રૂ. 1000થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ દમદાર Earbuds, જાણો સાઉન્ડ ક્વોલિટી અને ફીચર્સ

ઈયરફોનની પ્રતિકાત્મક તસવીર

tech news: કંપનીએ ત્રણ અન્ય ટ્રૂ વાયરલેસ ઈયરફોન (wireless earphone) સાથે એક ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. Bassbuds Jade બડ્સ pTronના પહેલા ગેમિંગ ઈયરફોન છે.

  • Share this:
    જો તમે હાલ કોઇ બજેટ ફ્રેન્ડલી Earbuds લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એક ખુશીના સમાચાર છે. વિયરેબલ્સ બ્રાંડ pTronએ ભારતમાં ઈયરફોનની એક સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ ત્રણ અન્ય ટ્રૂ વાયરલેસ ઈયરફોન (wireless earphone) સાથે એક ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. Bassbuds Jade બડ્સ pTronના પહેલા ગેમિંગ ઈયરફોન છે.

    જે હાઇ ટેક ગેમિંગ ફંક્શન, દમદાર સાઉન્ડ ક્વોલિટી અને સ્લીક ડિઝાઇનની સાથે આવશે. Bassbuds Lite v2, Bassbuds Duo v21 અને Basspods ANC 992 ઈયરબડ્સની અન્ય પેર જે pTronએ આજે લોન્ચ કરી છે. આ ચારેય ઇયરફોન અફોર્ડેબલ કિંમતમાં મળશે. ઈયરબડ્સ વિશે વાત કરતા કંપનીના સંસ્થાપક અને સીઇઓ અમીન ખ્વાજાએ જણાવ્યું કે, ફીટથી લઇને ફીચર્સ સુધી અને ટ્રૂ વાયરલેસ ઈયરબડ્સમાં અમારા ગ્રાહકોની ઇચ્છાને અમે ઝીણવટ પૂર્વક સાંભળી છે.

    pTron Bassbuds Jade, Bassbuds Lite v2, Bassbuds Duo v’21, Basspords ANC 992ની કિંમત
    બાસબડ્સ ડ્યુઓ વી21 TWS ઇયરબડ્સને ભારતમાં રૂ. 999માં લોન્ચ કરવામાં આવ્યા છે, બાસબડ્સ લાઇટ વી2ની કિંમત રૂ. 1099 છે, બાસપોડ્સ ANCની કિંમત રૂ. 1699 છે અને બાસબડ્સ જેડ રૂ. 1599માં ઉપલબ્ધ છે. તમે આ ઈયરબડ્સ ઈ-કોમર્સ સાઇટ એમેઝોન પરથી ખરીદી શકો છો.

    pTron Bassbuds Jade, Bassbuds Lite v2, Bassbuds Duo v’21, Basspords ANC 992ના ફીચર્સ
    Bassbuds Jadeમાં 300mAhની બેટરી ચાર્જિંગ કેસમાં લગાવવામાં આવી છે. 60msની અલ્ટ્રી-લો લેટેંસીની સાથે બડ્સ 40 કલાક સુધીનો પ્લેટાઇમ પ્રદાન કરશે. આ માર્કેટમાં ઉપલબ્ધ સૌથી સસ્તા ગેમિંગ ઇયરફોન છે. કંપનીનો દાવો છે કે આ હાઈ-એન્ડ ગેમિંગ ફંક્શન અને સ્લીક ડિઝાઈન સાથે આવે છે. તેનું વજન લગભગ 4 ગ્રામ છે.

    આ પણ વાંચોઃ-ભારતમાં કોમ્પેક્ટ SUV Citroen C3 થઈ લોન્ચ, હ્યૂન્ડાઈ, કિયા સોનેટ, ટાટા નેક્સન સાથે થશે સીધી ટક્કર

    Bassbuds Lite v2 ઈયરબડ્સની વધુ એક સ્ટાઇલીશ જોડી છે. કંપનીનો દાવો છે કે ઇયરબડ્સ સુપર-કોમ્પેક્ટ 400mAh ચાર્જિંગ કેસની સાથે 20 કલાક સુધી મ્યૂઝિક, એન્ટરટેનમેન્ટ અને ટોકટાઈમ પ્રદાન કરશે.

    આ પણ વાંચોઃ-Appleનો ભારત તરફ ક્રેઝ વધ્યો, iPhone સિરીઝના પ્રિઓર્ડર અને વેચાણની રજ રજની માહિતી

    Bassbuds Duo v’21 ઇયરબડ્સની સૌથી સસ્તી જોડી છે જેને કંપની એ લોન્ચ કરી છે. તેની કિંમત રૂ. 999 છે. પરંતુ તેમાં ઈમર્સિવ સ્ટીરિયો સાઉન્ડની સાથે ડીપ રેઝોનેન્ટ બાસ અને IPX4 રેઝિસ્ટેન્સ છે.
    Published by:ankit patel
    First published: