29,000થી પણ ઓછી કિંમતે મળી રહ્યો છે iPhone, ઑફર ફક્ત 21 નવેમ્બર સુધી જ

આઇફોન 12 મિની (ફાઇલ તસવીર)

Flipkart Mobile Bonanza: આ ઑફર હેઠળ તમે iPhone 12 mini ફક્ત 28,749 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ ઑફર વિશે વિસ્તારથી જાણીએ.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે કોઈ સારી ઑફર પર આઈફોનની ખરીદી કરવા માંગો છો તો તમારા માટે સારો મોકો છે. હાલ તમારા માટે એક સારી ઑફર ચાલી રહી છે. ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝામાં (Flipkart Mobile Bonanza) અનેક સ્માર્ટફોન પર હાલ ઑફર ચાલી રહી છે. 17 નવેમ્બરથી શરૂ થયેલી આ ઑફર 21મી નવેમ્બર સુધી ચાલશે. આ ઑફર હેઠળ તમે iPhone 12 mini ફક્ત 28,749 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ ઑફર વિશે વિસ્તારથી જાણીએ.

    આઈફોન 12 મિની (iPhone 12 mini) ફ્લિપકાર્ટ પર 44,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. મોબાઇલ બોનાન્ઝા હેઠળ તમને આ સ્માર્ટફોન પર 14,250 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર મળે છે. આ ઉપરાંત ફોન પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ બંને ઑફરનો લાભ ઉઠાવીને તમે આ સ્માર્ટફોનને 44,999 રૂપિયાને બદલે 28,749 રૂપિયામાં ખરીદી શકો છો. જો અન્ય ઑફરની વાત કરીએ તો Axis બેંક તરફથી 15 ટકાનું કેશબેક મળે છે. સૌથી સારી વાત એ પણ છે કે તમે આ ડિવાઇસને 1,538 રૂપિયા પ્રતિ મહિનાના નો-કૉસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.

    iPhone 12 Mini ફીચર્સ

    Apple iPhone 12 Miniના ફીચર્સની વાત કરીએ તો તેમાં 5.4-ઇંચનું સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. IPhone 12 Miniમાં ડ્યુઅલ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં નેનો અને ઈ-સિમનો ઉપયોગ કરી શકાય છે. આ ફોન iOS 14 સોફ્ટવેર પર કામ કરે છે. તેમાં A14 બાયોનિક ચિપ છે. આ આઇફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. તેનો પ્રાઈમરી કેમેરો 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ છે. બીજો 12-મેગાપિક્સલનો વિશાળ સેન્સર છે. IPhoneના કેમેરામાં નાઇટ મોડ, ડીપ ફ્યુઝન, સ્માર્ટ HDR 3, 4K નાઇટ મોડ, 4K Dollby Vision HDR રેકોર્ડિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

    આ પણ વાંચો: વાઈ-ફાઈમાં નવી ટેક્નોલોજી, હવે ડિવાઈસ 1 કિલોમીટર સુધીની રેન્જ પકડી શકશે!

    ફોનના આગળના ભાગમાં 12 મેગાપિક્સલનું ટ્રુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે, જે નાઇટ મોડ અને 4K ડોલ્બી વિઝન HDR માટે સપોર્ટ સાથે આવે છે. આ ફોન IP68 વોટર-રેઝિસ્ટન્ટ ફીચર સાથે આવે છે. આ આઇફોન ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ 64GB, 128GB અને 256GBમાં આવે છે.

    આ પણ વાંચો: ઇચ્છાધારી ફોન! જરૂર પડે તો ઇન્ટરનલ સ્ટોરેજને બનાવી દે છે RAM, જાણો કિંમત અને ફીચર્સ વિશે

    iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર

    આઈફોન રિપેરિંગ (iPhone repair) કરવાનો ખર્ચો વધુ આવતો હોવાની ફરિયાદ ઘણા ગ્રાહકો કરતા હોય છે. જોકે, હવે Apple દ્વારા પોતાનો જ રિપેરિંગ સર્વિસ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત થઈ છે. જેના કારણે આઈફોન 13 (iPhone 13)ને રિપેરિંગ કરવા પાછળ ઓછો ખર્ચ થશે. Apple પર લાંબા સમયથી રિપેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાનું દબાણ હતું. દબાણના પરિણામે જ Appleને હવે સેલ્ફ સર્વિસ રિપેર પ્રોગ્રામ (Apple Self service repair program) શરૂ કરવો પડ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: