રૂ. 55,900માં મળી રહ્યો છે iPhone 13, ફટાફટ ઉઠાવો આ બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ

આઈફોન 13

Best offer on iPhone 13 series: ભારતમાં દરેક સીરિઝની જેમાં આઇફોન 13 સીરિઝ પણ અનેક ગ્રાહકો માટે ખરીદવી ખૂબ મોંઘી સાબિત થઇ છે. પરંતુ હવે તમારું આઇફોન 13 ખરીદવાનું સપનું સાકાર થઇ શકે છે.

  • Share this:
મુંબઈ: એપલે (Apple) આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની લેસેસ્ટ આઇફોન સીરિઝ (Latest iPhone Series) iPhone 13 અંતર્ગત 4 નવા વેરિઅન્ટ આઇફોન 13 (iPhone 13), આઇફોન 13 મીની (iPhone 13 Mini), આઇફોન 13 પ્રો (iPhone 13 Pro) અને આઇફોન 13 પ્રો મેક્સ (iPhone 13 Pro Mak) લોન્ચ કર્યા હતા. ભારતમાં દરેક સીરિઝની જેમાં આઇફોન 13 સીરિઝ પણ અનેક ગ્રાહકો માટે ખરીદવી ખૂબ મોંઘી સાબિત થઇ છે. પરંતુ હવે તમારું આઇફોન 13 ખરીદવાનું સપનું સાકાર થઇ શકે છે. કારણ કે અમુક ઓફર્સ (Latest Offers on iPhone 13)ના કારણે આઇફોન 13 હાલ રૂ. 79,900ની બદલે માત્ર રૂ. 55,900માં ઉપલબ્ધ છે.

24,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

જો ખરીદનાર એક જ સમયે તમામ ડિસ્કાઉન્ટ (Big Discount)નો લાભ લે છે, તો લેટેસ્ટ વેનીલા આઇફોનની કિંમતમાં આ એક સીધો રૂ. 24,000નો ઘટાડો છે. તો ચાલો નજર કરીએ આ શાનદાર ઓફર્સ (iPhone 13 Offers) પર.

એપલ ઓથોરાઇઝ્ડ રીસેલર ઇન્ડિયા સ્ટોર આઇફોન 13 પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ફોનને તમને રૂ. 55,900માં તમારી ઘરે લાવી શકો છો. જેમાં સ્ટોર પર HDFC બેંક કાર્ડ્સ પર ગ્રાહકોને 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ઈએમઆઈ પર પણ મળશે. આ ડિસ્કાઉન્ટ બાદ ફોનની કિંમત રૂ. 73,900 થઈ જશે.

આ પણ વાંચો: વાઈ-ફાઈમાં નવી ટેક્નોલોજી, હવે ડિવાઈસ 1 કિલોમીટર સુધીની રેન્જ પકડી શકશે!

એક્સચેન્જ ઑફર 

સાથે જ જો તમારી પાસે ટ્રેડ ઈન માટે જૂનો આઇફોન છે, તો રિસેલર તમને એક્સચેન્જ ઓફર અંતર્ગત વધારાનું રૂ.18,000નું ડિસ્કાઉન્ટ આપશે. જે બાદ ફોનની કિંમત સીધી રૂ. 55,900 થઇ જશે. આ જ રીતે આઇફોન 13 મિનીની કિંમત રૂ. 45,900 સુધી આવી જશે. જ્યારે આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સની કિંમત અનુક્રમે રૂ. 96,900 અને રૂ. 1,06,900 થઇ જશે.

આ પણ વાંચો: WhatsApp પર આવ્યું Voice રેકોર્ડિંગ સાથે જોડાયેલું નવું ફીચર, જાણો યૂઝર્સને શું ફાયદો થશે

iPhone 13 સીરિઝના ફીચર્સ

Apple દ્વારા આઇફોન 13 સીરિઝ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. iPhone 13 સીરિઝમાં iPhone 13 Pro અને iPhone 13 Pro Max એપલની A15 બાયોનિક ચિપ અને 120Hz ડિસ્પ્લે સાથે આવે છે. આ ઉપરાંત iPhone 13 સીરિઝ અનેક નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમ કે વીડિયો રેકોર્ડિંગ માટે સિનેમેટિક મોડ, વધુ અપડેટેડ કેમેરા અને અન્ય નવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
First published: