એક વર્ષ સુધી મોબાઈલ ના વાપરો તો આ કંપની આપશે 71 લાખ રુપિયા, આવી રીતે કરો અરજી

News18 Gujarati
Updated: December 15, 2018, 11:43 PM IST
એક વર્ષ સુધી મોબાઈલ ના વાપરો તો આ કંપની આપશે 71 લાખ રુપિયા, આવી રીતે કરો અરજી
નોંધનીય છે કે જો તમારો નંબર રજિસ્ટર કરાયો હોય અને તમને LIC ના અપટેડ નથી મળી રહ્યા તો ભવિષ્યમાં તમારે પેનલ્ટી પણ આપવી પડે તેવી સંભાવના ઊભી થઇ શકે છે. LIC તેના પોલીસી હોલ્ડરને એસએમએસ મોકલી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિય ગ્રાહક અમે અહીં સૂચિત કરીએ છીએ કે LIC 1.03.2019 થી SMS દ્વારા તેના પોલીસ માટે પ્રીમિયમ ચૂકવાની તારીક માટે સૂચના અને રિમાઇન્ડર મોકલશે.

જો તમે ભાગ લેવા માંગો છો તો તમારે 8 જાન્યુઆરી 2019 પહેલા અપ્લાય કરવી પડશે

  • Share this:
સ્માર્ટફોનની આદત આખા વિશ્વ માટે સમસ્યા બની ગયું છે. દરેક વ્યક્તિ તેમાંથી છુટકારો મેળવવામાં મથી રહ્યો છે. જોકે તમે ક્યારેય વિચાર કર્યો છે કે ફોન છોડવા બદલ તમને લાખો રુપિયા પણ મળી શકે છે. વિટામિન વોટર નામની કંપની એક વર્ષ માટે ફોન છોડનારને 1 લાખ ડોલર (લગભગ 71 લાખ રુપિયા) આપી રહી છે.

કોકો કોલાના સ્વામિત્વવાળી કંપની વિટામિન વોટરનું આમ તો સ્માર્ટફોન સાથે કોઈ લેવાદેવા નથી પણ કંપની પોતાના માર્કેટિંગ કેમ્પેઈન માટે સ્માર્ટફોન યુઝર્સને ટાર્ગેટ કર્યા છે.

કંપનીએ કહ્યું છે કે એક વર્ષ માટે પોતાના સ્માર્ટફોન પૂરી રીતે છોડી દેશે તો તેને 71 લાખ રુપિયા આપશે. આ પાછળ મુખ્ય વાત એ જાણવી છે કે શું કોઈ ફોન વગર રહી શકે છે કે નહીં. કંપની આ વાત જાણવા માટે તમારા પર લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરશે અને તપાસ કરશે કે તમે ફોનનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે ફોનનો ઉપયોગ કરતા પકડાઈ જશો તો તમને આ સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આમાં કોઈ કાયદાકીય પ્રક્રીયાનો ઉપયોગ કરાશે નહીં, જેથી તમારે પરેશાન થવાની જરુર નથી.

આ પણ વાંચો - 2018માં Google પર આ વસ્તુ સૌથી વધારે થઈ Search

આવી રીતે કરી શકો છે અરજી
આ સ્પર્ધામાં ભાગ લેવા તમે ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ દ્વારા ભાગ લઈ શકો છો. આ માટે તમારે #nophoneforayear અને #contest લખીને પોતાની પોસ્ટ કરવી પડશે. વિટામિન વોટરને તમારા સ્પર્ધામાં ભાગ લેવા વિશે જાણ થઈ જશે. આ સાથે તમારે એ પણ બતાવવું પડશે કે તમે ફોનને કેમ છોડી રહ્યા છો અને પોતાના ફ્રી ટાઇમનો ઉપયોગ કેવી રીતે કરશો.જો તમે ભાગ લેવા માંગો છો તો તમારે 8 જાન્યુઆરી 2019 પહેલા અપ્લાય કરવી પડશે. વિટામિન વોટર 22 જાન્યુઆરી 2019 સુધી એન્ટ્રીને ફાઇનલ કરશે. જે પણ લોકોની તેમા પસંદગી થશે તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવશે. આ સાથે તમારે એક કોન્ટ્રાક્ટ પણ સાઇન કરવો પડશે કે તમે એક વર્ષ સુધી ફોનનો ઉપયોગ કરશો નહીં. જોકે ડેસ્કટોપ અને લેપટોપનો ઉપયોગ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ફક્ત 6 મહિના પણ ફોન વગર રહે તો પણ તેને 71 લાખ રુપિયા મળી જશે.
First published: December 15, 2018, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading