Home /News /tech /ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ આનંદો! લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ફીચર લૉંચ

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ આનંદો! લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ફીચર લૉંચ

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર

Instagram users can share links on Stories: એ લોકોને આ ફીચરથી વંચિત રાખવામાં આવી શકે છે જેઓ વારેવારે ખોટી સૂચનાઓ અથવા કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ કરતા રહે છે.

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં એક એવું ફીચર લૉંચ (Instagram new feature) કર્યું છે જેની તેના યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામે તેમના યૂઝર્સને સ્ટોરી સાથે લિંક એડ કરવાનો વિકલ્પ (Instagram users can share links on Stories) શરૂ કરી દીધો છે. એટલે કે હવે યૂઝર્સ ઇચ્છે તો પોતાની સ્ટોરી સાથે તે લીંક પણ એડ કરી શકે છે. આ પહેલા આ વિકલ્પ એવા જ યૂઝર્સને મળતો હતો જેઓ વેરિફાઇડ હોય અથવા જેમના 10 હજારથી વધારે ફોલોઅર્સ હોય.

ઇન્સ્ટાગ્રામે હવે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે હવે સ્ટિકરના માધ્યમથી લિંક એડ કરવાનું ફીચર ઇન્સ્ટાગ્રામને તમામ યૂઝર્સને આપવામાં આવશે. હવે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે યૂઝરનું એકાઉન્ટ મોટું છે કે નાનું. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે આમ તો લિંક વાળું ફીચર તમામ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવી રહ્યુ છે, પરંતુ એ લોકોને આ ફીચરથી વંચિત રાખવામાં આવી શકે છે જેઓ વારેવારે ખોટી સૂચનાઓ અથવા કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ કરતા રહે છે.

ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે બિઝનેસ કરતા લોકોથી લઈને સામાન્ય લોકો સુધી તમામ આ લિંક સ્ટિકરનો લાભ લઈ શકે છે. આ માટે 'સ્વાઇટ અપ' વિકલ્પને બદલે આ ફીચર લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વોટ્સએપ Undo બટન પર કરી રહ્યું છે કામ, જાણો કઈ રીતે કામ કરશે આ બટન

કેવી રીતે ઉપયોગ કરી શકાશે?

જો તમે વિચારી રહ્યા છો કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે તો અમે તમને આ માટેની રીત જણાવી રહ્યા છીએ. આ ફીચરનો લાભ લેવા માટે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ ઓપન કરો અને સ્ટોરી ફીચર પર જઈને કોઈ સ્ટોરી ક્રિએટ કરો. ઉપન નેવિગેશન ખાતે તમને સ્ટિકર ટૂલ જોવા મળશે, તેના પર ક્લિક કરો. અહીં આપવામાં આવેલા સ્ટિકરમાંથી લિંક સ્ટિકર વિકલ્પ પર ક્લિક કરો. અહીં એ URL ઉમેરો જેની જાણકારી તમે શેર કરવા માંગો છો. જે બાદમાં તેને તમારે સ્ટોરી પ્રમાણે પ્લેસ કરો અને શેર કરી દો.

એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ સ્ટિકરને કસ્ટમાઇઝ કરવા પર પણ કામ કરી રહ્યું છે, જેનાથી યૂઝર્સને એવી માહિતી મળી રહેશે કે સ્ટિકર પર ક્લિક કર્યાં બાદ તેમને શું જોવા મળશે.

આ પણ વાંચો: ભારતમાં બહુ ઝડપથી લૉંચ થઈ શકે છે Nokiaનું T20 ટેબ, જાણો ફીચર અને કિંમત

આ પહેલા જૂનમાં ઇન્સ્ટાગ્રામ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે લિંક સ્ટિકર્સ ફીચર ફક્ત સ્ટોરિઝ માટે જ લૉંચ કરવામાં આવશે. પ્લેટફોર્મ તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે લિંક ફીચરને એપના અન્ય પાર્ટ સાથે કે પછી મુખ્ય ફીડમાં જોડવાનો તેમને કોઈ વિચાર નથી.
First published:

Tags: Facebook, Instagram, Social media

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો