ગૂગલ છોડાવશે તમારી સ્માર્ટફોનની લત, બનાવ્યો 'પેપર ફોન'

News18 Gujarati
Updated: October 30, 2019, 11:44 AM IST
ગૂગલ છોડાવશે તમારી સ્માર્ટફોનની લત, બનાવ્યો 'પેપર ફોન'
ગૂગલનો પેપરફોન

આ ફોનને લંડન બેસ્ટ સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ સ્ટૂડિયાએ ડિઝાઇન કર્યો છે.

  • Share this:
તમે ખાલી સમયે આજુ બાજુ જુઓ છો કે પછી તમારા મોબાઇલ ફોનમાં? જો તમારા જવાબ મોબાઇલ ફોનમાં છે તો તમારે આ લેખ વાંચવો જ રહ્યો. સતત સ્માર્ટફોનમાં ડૂબ્યા રહેનાર તમે કોઇ એકલા નથી. સ્માર્ટફોનના આ જમાનામાં દરેક ઘરે એક જેવી જ હાલત છે. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે. અને તેના વગર રહેવું પણ મુશ્કેલ છે. કારણ કે આપણો ફોન, બેંક, મનોરંજનનું સાધન અને બીજું કંઇક કેટલીય વસ્તુઓનો એક ભાગ બની ગયો છે. ત્યારે ગૂગલ આ માટે એક ખાસ પ્રયાસ કર્યો છે. જે પોતાની રીતે યુનિક છે. સ્માર્ટફોનની લત છોડાવા માટે ગૂગલ પેપર ફોન લાવ્યું છે. આ ફોનને લંડન બેસ્ટ સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ સ્ટૂડિયાએ ડિઝાઇન કર્યો છે.

આ લોન્ચ કરવા પાછળનો એક માત્ર વિચાર એ છે કે તમે સ્માર્ટફોનથી બ્રેક લો અને તમારી જીરૂરી વસ્તુઓનું પ્રિન્ટ આઉટ લઇ તેની એક પર્સનલ બુકલેટ બનાવો. આ પેપર ફોન તમે કોઇને ફોન તો નહીં જ લગાવી શકો. પણ તેમ છતાં તેવી ધણી વસ્તુઓ તમે કરી શકશો જેનાથી તમને સ્માર્ટફોનથી મુક્તિ પણ મળશે અને તમે કંટાળશો પણ નહીં. આ પેપર ફોનને એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લેથી ડાઉનલોડ કરી શકે છે.


આ એપ તમને કોન્ટેક્સ, મેપ, મિટીંગ અને ટાસ્ક લિસ્ટ યુઝ કરવા જેવી વસ્તુઓ પેપરના રૂપમાં આપે છે. વળી તમે તેને પેપર શીટ પર ઓર્ગેનાઇઝ કરીને તેની પ્રિન્ટ પણ લઇ શકો છો. આ સ્પેશ્યલ પ્રોજેક્ટ સ્ટૂડિયો દ્વારા તેની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી આપણે ટેકનોલોજીથી ડિટોક્સ થઇ શકીશું.
First published: October 30, 2019, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading