Home /News /tech /ધ્યાન આપો! પ્લે સ્ટોર પર આજથી બૅન થઈ તમામ Call Recording એપ્સ, Google ની નવી પોલિસી લાગુ
ધ્યાન આપો! પ્લે સ્ટોર પર આજથી બૅન થઈ તમામ Call Recording એપ્સ, Google ની નવી પોલિસી લાગુ
Google Play Store Policy માં બદલાવ આજે, એટલે કે 11 મે થી થઈ રહ્યો છે.
Google Play Store Policy માં બદલાવ આજે, એટલે કે 11 મે થી થઈ રહ્યો છે. ટેક દિગ્ગજ ઘણાં વર્ષોથી કોલ રેકોર્ડિંગ એપ્સ અને સર્વિસની વિરુદ્ધ છે. આવું એટલા માટે કારણ કે કંપનીનું માનવું છે કે કોલ રેકોર્ડ કરવો યુઝર્સની પ્રાઇવસી સાથે છેડછાડ છે. એટલે આજથી પ્લે સ્ટોર પર તમામ કોલ રેકોર્ડિંગ એપને બૅન કરવામાં આવી રહી છે.
Google Play Store Policy Change: ગૂગલ (Google)ની નવી પોલિસી આજે 11 મે થી લાગુ થઈ રહી છે. ગૂગલે પોતાની નવી પોલિસીને લઇને ગયા મહિને જણાવ્યું હતું કે Play Store પર બધી જ કોલ રેકોર્ડિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. Play Store નીતિમાં ફેરફાર આજે, એટલે કે 11 મેથી કરવામાં આવશે. જાણકારી માટે જણાવી દઇએ કે ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર સાથે આવનારા ફોનમાં કોઈ ફેરફાર નહીં થાય. ક્યૂપર્ટીનો સ્થિત ટેક દિગ્ગજ ઘણાં વર્ષોથી કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે. આવું એટલા માટે કારણ કે, કંપનીનું માનવું છે કે કોલ રેકોર્ડ કરવો યુઝર્સની પ્રાઇવસી સાથે છેડછાડ છે.
આ કારણે જ, Google ની પોતાની ડાયલર એપ પર કોલ રેકોર્ડિંગ સર્વિસ એક ‘this call is now being recorded’ એલર્ટ સાથે આવે છે, અને રેકોર્ડિંગ શરુ થયા પહેલા બંને તરફ સ્પષ્ટપણે સંભળાય છે.
એન્ડ્રોઇડ 10 માં ગૂગલે કોલ રેકોર્ડિંગને ડિફોલ્ટ રૂપે બ્લોક કરી છે. એટલે પ્રતિબંધથી બચવા માટે, Play Store એપ્સએ કોલ રેકોર્ડ કરવા માટે એક્સેસિબિલિટી એપીઆઈનો ઉપયોગ કરવાનું શરુ કરી નાખ્યું. આજથી Google દ્વારા નવા ફેરફાર લાગુ કર્યા બાદ આ શક્ય નહીં હોય.
ગૂગલે કહ્યું કે, Google ની પોલિસી ફક્ત Play Store પર થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ્સ સુધી જ સીમિત છે. Mi ડાયલર વાળા Google Pixels કે Xiaomi ફોન જેવા ફોન પર નેટિવ કોલ રેકોર્ડિંગ ફંકશન પ્રભાવિત નહીં થાય.
તેથી જ, જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કોલ રેકોર્ડર ફીચરનો ઉપયોગ કરવા માગતા હો, તો કેટલીક બ્રાન્ડ છે જે તેને પોતાના ડિવાઇસમાં ઇન-બિલ્ટ ફીચર તરીકે રજૂ કરે છે. લિસ્ટમાં Xiaomi/ Redmi/ Mi, Samsung, ઓપ્પો, પોકો, વનપ્લસ, રિયલમી, વીવો અને ટેક્નો સામેલ છે.
જણાવી દઈએ કે Google દ્વારા કોલ રેકોર્ડિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાતના એક દિવસ બાદ Truecaller એ પોતાના પ્લેટફોર્મ પરથી કોલ રેકોર્ડિંગ સર્વિસ હટાવવાની વાત કરી. ટ્રુકોલરના પ્રવક્તાએ કહ્યું, ‘અપડેટ કરવામાં આવેલી Google ડેવલોપર પ્રોગ્રામ પોલિસી હેઠળ, અમે હવે કોલ રેકોર્ડિંગ સર્વિસ આપવામાં અસમર્થ છીએ. આ એ ડિવાઇસને પ્રભાવિત નહીં કરે જેમની પાસે ડિવાઇસમાં ડિફોલ્ટ કોલ રેકોર્ડિંગ છે.’
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર