ગૂગલની ઇમેઇલ સર્વિસ જીમેલ વિશ્વમાં સૌથી વધારે વપરાયેલી છે. જીમેલમાં નવા કામની સુવિધા જોડાયેલી છે. રાઇટ ક્લિક મેનુ બદલાઈ ગયું છે અને તેમાં અનેક નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. આ પહેલાં, અહીં ફક્ત થોડા વિકલ્પો ઉપલબ્ધ હતા, જેનો ઉપયોગ ખૂબ થોડા લોકો દ્વારા કરવામાં આવતો હતો. આ નવા પરિવર્તન પછી, હવે વધુ લોકો જીમેલ પર રાઇટ ક્લિક સુવિધાનો ઉપયોગ કરી શકશે.
આ એક નવી અપડેટ સુવિધા છે. જો તમને અપડેટ પ્રાપ્ત થયા બાદ કોઈ ઇમેઇલ પર રાઇટ ક્લિક કરો છો, તો તમને પહેલાં કરતાં વધુ વિકલ્પો મળશે. અહીં જવાબ આપવા માટે, ફોરવર્ડ, લેબલ, મૂવ, મ્યૂટ અને સ્નૂઝ ઇમેઇલનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ વિકલ્પો સામાન્ય રીતે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે અને હવે આ કારણે જ તેને રાઇટ ક્લિકના વિકલ્પમાં આપવામાં આવ્યો છે.
જૂના રાઇટ ક્લિક મેનૂ વિશે વાત કરીએ તો આ પહેલા ફક્ત તેમા ત્રણ વિકલ્પો ઉપલબ્ધ હતા. ત્યાં આર્કાઇવ, માર્ક અનરીડ અને ડિલીટ ઓપ્શન હતો.
રાઇટ-ક્લિકથી આ 5 નવી સુવિધાઓ
રાઇટ ક્લિકવાળા ઇમેઇલમાં જવાબ આપો અથવા ફોરવર્ડ કરો
ચોક્કસ સેન્ડરથી ઇમેઇલ્સ શોધો
તમામ ઇમેઇલ્સ અને સરખા વિષય
નવી વિંડો ખોલો
મુવ અને ન્યૂ એકઝિટ ફોલ્ડર
આ ફિચર શું તમને મળશે?
ગૂગલના જણાવ્યા અનુસાર, આ અપડેટમાં નવી રાઇટ ક્લિક મેનૂ સામેલ છે, જે જી-સ્યુટ યૂઝર્સ માટે પહેલીવાર રજૂ કરવામાં આવશે. 22 ફેબ્રુઆરીએ આ ગ્રાહકો માટે રજૂ કરવામાં આવશે. એટલે કે, આ સુવિધા હવે તમારા સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. કારણ કે કંપનીએ હજુ સુધી તે જણાવ્યું નથી કે તે સામાન્ય જીમેલ યૂઝર્સ માટે ક્યારે આપવામાં આવશે. જીમેલની પેડ સર્વિસ આ અપડેટ પહેલા આપવામાં આવ્યું છે.
નવી વિંડોમાં વિશેષ સુવિધા રહેશે, જેના હેઠળ તે વિવિધ ટૅબ્સ માટે વિંડો ખોલી શકે છે. અગાઉ તે શક્ય હતું, પરંતુ હવે તે રાઇટ ક્લિક મેનૂમાં ઉમેરવામાં આવ્યું છે. તેથી હવે તે પહેલાં કરતાં વધુ સરળ રહેશે. હવે સામાન્ય માણસને આ મહિનાના અંતમાં આ અપડેટ પ્રાપ્ત થવાની ધારણા છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર