ્રોડક્ટના મહત્વના આધારે, જેઓ ઓપન સોર્સ સોફ્ટવેરમાં બગ્સ શોધે છે તેમને $101 થી $31,337 એટલે કે લગભગ રૂ. 8,031 થી રૂ. 24,92,403 સુધીનો પુરસ્કાર મળશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ગોલાંગ, એંગ્યુલર અને ફુચિયા જેવા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ખામી શોધનારને ટોચનો એવોર્ડ આપવામાં આવશે.
ઓપન સોર્સ સપ્લાય ચેઇન પર હુમલો
ગોલાંગ, એંગ્યુલર અને ફ્યુશિયા જેવા મોટા પ્રોજેક્ટ્સના જાળવણીકાર તરીકે, Google એ વિશ્વના સૌથી મોટા ફાળો આપનાર અને ઓપન સોર્સના વપરાશકર્તાઓમાંનું એક છે. ગયા વર્ષે ગૂગલે ઓપન સોર્સ સપ્લાય ચેઇનને લક્ષ્યાંક બનાવતા હુમલામાં વાર્ષિક ધોરણે 650 ટકાનો વધારો જોયો હતો. સંશોધકોને હવે VRP દ્વારા ભૂલો શોધવા માટે પુરસ્કાર આપવામાં આવી શકે છે જે સંભવિત રીતે સમગ્ર ઓપન સોર્સ ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.
ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે VRP વિશ્વના પ્રથમ આવા કાર્યક્રમોમાંથી એક છે અને હવે તેની 12મી વર્ષગાંઠ નજીક આવી રહી છે. સમય જતાં, અમારી VRP લાઇનઅપમાં ક્રોમ, એન્ડ્રોઇડ અને અન્ય ક્ષેત્રો પર કેન્દ્રિત પ્રોગ્રામ્સનો સમાવેશ કરવા માટે વિસ્તરણ થયું છે, કંપનીએ જણાવ્યું હતું. આ પ્રોગ્રામ્સે 13,000 થી વધુ સબમિશંસને પુરસ્કૃત કર્યા છે અને કુલ $38 મિલિયનથી વધુની ચૂકવણી કરી છે.
ગૂગલે જણાવ્યું હતું કે તેની OSS VRP એ સાયબર સુરક્ષાને સુધારવા માટેની અમારી $10 બિલિયન પ્રતિબદ્ધતાનો એક ભાગ છે, જેમાં સમગ્ર વિશ્વમાં Google વપરાશકર્તાઓ અને ઓપન સોર્સ ગ્રાહકો બંને માટે આ પ્રકારના હુમલાઓ સામે સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવાનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર