તમને Gmailના આ ફીચર્સ અંગે જાણકારી નહીં જ હોય! તમારા અનેક કામ થશે સરળ

જી-મેઇલ ટ્રીક

Gmail tips and tricks: સ્ટેટિસ્ટા અનુસાર, 2021ની શરૂઆતમાં Googleની ઈ-મેઇલ સેવાના વિશ્વભરમાં 1.5 અબજ એક્ટિવ યૂઝર્સ હતા. જીમેઇલ એક એવું ઈ-મેઇલ પ્લેટફોર્મ છે, જેમાં સમયાંતરે નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે.

  • Share this:
મુંબઈ: દુનિયામાં મોટાભાગના લોકો મેઈલ સેન્ડ કરવા માટે Gmailનો ઉપયોગ કરે છે. સ્ટેટિસ્ટા અનુસાર, 2021ની શરૂઆતમાં Googleની ઈ-મેઇલ સેવાના વિશ્વભરમાં 1.5 અબજ એક્ટિવ યૂઝર્સ હતા. જીમેઇલ એક એવું ઈ-મેઇલ પ્લેટફોર્મ છે, જેમાં સમયાંતરે નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. જેથી યૂઝર્સને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જીમેઇલે છેલ્લા 17 વર્ષોમાં તેના પ્લેટફોર્મ પર ઘણી સુવિધાઓ ઉમેરી છે, જેમ કે એક્સપાયરી મોડથી લઈને પાસકોડ સુધી, સેન્ડ કરેલા મેલને અનસેન્ડ કરવા અને ઈન્ટરનેટ કનેક્શન વિના મેલ સેન્ડ કરવો વગેરે સામેલ છે. આજે અમે તમને જીમેઇલના એવા ફીચર્સ વિશે જણાવીશું, જેના વિશે તમે નહીં જાણતા હોવ.

Gmailનું ઑટો-એડવાન્સ ફીચર

દરેક ઈ-મેઇલને ચેક કરીને ડિલિટ કરવો એ મુશ્કેલ કામ હોઈ શકે છે. તેથી તમે તમારા ઈમેઇલને વધુ વ્યવસ્થિત બનાવવા માટે Gmail પર ઑટો-એડવાન્સ ફીચરને અનેબલ કરી શકો છો. જેના માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરવા પડશે.

સેટિંગ્સ> એડવાન્સ> અનેબલ ઓટો એડવાન્સ> સેવ ચેન્જીસ.

Extend Search Option

જો Gmail તેના યૂઝર્સને એક્સ્ટેન્ડ સર્ચનો વિકલ્પ ન આપે, તો તે અધૂરું ગણાશે. એક્સ્ટેન્ડ સર્ચ એક્સેસ કરવા માટે સર્ચ બારની જમણી બાજુના સેટિંગ્સ આઈકોન પર ક્લિક કરો, જ્યાં તમને આ ઓપ્શન મળશે.

Google ડ્રાઈવ દ્વારા મોટા એટેચમેન્ટ્સ મોકલો

તમે Gmail પર ડિફૉલ્ટ તરીકે 25 MB સુધીના એટેચમેન્ટ્સ સેન્ડ કરી શકો છો. જો તમે આનાથી મોટા એટેચમેન્ટ્સ મોકલવા માંગતા હોવ, તો તમે Google ડ્રાઈવનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તમારી ફાઇલ ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરવાની રહેશે અને પછી કમ્પોઝમાં ડ્રાઇવ આઇકોન પર ક્લિક કરો અને પછી ફાઇલને એટેચ કરો.

આ પણ વાંચો: Login કરીને ભૂલી ગયા છો? આવી રીતે ચકાસો કેટલી સિસ્ટમમાં ઓપન છે તમારું gmail, આવી રીતે કરો Log out

ઈ-મેઇલ શેડ્યુલિંગ

તમે Gmail પર ઈમેઇલ શેડ્યુલિંગ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ઈમેઇલ લખીને તમારી પસંદગીની તારીખ અને સમય માટે શેડ્યૂલ કરી શકો છો.

આ માટે એક ઈ-મેઇલ લખો અને ડાઉન-એરો પર ટેપ કરો અને શેડ્યૂલ સેન્ડ ઓપ્શન પસંદ કરો. હવે પ્રીસેટ ઓપ્શનમાંથી તારીખ અને સમય પસંદ કરો અથવા પીક ડેટ એન્ડ ટાઈમ ઓપ્શન પર ક્લિક કરીને જરૂરી દિવસ અને સમય પસંદ કરો.

ટાસ્કમાં ઈ-મેઇલ જોડવાનું ફીચર

જીમેઇલના આ ફીચર વિશે કદાચ તમે નહીં જાણતા હોવ, આ ફીચર એ છે કે તમે સીધા જીમેઇલથી ટાસ્ક બનાવી શકો છો. આ માટે તમારે કોઈપણ ઈ-મેઇલ પર રાઈટ-ક્લિક કરવાનું રહેશે અને ઍડ ટુ ટાસ્ક ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

આ પણ વાંચો: Gmailમાં આવ્યું નવું અપડેટ: ઈ-મેઇલ લખવામાં ખુદ gmail કરશે મદદ!

ઇન્ટરનેટ વિના જીમેઇલનો યૂઝ

શું તમે જાણો છો કે જીમેઇલમાં ઑફલાઈન એક્સેસ મોડનું પણ ફીચર છે? જો તમારું ઇન્ટરનેટ કનેક્શન કામ ન કરતું હોય તો પણ તમે Gmail વાંચી અને જવાબ આપી શકો છો.

તમારે ફક્ત આ ફીચરને અનેબલ કરવાનું છે અને mail.google.comને બુકમાર્ક કરવાનું છે. આ ફીચર ફક્ત ક્રોમમાં જ કામ કરે છે. તેને અનેબલ કરવા માટે સેટિંગ્સ> ઑફલાઇન> ઑફલાઇન મેઇલ અનેબલ કરો.
First published: