iPhone 12 પર આ રીતે મેળવો અત્યારસુધીની સૌથી મોટી છૂટ, ઑફર ફક્ત ત્રીજી નવેમ્બર સુધી જ

આઈફોન પર ખાસ ઑફર

Flipkart Big Diwali Sale 2021: ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં Apple iPhone 12 માત્ર 49,999 રૂપિયામાં મળી રહ્યો છે. જે અગાઉના સેલમાં 53,999 રૂપિયામાં મળતો હતો.

  • Share this:
મુંબઈ: દિવાળીના તહેવાર (Diwali 2021 Festival) પર દરેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ તેના કસ્ટમર્સને પ્રોડક્ટ્સ પર ડિલ્સ અને ડિસ્કાઉન્ટ આપે છે. ત્યારે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટનો દિવાળી સેલ (Flipkart Big Diwali Sale 2021) પણ 27 ઓક્ટોબરની રાત્રે શરૂ થઈ ગયો છે. જે આગામી 3 નવેમ્બરની રાત્રે 12 સુધી ચાલશે. આ સેલ દરમિયાન ગ્રાહકોને સસ્તામાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી, હોમ એપ્લાયન્સિસ ખરીદવાની તક મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ સેલ દરમિયાન તમે iPhone 12ને અત્યારસુધીના સૌથી મોટા ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકો છો. જો તમે છેલ્લા સેલમાં iPhone-12 ન ખરીદી શક્યા હોય, તો હવે તમને ફરીથી આ સ્માર્ટફોન ખરીદવાની તક મળી રહી છે.

કેટલામાં મળી રહ્યો છે iPhone 12?

ફ્લિપકાર્ટના દિવાળી સેલમાં Apple iPhone 12 માત્ર 49,999 રૂપિયામાં મળી રહ્યો છે. જે અગાઉના સેલમાં 53,999 રૂપિયામાં મળતો હતો. જ્યારે iPhone 12 mini ગત સેલમાં 42,099 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે તેના પર વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલું જ નહીં તમે તમારો જૂનો ફોન પણ એક્સચેન્જ કરી શકો છો.

SBI કાર્ડ્સ પર 10% ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં મોબાઇલ, ટીવી પર અનેક ડિસ્કાઉન્ટ અને ઇએમઆઇ (EMI)ના વિકલ્પ મળી રહ્યા છે. જ્યારે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards) પર ગ્રાહકોને 10 ટકા બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ આ સેલમાં સ્માર્ટફોન પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં શાઓમી(Xiaomi), એપલ (Apple) અને રીયલમી (Realme) જેવી કંપનીઓના મોબાઇલ પર દમદાર ઓફર્સ (Offers) ગ્રાહકોને મળી રહી છે.

આ પણ વાંચો: iPhone 13 સિરીઝ, iPad, iPad mini માટે Belkinની નવી એસેસરીઝ લોન્ચ, જાણો કિંમત અને અન્ય માહિતી

Oppo અને Google ફોન પર ડિસ્કાઉન્ટ

Flipkart દિવાળી સેલમાં ઓપ્પો રેનો 6 5G (Oppo Reno 6 5G) પર 16 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગ્રાહક આ સ્માર્ટફોનને 29,990 રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકે છે. જ્યારે ગૂગલ પિક્સલ (Google Pixel 4a) આ સેલ દરમિયાન 31,999 રૂપિયાને બદલે 29,999 રૂપિયામાં મળી રહ્યો છે.

આ પણ વાંચો: શાઓમીએ ગ્રાહકો માટે શરૂ કરી ‘દિવાલી વિથ MI’ ઑફર, ઓફલાઇન ખરીદી કરવા પર મળશે શાનદાર ડિસ્કાઉન્ટ

Realme Narzo 50A અને Poco X3 Pro

આ સેલમાં ફ્લિપકાર્ટ પર Realme Narzo 50A તમને 10000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યો છે. આ ફોન MediaTek Helio G85 પ્રોસેસર સાથે આવે છે. આ સિવાય Poco X3 Pro પણ તમને 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે.
First published: