કેટલીક વખત એવુ બને છે કે, આપણે ઓટોરિક્ષાની સુવિધા યાત્રા કરવા માટે લઈએ છીએ, પરંતુ આપણને રૂટ અને ભાડા વિશે વધારે ખબર નથી હોતી. એવામાં કેટલીક વખત આનો ફાયદો ઓટોરિક્ષા ડ્રાઈવર લઈ લેતા હોય છે, અને લાંબા રૂટથી લઈ જઈને ભાડુ વધારે વસુલ કરે છે. એવામાં મુસાફરના ખીસ્સા પર મોટી અસર પડે છે. પરંતુ હવે ગૂગલ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નિકાળી શકાય છે.
ગૂગલ મેપ દ્વારા રસ્તો શોધવાનું ખુબ સરળ થઈ ગયું છે. સાથે લોકોને ગૂગલ મેપ દ્વારા બીજી સુવિધા પણ મળે છે. આ ક્રમમાં ટેક કંપનીએ એક નવી સુવિધાની જાહેરાત કરી છે. હવે દિલ્હીમાં લોકો ગૂગલ મેપ દ્વારા ઓટોરિક્ષાનો રસ્તો અને અંદાજીત ભાડાને જોઈ શકાશે.
ગૂગલે કહ્યું કે, દિલ્હીના લોકો ગૂગલ મેપ દ્વારા એક સાર્વજનિક પરિવહન ઓટોરિક્ષાનો રસ્તો જોઈ શકશે. આ પરિવહનની પસંદગી કરતાની સાથે યાત્રી ઓટોરિક્ષા સાથે જોડાયેલો રસ્તો જોઈ શકશે સાથે તેને આટલા અંતરનું અંદાજીત ભાડુ પણ ખબર પડી જશે.
સાથે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઓટોરિક્ષાનું સંભવિત ભાડુ દિલ્હીના આરટીઓ દ્વારા અધિકારીક રીતે નક્કી કરવામાં આવેલી પ્રણાલી અનુરૂપ હશે. લોકોને આ સુવિધા એન્ડ્રોયડ ફોન પર મળી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર