ગૂગલ પર 'Bitches Near Me' સર્ચ કરવા પર ખુલી રહ્યું છે Girl સ્કૂલ-હોસ્ટેલનું લીસ્ટ

News18 Gujarati
Updated: November 26, 2018, 10:22 PM IST
ગૂગલ પર 'Bitches Near Me' સર્ચ કરવા પર ખુલી રહ્યું છે Girl સ્કૂલ-હોસ્ટેલનું લીસ્ટ
મહત્વની વાત એ છે કે, આ સંબંધમાં ટ્વિટર પર ગૂગલને ટેગ કર્યાના એક દિવસ બાદ પણ ગૂગલ દ્વારા આના પર કોઈ એક્શન નથી લેવામાં આવ્યું

મહત્વની વાત એ છે કે, આ સંબંધમાં ટ્વિટર પર ગૂગલને ટેગ કર્યાના એક દિવસ બાદ પણ ગૂગલ દ્વારા આના પર કોઈ એક્શન નથી લેવામાં આવ્યું

  • Share this:
ડોક્ટર નીયર મી, જીમ નીયર મી, કેક શોપ નિયર મી, મૂવી નિયર મી... આ રીતે ન જાણે કેટલાએ પ્રસ્નો માટે આપણે ગૂગલ પર નિર્ભર થઈ ગયા છીએ. દવા ખરીદવી હોય તો મેડિકલ સ્ટોરથી લઈ શાકભાજી અને દૂધની દુકાન સુધીનું એડ્રેસ આપણે ગૂગલને પુછીએ છીએ. પરંતુ આપણા દરેક પ્રશ્નનો જવાબ પળભરમાં આપતું ગૂગલ મહિલાઓ પ્રત્યે બિલકુલ સહિષ્ણુ નથી.

અંગ્રેજી વેબસાઈટ ન્યૂઝ બાઈટે સોમવારે એક રિપોર્ટ કર્યો કે, ગૂગલ પર 'Bitches Near Me' સર્ચ કરવા પર ગર્લ્સ હોસ્ટેલ અને પીજીનું લીસ્ટ ખુલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 'બિચ'નો હિંન્દી મતલબ 'કુતિયા' થાય છે. આ રિપોર્ટને જોયા બાદ અમે પણ આ મુદ્દે સર્ચ કરી જોયું તો પરિણામ ચોંકાવનારૂ હતું.

અમારા સર્ચ લીસ્ટમાં સૌથી ઉપર એક ગર્લ્સ વિયર સ્ટોર આવ્યો, ત્યારબાદ 6 પરિણામ ગર્લ્સ પીજી અને હોસ્ટેલના હતા. કેટલીક જગ્યા પર બેચેસ નિયર મી સર્ચ કરવા પર ગર્લ્સ સ્કૂલ કોલેજના લીસ્ટ પણ ખુલી રહ્યા છે.

આ સમાચાર સામે આવ્યા બાદ કેટલાએ લોકોએ ટ્વીટ પર ગૂગલ પ્રત્યે નારાજગી દર્શાવી છે. કેટલાએ લોકોએ ગૂગલના સર્ચ એન્જિન વર્કિંગ પર પ્રશ્ન ઉભા કર્યા છે.

મહત્વની વાત એ છે કે, આ સંબંધમાં ટ્વિટર પર ગૂગલને ટેગ કર્યાના એક દિવસ બાદ પણ ગૂગલ દ્વારા આના પર કોઈ એક્શન નથી લેવામાં આવ્યું અને સર્ચ રિઝલ્ટમાં હજુ પણ ગર્લ્સ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ અને પીજીનું લીસ્ટ જ ખુલી રહ્યું છે.
First published: November 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres