Home /News /tech /

બે મહિના માટે આ રીતે મેળવો Jio પોસ્ટપેડની ફ્રી સર્વિસ

બે મહિના માટે આ રીતે મેળવો Jio પોસ્ટપેડની ફ્રી સર્વિસ

પ્રતિકાત્મક તસવીર

    રિલાયન્સ જીયોએ આઈસીઆઈસીઆઈ બેંક સાથે ભાગીદારી કરી છે, જેમાં જીયોના પોસ્ટપેઇડ ગ્રાહકોને બે મહિના માટે ફ્રી સેવા મેળવશે. આ ઓફર મુજબ, જીયો પોસ્ટપેડ ગ્રાહક આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા ઓટો પે વિકલ્પ પસંદ કરશે, તેમને બે મહિનાની ફ્રી જિયો સર્વિસ મળશે. જો કે, આ ઓફર આઇસીઆઇસીઆઇ બેન્કના ડેબિટ કાર્ડ પર ઉપલબ્ધ નથી.

    આ ઓફરનો લાભ લેવા માટે, જીયો સબ્સ્ક્રાઇબરને 6 મહિના માટે ચૂકવણી કરવી પડશે, ત્યારબાદ બેંક સાતમા મહિનામાં આવતા બિલની વસૂલાતની ચુકવણી કરશે. રિપોર્ટ મુજબ, જો યુઝર્સ એક સમયે 12 મહિના ચૂકવે છે, તો જીયો અને આઇસીઆઇસીઆઇ યુઝર્સના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં કેશબૅક મોકલશે.

    જો તમે આ ઓફરનો લાભ મેળવવા માંગો છો, તો પહેલા માય જિઓ એપ્લિકેશન ખોલો અને પછી JioPayને પસંદ કરો. આ પછી તમારે Jio Auto Pay પસંદ કરવાનું રહેશે અને પછી "ક્રેડિટ કાર્ડ" ને સિલેક્ટ કરો. આ રજિસ્ટ્રેશન બાદ તમે એપ્લિકેશન પર કન્ફર્મ જોવા મળશે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે વ્યક્તિને દર મહિને 199 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

    હવે જીયો પોસ્ટપેડના નવા ગ્રાહકો સસ્તા ભાવે આઇએસડીને કૉલ પણ કરી શકે છે. આ ઉપરાંત, પોસ્ટપેડ ગ્રાહકોને જીઓની તમામ એપ્સ જેવી કે, જિયો ટીવી, જીયો મ્યૂઝિક, જીયો પે, નો ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ICICI, Jio, ક્રેડિટ કાર્ડ, રિલાયન્સ

    આગામી સમાચાર