ચહેરો જોઇને અનલોક થઇ જશે આ ફોન, કિંમત છે માત્ર 6000 રુપિયા

આ ફોનના સ્પેસિફિકેશન F205 ના અપગ્રેડેડ વર્ઝન જેવા છે, જે 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ ફોનના સ્પેસિફિકેશન F205 ના અપગ્રેડેડ વર્ઝન જેવા છે, જે 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

 • Share this:
  ખૂબ ઓછી કિંમતમાં લાજવાબ ફિચર ધરાવતો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે સારા છે. ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની જિયોનીએ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એફ 205નું અપગ્રેડ વર્ઝન એફ 205 પ્રો સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે, જેને ફ્લિપકાર્ટમાંથી ખરીદી શકાય છે.

  આ ફોનના સ્પેસિફિકેશન F205 જેવા જ છે, જેને ડિસેમ્બર 2018માં જિયોની એસ 11 લાઇટ અને જિયોની એ1 લાઇટ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં, જિયોની એફ 205 પ્રો બ્લેક, બ્લૂ અને શૈંપેન કલર વેરિયન્ટ્સમાં ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે, જેની કિંમત 5,890 રૂપિયા છે.

  બીજી બાજુ, જો તમે આ ફોનની સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં 5.45-ઇંચની HD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1440 x 720 પિક્સેલ છે. આ ઉપરાંત, તેમાં ક્વાલમકોર મીડિયાટેક MT6739WW 64-bit પ્રોસેસર છે. આ ફોન, Android 8.1 OSO ઑપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. સ્ટોરેજ વિશે વાત કરીએ તો તેમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી છે, જોકે તેની સ્ટોરેજ ક્ષમતા 256 જીબી વધારી શકાય છે.

  આ પણ વાંચો: 32 મેગાપિક્સલ પૉપ-અપ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Vivo V15 Pro

  કંપનીએ સેલ્ફીના ક્રેઝને ધ્યાનમાં રાખીને 5 મેગપિક્સલ કેમેરા સાથે લોન્ચ કર્યો છે. જ્યારે તેને બેક પેનલ પર 13 મેગાપિક્સલ કેમરો છે. આ ફોન ડ્યુઅલ સિમ સ્લોટ સાથે આવશે.

  કનેક્ટિવિટી માટે 4G VoLTE સહિત બ્લુટુથ 4.1, વાઇફાઇ 802.11b / g / n, માઇક્રો યુએસબી પોર્ટ અને 3.5 મીમી હેડફોન જેક સામલે છે. આ ફોન વિશેની સૌથી અગત્યની વાત એ છે કે ઓછી કિંમતમાં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવી સુવિધાઓ મળે છે. ફોનમાં 3,000 એમએએચની બેટરી છે.
  Published by:Bhoomi Koyani
  First published: