Home /News /tech /Disney+ Hotstar: ડિઝની+ હોટસ્ટાર યૂઝર્સને રૂ. 49માં આપી રહ્યું છે માસિક સબ્સ્ક્રિપ્શન, જાણો વિગત
Disney+ Hotstar: ડિઝની+ હોટસ્ટાર યૂઝર્સને રૂ. 49માં આપી રહ્યું છે માસિક સબ્સ્ક્રિપ્શન, જાણો વિગત
ડિઝની+ હોટસ્ટાર પ્લાન
Disney+ hotstar plans: ડિઝની+ હોટસ્ટારે તેના યૂઝર્સ સપોર્ટ પર લખ્યું છે કે તેઓ અમુક પસંદ કરાયેલા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે રૂ. 49ના મોબાઇલ પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે.
નવી દિલ્હી: સ્ટ્રીમિંગ જાયન્ટ ડિઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) ફરી એક નવી ઓફર (New Offers) લાવ્યું છે. ડિઝની+ હોટસ્ટાર તેના અમુક ખાસ એન્ડ્રોઇડ યૂઝર્સ (Special Android Users) માટે નવા માસિક મોબાઇલ પ્લાનનું ટેસ્ટિંગ (Plan Testing) કરી રહ્યું છે. અમુક ખાસ પેમેન્ટ મેથડ માટે યૂઝર્સને મોબાઇલ પ્લાન રૂ. 49માં (Disney+ Hotstar RS.49 Plan) મળશે. આ પ્લાન એડ-સપોર્ટેડ છે અને સબ્સ્ક્રાઇબર્સને સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર સંપૂર્ણ Disney+ Hotstar કેટલોગની ઍક્સેસ મળશે. જોકે, યૂઝર્સ એક સમયે માત્ર એક જ ડિવાઇસમાં લોગ ઇન કરી શકશે. યૂઝર્સને 720p HD વીડિયો રીઝોલ્યુશન અને સ્ટીરિયો ઓડિયો ફોર્મેટની ઍક્સેસ મળશે.
ડિઝની+ હોટસ્ટારે તેના યૂઝર્સ સપોર્ટ પર લખ્યું છે કે તેઓ અમુક પસંદ કરાયેલા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે રૂ. 49ના મોબાઇલ પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. જ્યારે અન્ય ડિઝની+ હોટસ્ટાર પ્લાન વાર્ષિક ધોરણે ઉપલબ્ધ છે, ત્યારે ડિઝની+ હોટસ્ટાર યુઝર્સ માટે આ પ્રથમ માસિક પ્લાન છે, જેનું યૂઝર્સ માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ રીતે મેળવો ફાયદો
ડિઝની+ હોટસ્ટાર પર સૌપ્રથમ પ્લાન જોનારા કેટલાક એન્ડ્રોઇડ યૂઝર્સે Reddit પર પ્લાનની વિગતો આપતા સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જો યૂઝર્સ કાર્ડ, Paytm, PhonePe અથવા UPI દ્વારા ચૂકવણી કરે છે, તો Disney+ Hotstar કથિત રીતે રૂ. 49 માટે રૂ. 99ની પ્રારંભિક ઓફર આપી રહ્યું છે.
મોબાઇલ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ડિઝની+ હોટસ્ટાર તેના મોબાઇલ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જેમાં 6-મહિનાનું સબ્સ્ક્રિપ્શન મળશે. જો 6 મહિના માટે રીચાર્જ કરવામાં આવે તો રૂ. 299 પ્રતિ માસવાળો પ્લાન પ્રતિ માસ રૂ. 199માં મળશે. આ વર્ષની શરૂઆતમાં સપ્ટેમ્બરમાં Disney+ Hotstarએ નવા સબસ્ક્રિપ્શન પેકની જાહેરાત કરી હતી. જે 1 સપ્ટેમ્બરના રોજ લાઇવ થઈ હતી.
ત્રણ નવા પ્લાન
Disney+ Hotstar ત્રણ નવા પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં રૂ. 499 પ્રતિ વર્ષ, સુપર રૂ. 899 પ્રતિ વર્ષ અને પ્રીમિયમ રૂ. 1499 પ્રતિ વર્ષનો પ્લાન સામેલ છે. જોકે પ્રીમિયમ યૂઝર્સ માટે સુવિધામાં કોઇ વધુ ફેરફાર નહીં થાય. તેઓ 4k વીડિયો ક્વોલિટીમાં 4 ડિવાઇસમાં શો નિહાળી શકશે. સુપર યુઝર્સને 2 ડિવાઇસમાં HD વિડીયો ક્વોલિટીમાં શો નિહાળવાની સુવિધા મળશે. બેઝિક પ્લાનની કિંમત 499 રૂપિયા હશે અને તે 1 મોબાઈલ ડિવાઇસ સુધી મર્યાદિત રહેશે.
નેટફ્લિક્સ પ્લાન
આ મહિનાની શરૂઆતમાં નેટફ્લિક્સે તેના સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. જે હવે રૂ. 149થી શરૂ થશે. સ્ટ્રીમિંગ સર્વિસે અન્ય સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં પણ 60 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 2016થી ભારતમાં નેટફ્લિક્સ શરૂ થયું ત્યારથી આ પહેલીવાર છે, જ્યારે નેટફ્લિક્સે તેના સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
Netflix મોબાઈલ પ્લાન હવે 199 રૂપિયાથી શરૂ થાય છે. મોબાઇલ પ્લાન યુઝર્સને 480p પર ફોન અને ટેબ્લેટ પર વીડિયોઝ સ્ટ્રીમ કરવાની સુવિધા આપે છે. યૂઝર્સને રૂ.199ના પ્લાનમાં એક સમયે એક જ મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટર અથવા ટેલિવિઝન સ્ક્રીન પર વીડિયો સ્ટ્રીમ કરવાની સુવિધા મળશે. જ્યારે યૂઝર્સને હાઇ ડેફિનેશન સ્ટ્રીમિંગ માટે સ્ટાન્ડર્ડ સબસ્ક્રિપ્શન પ્લાન હવે રૂ. 499માં મળશે. નેટફ્લિક્સનો પ્રીમીયમ પ્લાન રૂ. 649માં ઉપલબ્ધ બનશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર