Home /News /tech /

Googleએ પ્લે સ્ટોર પર જોખમી Apps કરી ડિલીટ! ચોરી રહી હતી યુઝર્સના ફોન નંબર અને જરૂરી ડેટા

Googleએ પ્લે સ્ટોર પર જોખમી Apps કરી ડિલીટ! ચોરી રહી હતી યુઝર્સના ફોન નંબર અને જરૂરી ડેટા

બૅન થયેલી એપ્સમાં 'મુસ્લિમ પ્રેયર એપ'નો પણ સમાવેશ થાય છે જેને 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

Google Banned Apps: રિપોર્ટ મુજબ જે એપ્સને Google Play Storeએ પ્રતિબંધિત કરી છે તે લોકેશનની જાણકારી, ઈમેલ તથા ફોન નંબર, આસપાસના ડિવાઇસ અને પાસવર્ડ ચોરી કરી રહી હતી.

    Google Banned Apps: Googleએ Play Store પર એવી ડઝનેક એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ગુપ્ત રીતે યુઝર્સના ફોન નંબર અને અન્ય મહત્વના ડેટાની ચોરી કરતી હતી. પ્રતિબંધિત એપ્સમાં 'મુસ્લિમ પ્રેયર એપ'નો પણ સમાવેશ થાય છે જેને 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. અન્ય એપમાં એક બારકોડ સ્કેનિંગ એપ અને હાઇવે સ્પીડ ટ્રેપ ડિટેક્શન એપ પણ મળી આવી છે. QR કોડ સ્કેનિંગ એપમાં ડેટા-સ્ક્રેપિંગ કોડ મળ્યો. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, જે એપ્સ હવે ગૂગલ પ્લે સ્ટોર પરથી પ્રતિબંધિત કરવામાં આવી છે તે લોકેશનની માહિતી, ઈમેલ અને ફોન નંબર, આસપાસના ડિવાઇસિસ અને પાસવર્ડ ચોરી કરી રહી હતી.

    રિસર્ચમાં એ પણ ખબર પડી છે કે મેઝરમેન્ટ સિસ્ટમ SDRL દ્વારા વિકસિત SDK પણ WhatsApp ડાઉનલોડ માટે સ્કેન કરી શકે છે. કંપની વર્જિનિયાના ડિફેન્સ કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલી છે, જેણે કથિત રીતે યુઝર્સને ડેટા કાઢવા માટે પોતાની એપમાં તેનો કોડ સામેલ કરવા માટે તેને ડેવલપ કરવા પેમેન્ટ કર્યું હતું.

    આ પણ વાંચો: Jio ના ધાંસુ પ્લાન! ફ્રીમાં મળશે Hotstar, Netflix અને Amazon Prime, મફત કોલિંગ પણ...

    WSJનો રિપોર્ટ છે કે બૅન થયેલી એપ્સમાં જોવા મળતો ઇનવેસિવ કોડ બે રિસર્ચર, સર્જ એગેલમેન અને જોએલ રિયરડન દ્વારા શોધાયો હતો. આ સંશોધકોએ એપ સેન્સસ નામની સંસ્થાની સ્થાપના કરી, જે પ્રાઈવસી અને સુરક્ષા માટે મોબાઈલ એપ્સની તપાસ કરે છે. રિસર્ચરે ખુલ્લાસો કર્યો કે તેઓ 2021માં તેમના તારણો સાથે Google સુધી પહોંચ્યા હતા.

    રિસર્ચરમાંના એક રિયરડને એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, 'કોઈ વ્યક્તિના વાસ્તવિક ઈમેલ અને ફોન નંબરને તેમના ચોક્કસ GPS લોકેશન હિસ્ટ્રી સાથે મેપ કરતો ડેટાબેઝ ખાસ કરીને ડરામણો છે, કારણ કે તેનો ઉપયોગ વ્યક્તિના લોકેશન હિસ્ટ્રી જોવા માટે ફક્ત તેમના ફોન નંબર કે ઈમેઈલ જાણવા માટે સરળતાથી થઈ શકે છે, જેનો ઉપયોગ પત્રકારો, અસંતુષ્ટો કે રાજકીય પ્રતિસ્પર્ધીઓને લક્ષિત કરવા માટે કરવામાં આવી શકે છે.'

    આ પણ વાંચો: મોંઘવારીનો માર! કેરળના આ માણસે 4 લાખ રૂપિયામાં તૈયાર કરી નાખી હોમ મેડ ઇલેક્ટ્રિક કાર

    ખતરનાક સોફ્ટવેરને દૂર કર્યા પછી એપ પાછી આવી શકે છે

    જો કે, જ્યારે ગૂગલને એપ્સમાં મળી આવેલા ખતરનાક સોફ્ટવેર વિશે જાણ કરવામાં આવી હતી, ત્યારે તેણે તરત જ કાર્યવાહી ન કરી અને પછી 25 માર્ચે તેના પ્લે સ્ટોર પરથી એપ્સને હટાવી દીધી હતી. ગૂગલના પ્રવક્તા સ્કોટ વેસ્ટઓવરએ જણાવ્યું હતું કે જો ખતરનાક સોફ્ટવેરને દૂર કરવામાં આવે તો એપ્સને ફરીથી લિસ્ટમાં સામેલ કરી શકાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Google apps, Google News, Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર