13 ઓકટોબરથી ચેન્જ કરી લો ગાડીની નંબર પ્લેટ, નહીંતર જવું પડી શકે છે જેલ

News18 Gujarati
Updated: October 8, 2018, 11:20 AM IST
13 ઓકટોબરથી ચેન્જ કરી લો ગાડીની નંબર પ્લેટ, નહીંતર જવું પડી શકે છે જેલ
રાજ્ય પરિવહન વિભાગે હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કાર્યવાહી કરવાની યોજના બનાવી છે.

RTO તરફથી 13 વિશેષ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેના પર નંબર પ્લેટ લગાવવામાં આવશે. નવી નંબર પ્લેટ મેળવવાની પ્રક્રિયા ઑક્ટોબર 2 થી ઓનલાઇન શરૂ કરવામાં આવશે.

  • Share this:
ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર ઉપયોગ કરનારા દિલ્લીવાસી માટે નિયમોમાં ફેરફાર થયો છે. જો તમારી કારમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ નથી, તો સાવધાન થઇ જાઓ અને શક્ય તેટલી ઝડપથી લગાવી લો. આરટીઓના અહેવાલ મુજબ, રાજ્ય પરિવહન વિભાગે હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કાર્યવાહી કરવાની યોજના બનાવી છે.

પરિવહન વિભાગે આ માટે 13 ઓક્ટોબરની સમયસીમા નક્કી કરી છે. આ બાદ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ મળી નહીં તો પેનલ્ટી તરીકે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે, અથવા વાહન માલિકને પણ ત્રણ મહિનાની જેલ થઇ શકે છે.

આ ગાડીયોમાં પહેલેથી જ હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવેલી છે. જ્યારે જૂની ગાડીઓમાં, આ નંબર પ્લેટ નથી.

ડિપાર્ટમેન્ટે જણાવ્યુ કે, આશરે 40 લાખ વાહનો છે જેની પાસે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ નથી. આમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર બન્ને વાહન સામેલ છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે નંબર પ્લેટ બદલવાની પ્રક્રિયા 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે 13 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે જ્યા નવી પ્લેટ લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે લોકોને આના વિશે જાગૃત કરવા માટે એક ઝુંબેશ પણ ચલાવવામાં આવશે, જેની જાહેરાતો આપવામાં આવશે.

2012માં, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તે જ વર્ષે 15 મી જૂન પહેલાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ પ્લેટો લગાવવાનો આદેશ આપ્યો હતો. દિલ્લીમાં એપ્રિલ 2012માં, હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ.અધિકારીએ વધુમાં કહ્યું કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કેન્દ્રો પર ભીડ ઘટાડવા માટે તેને ઑનલાઇન બનાવવાનું આયોજન કર્યું છે. આ માટે, એક સોફ્ટવેર ડેવલોપ કરવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં કામ કરશે અને લોકો તેના દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

નવી નંબર પ્લેટ કેવી રીતે મેળવી શકો
આના માટે, RTO દ્વારા 13 વિશેષ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જેના પર નંબર પ્લેટ લગાવવાની કાર્યવાહી હાથ ધરાશે. નવી નંબર પ્લેટ મેળવવાની પ્રક્રિયા ઑક્ટોબર 2 થી ઑનલાઇન લોન્ચ કરવામાં આવશે. તમારે ઓનલાઈન લિંક ખોલવી પડશે અને લિંકમાં તમારા વાહનની નોંધણી નંબર દાખલ કરવો પડશે અને પછી ફી ચૂકવવી પડશે. ત્યાર બાદ તમને ચોક્કસ તારીખ અને સમય આપવામાં આવશે, જેમાં તમારે કેન્દ્ર પર જવું પડશે અને નંબર પ્લેટ મૂકવી પડશે. કેટલાક અહેવાલો અનુસાર, ટુ-વ્હીલર નંબર પ્લેટની કિંમત 67 રૂપિયા છે અને ફોર વ્હીલર માટે તમારે 213 રૂપિયા ચૂકવવા પડશે.
First published: October 8, 2018
વધુ વાંચો
अगली ख़बर