રિલાયન્સ જિયો (Reliance Jio) યૂઝર્સ માટે એક મોટી ઓફર લઇને આવ્યું છે. જિયોએ પોતાના 3 રિચાર્જ પ્લાન્સ પર 20 ટકા કેશબેક (Jio Recharge 20% cashback offer) આપવાની જાહેરાત કરી છે. રિયાયન્સ જિયોના આ પ્લાન રૂ. 249, રૂ. 555 અને રૂ. 599ના છે. જિયોએ પોતાની વેબસાઇટ પર ત્રણેય પ્લાન્સને 20 ટકા કેશબેકવાળી કેટેગરીમાં અલગ રાખ્યા છે. આ કેશબેક ત્યારે જ મળશે જ્યારે તમે MyJio એપ અથવા જિયોની ઓફિશ્યલ વેબસાઇટ પરથી રિચાર્જ કરશો. ટેલિકોમ ઓપરેટર કેશબેક યૂઝર્સના જિયો એકાઉન્ટમાં જમા કરી દેશે. જેનો ઉપયોગ ભવિષ્યમાં રિચાર્જ માટે કરી શકાશે. જિયોના આ રિચાર્જ પ્લાનમાં 168GB સુધી ડેટા મળશે. તો આવો જાણીએ શું છે આ પ્લાન્સમાં ખાસ.
રૂ. 599ના પ્લાનમાં મળશે 168GB ડેટા
રિલાયન્સ જિયોના 599 રૂપિયાવાળા પ્લાન પર 20 ટકા કેશબેક છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પ્લાનમાં રોજ 2GB ડેટા મળશે. એટલે કે કુલ 168GB ડેટા મળે છે. આ ઉપરાંત પ્લાનમાં કોઇ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળશે. સાથે જ દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ થશે અને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં પણ 20 ટકા કેશબેકનો ફાયદો મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને તેમાં દરરોજ 1.5જીબી ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં કુલ 126GB ડેટા મળશે. આ ઉપરાંત તમે કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશો અને દરરોજ 100 SMS ફ્રી મેળવી શકો છો. સાથે જ આ પ્લાનમાં પણ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
રૂ. 249ના પ્લાનમાં મળશે 56GB ડેટા
રિલાયન્સ જિયોના કેશબેક વાળા આ રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળશે. પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. એટલે કે ટોટલ 56GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત તમે કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશો. સાથે દરરોજ 100 SMSની સુવિધા અને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.
આપને જણાવી દઇએ કે ઉપર જણાવેલા તમામ પ્લાન્સમાં JioCinema, JioTV સિવાય જિયો સિક્યોરિટી, જિયો ન્યૂઝ અને જિયો ક્લાઉડ જેવી એપ્સનું એક્સેસ ફ્રીમાં મળશે.
(Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટેમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર