Google News Showcaseમાં વધુ ચાર ભારતીય ભાષાઓ જોડવામાં આવી, જાણો કઈ ભાષાઓને મળ્યું સ્થાન

ગૂગલ યૂઝર્સને પસંદગીના પેવોલ્ડ સ્ટોરીઝને મફતમાં પૂરી પાડવા માટે અનેક ન્યૂઝ શોકેસ ભાગીદારોની સાથે મળી કામ કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

Google ન્યૂઝ પાર્ટનરશિપ અને ગૂગલ ન્યૂઝ શોકેસ માટે આગામી ત્રણ વર્ષમાં એક અબજ ડૉલરનું રોકાણ કરશે

  • Share this:
    Tech News: ટેક દિગ્ગજ કંપની ગૂગલે (Google) ગુરૂવારે એલાન કર્યું છે કે તે ગૂગલ સમાચાર (Google News) અને ડિસ્કવર (Google Discover) પ્રત્યે સમર્પિત સમાચાર શોકેસ પેનલમાં (Google News Showcase) ચાર ભારતીય ભાષાઓ માટે સપોર્ટ જોડી રહી છે. અંગ્રેજી, હિન્દી ઉપરાંત આ ચાર ભાષાઓમાં કન્નડ (Kannad), મરાઠી (Marathi), તમિલ (Tamil) અને તેલુગુ (Telugu) સામેલ છે.

    ગૂગલ તરફથી જાહેર ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં ભારતમાં સમાચાર સંગઠનો અને પાઠકોની અનુકૂળતા માટે ગૂગલ સમાચાર શોકેસના વિસ્તારની ઘોષણા કરવામાં આવી હતી. તેની સાથે જ અમે અમારો ઓનલાઇન અનુભવ અને લાઇસન્સિંગ કાર્યક્રમનો વિસ્તાર કરવાની પણ જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ નવી ભાષાઓ અને નવી ભાગીદારીની સાથે અમે 50થી વધુને ઓનબોર્ડ કર્યા છે. તેમાં 70થી વધુ પ્રકાશનોનું પ્રતિનિધિત્વ કરનારા ભાગીદાર છે.

    ગૂગલ યૂઝર્સને પસંદગીના પેવોલ્ડ સ્ટોરીઝને મફતમાં પૂરી પાડવા માટે અનેક ન્યૂઝ શોકેસ ભાગીદારોની સાથે મળી કામ કરી રહી છે. આ સુવિધા યૂઝર્સને તે સામગ્રીને જાણવાની તક ઉપલબ્ધ કરાવે છે જેના સુધી તેમની પહોંચ નહોતી.
    ગૂગલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ન્યૂઝ પાર્ટનરશિપ અને ગૂગલ ન્યૂઝ શોકેસ (Google News Showcase) માટે આગામી ત્રણ વર્ષમાં એક અબજ ડૉલરનું રોકાણ થવાનું છે જેનાથી પ્રકાશનોને નવી પદ્ધતિઓથી યૂઝર્સને આવશ્યક જાણકારી પૂરી પાડવામાં મદદ મળશે.

    આ પણ વાંચો, ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

    પોતાના ઓફિશિયલ નિવેદનમાં ગૂગલે કહ્યું છે કે, એક સંપન્ન લોકતંત્રના તમામ ઘટકો માટે ભરોસાપાત્ર જાણકારી સુધી પહોંચ હોવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અમે વર્ષોથી ગુણવત્તાપૂર્ણ પત્રકારત્વ સુધી પાઠકોની નિરંતર પહોંચ બનાવવામાં મદદ કરી છે. અમે સમાચાર સંગઠનોની સ્થિરતામાં યોગદાન આપવાની સાથે જ ઉભરતા સમાચાર વ્યવસાય મોડલનું સમર્થન કરવા માટે સતત પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત અમે ન્યૂઝ રૂમને પાઠકોથી જોડવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે.

    આ પણ વાંચો, Airtelનો ધમાકો! એક વર્ષ માટે ફ્રીમાં મળશે Disney+Hotstar Mobile સબ્સક્રિપ્શન, કેવી રીતે ઉઠાવશો લાભ?

    નોંધનીય છે કે, સમાચાર શોકેસ પેનલ પ્રકાશકોને સંદર્ભ અને વધારાની સ્ટોરીઝની લિંકની સાથે મહત્ત્વપૂર્ણ સમાચારોને રજૂ કરવાની સગવડ પૂરી પાડે છે. પેનલમાં બ્રાન્ડિંગ માટેના ફીચર્સ હોય છે જેથી યૂઝર્સ વિશ્વસનીય સમાચાર સંગઠનોને સરળતાથી શોધી અને ઓળખી શકે.
    Published by:Mrunal Bhojak
    First published: