ગત વર્ષે PUBG મોબાઇલ પર દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ગેમ નિર્માતા કંપની Kraftonને PUBG: New State in Indiaનામની સિક્વલ માટે પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. Kraftonના PUBG: New State માટે પ્રી-રજિસ્ટર કરવા એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરની અને આઇફોન યુઝર્સ એપલ એપ્લિકેશન સ્ટોરની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ જાહેરાતના બે મહિના પહેલા PUBG મોબાઈલના દેશી વર્ઝન Battlegrounds Mobile India લોન્ચ કરવામાં આવી હતી.
2051માં આવતી ટ્રેનો, હથિયારો, નવા મેપની ઝલક જોવા મળશે
PUBG: New State વર્ષ 2051ના સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ ગેમમાં 2051માં આવતી ટ્રેનો, હથિયારો, નવા મેપ વગેરેની ઝલક જોવા મળશે. ગેમર્સ તેમના શસ્ત્રોને અપગ્રેડ કરી શકશે. આ માટે યુઝર્સે કસ્ટમાઇઝેશન કિટનો ઉપયોગ કરવો પડશે. કંપનીના જણાવ્યા અનુસાર, યુઝર્સ New Stateમાં નવા મેપમાંથી ડ્રોન ઉમેરી શકશે. તેમજ બેલિસ્ટિક જેવા નવા શસ્ત્રોનો પણ ઉપયોગ કરી શકશે. આ ગેમ સાઉથ કોરિયન વિડિયો ગેમિંગ કંપની ક્રાફ્ટન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ જ કંપની ભારતમાં પબજીના નવો અવતાર બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાનું સંચાલન કરી રહી છે.
ભારતમાં નહોતી થઈ લોન્ચ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં આ ગેમના વૈશ્વિક લોન્ચિંગ સમયે ક્રાફ્ટને કહ્યું હતું કે, ભારતમાં હાલમાં PUBG: New State લોન્ચ નથી થઈ રહી. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર દેખાઈ રહી હતી, પરંતુ યુઝર્સ તેમાં રજિસ્ટ્રેશન કરાવી શકતા નહોતા. હવે આઠ મહિના બાદ કંપનીએ ભારતમાં પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે.
આ ગેમના લોન્ચની ચોક્કસ તારીખ શેર કરવામાં આવી નથી. PUBG: New Statમાં ફેબ્રુઆરીથી વૈશ્વિક કક્ષાએ 32 મિલિયનથી વધુ પ્રિ-રજિસ્ટ્રેશન થયા છે. ક્રાફ્ટનનું કહેવું છે કે, તેણે આ વર્ષે ભારતમાં IT ક્ષેત્રે કુલ $ 70 મિલિયન (લગભગ 511 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. જેમાં ઇ-સ્પોર્ટ્સ કંપની નોડવિન ગેમિંગ, ગેમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લોકો અને વેબ નોવેલ પ્લેટફોર્મ પ્રતિલિપીનો સમાવેશ થાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર