ટેક્નોલોજી ક્ષેત્રે (Technology)હરણફાળ ભરી રહેલા વિશ્વમાં દરરોજ અનેક નવી સુવિધાઓથી સજ્જ વસ્તુઓ લોન્ચ થાય છે. લોકોના જીવનને સરળ બનાવતી આ ટેક્નોલોજીનું માર્કેટ આજે વિશ્વભરમાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. તેવામાં કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ( Counterpoint Research)એક નવા અહેવાલ અનુસાર વૈશ્વિક સ્માર્ટવોચ માર્કેટમાં (Global Smartwatch Market)વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં 27 ટકાનો વધારો થયો છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ ગ્લોબલ સ્માર્ટવોચ (Smartwatch)મોડલ ટ્રેકર કહે છે કે, એપલે શિપમેન્ટની દ્રષ્ટિએ પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ચાઇનીઝ અને ભારતીય બ્રાન્ડ્સની વધતી સ્પર્ધાના કારણે Q2 2020ની સરખામણીએ તેનો બજાર હિસ્સો થોડો ઘટ્યો છે. સેમસંગે (Samsung)અને ગાર્મિને સ્માર્ટવોચ શિપમેન્ટની દ્રષ્ટિએ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં અનુક્રમે 43 ટકા અને 62 ટકા વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી.
જ્યારે સેમસંગે સેમસંગ ગેલેક્સી વોચ 3 અને ગેલેક્સી વોચ એક્ટિવ 2 જેવી પ્રોડક્ટ્સની લોકપ્રિયતાના કારણે ફરી વૃદ્ધિ દર્શાવી છે, ત્યારે ગાર્મીને Q2 2021 દરમિયાન તેની સૌથી વધુ શિપમેન્ટ નોંધાવી છે. ટોપ 5 બ્રાન્ડ્સમાં માત્ર Huaweiના વલણમાં થોડો ઘટાડો નોંધાયો છે, કારણ કે કંપનીનો ઘટતો સ્માર્ટફોન બિઝનેસ અન્ય ઉત્પાદનો પર અસર કરી રહ્યો છે. બીજા ક્વાર્ટર દરમિયાન એપલે 28 ટકા, હ્યુવેઇએ 9.3 ટકા, સેમસંગે 7.6 ટકા, ઇમુએ 6 ટકા અને ગાર્મીને 5.8 ટકા બજાર હિસ્સો મેળવ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઉત્તર અમેરિકા સ્માર્ટ વોચ માટેનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે અને ત્યાર બાદ ચીન આવે છે. બીજી બાજુ કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ રીપોર્ટ અનુસાર, ભારત અગાઉના ક્વાર્ટરમાં સૌથી ઝડપથી વિકસતા બજાર તરીકે ઉભરી આવ્યું છે. ગત વર્ષે તે જ ક્વાર્ટરમાં ભારત કુલ બજાર હિસ્સાના માત્ર 2 ટકા સાથે સૌથી નાનું બજાર હતું. પરંતુ હવે તે કુલ બજારમાં આશરે 6 ટકા ભાગ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર