ન્યૂઝ18 ગુજરાતી: આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ્સમાંથી એક છે. એવા ઘણા કામ છે જે આધાર કાર્ડ વગર થઇ શકે નહીં. આવામાં જો આધાર કાર્ડ ખોવાઇ જાય તો મુશ્કેલી વધી જાય છે. સાથે જ તો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પણ ન હોય તો વધુ મુશ્કેલી પડી શકે છે. પરંતુ હવે આની માટે તમારા ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી રીત બતાવીશું જેનાથી જો તમારી પાસે રજિસ્ટર્ડ નંબર નહીં હોય તો પણ તમે તમારું આધાર કાર્ડ મેળવી શકશો. જો કે, આધાર કાર્ડને રિપ્રિન્ટ કરવા માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
- સૌથી પહેલાં UIDAIની ઓફિસિયલ વેબસાઇટ www.uidai.gov.in પર જવાનું રહેશે.
- એ પછી વેબસાઇટના હોમપેજ પર આપવામાં આવેલા Get Aadhaar વાળા સેક્શનમાં દેખાઇ રહેલાં આધાર રિપ્રિન્ટ ઓપ્શનમાં આપવામાં આવેલા Order Aadhaar Reprint (Pilot Basis) પર ક્લિક કરો.
- આવું કર્યા બાદ તમારે આધાર નંબર, સિક્યોરિટી કોડ અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. અહીં તમને બે વિકલ્પ મળશે. જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો Do Not Have Registered Mobile Number પર ક્લિક કરો. અહીં તમારે તમારું નોન રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાંખવાનું રહેશે અને પછી સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે.
- સેન્ડ OTP પર ક્લિક કર્યા બાદ તમારા નોન રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. જે તમારે OTP બોક્સમાં નાંખવાનું રહેશે.
- ઓટીપી નાંખ્યા બાદ આધાર કાર્ડનું પ્રિવ્યૂ દેખાશે. જેમાં તમને જન્મ તારીખ અને સરનામું જેવી માહિતી બતાવવામાં આવશે. જો તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા લોગિન નહીં કર્યું હોય તો તમને ઓટીપી નાંખ્યા બાદ આધાર કાર્ડનું પ્રિવ્યૂ નહીં બતાવે.
- જે બાદ તમારે મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને 50 રૂપિયાનું પેમેન્ટ ડેબિટ, ક્રેડિટ, ઇન્ટનેટ બેંકિંગ અથવા પછી યુપીઆઇ દ્વારા કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ આધાર કાર્ડ આપવામાં આવેલા સરનામા પર પહોંચી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર