BasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને ટોચની કક્ષાના માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો

News18 Gujarati
Updated: September 15, 2020, 9:06 PM IST
BasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને ટોચની કક્ષાના માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થીઓને હવે તેમના મનમાં ઉભા થતા કોઈ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે કે પછી તેમને કોઇ વિષય ના સમજાયો હોય તો ફરી સમજવા માટે રાહ જોવાની જરૂર નથી. ચેટ અથવા ફોન કૉલ જેવા માધ્યમો દ્વારા શિક્ષકોનો સંપર્ક કરવાની તૈયાર વ્યવસ્થા અને અમર્યાદિત સંખ્યામાં તેમના પ્રશ્નો ઉકેલવા માટેની સવલતના કારણે, વિદ્યાર્થીઓને પોતે પ્રશ્નો પૂછવા માટે, પરામર્શ કરવા માટે અને વધુ કાર્યદક્ષતા સાથે અભ્યાસ કરવા માટે પોતે સક્ષમ હોય તેવું મનોમન લાગે છે.

  • Share this:

તમે ભલે કોઇપણ સ્કૂલ, અભ્યાસક્રમ અથવા શૈક્ષણિક પ્રોગ્રામ અનુસરી રહ્યાં હોવ, કોઇપણ વિદ્યાર્થીને જો વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવે તો તે વધુ સારું પરફોર્મન્સ આપી શકે છે. છતાં પણ, મોટા સ્વરૂપમાં જોઈએ તો, ક્લાસરૂમમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપવું હંમેશા શક્ય નથી. તેના પરિણામે એક દુઃખદ વાસ્તવિકતા એ છે કે, જેઓ જટીલ મુદ્દા સમજવામાં સંઘર્ષ કરી રહ્યાં હોય તેવા કેટલાક વિદ્યાર્થીઓ બીજાની તુલનાએ પાછળ રહી જાય છે. છતાં પણ, મહામારીનો આ તબક્કો સાબિત કરી રહ્યો છે કે, -લર્નિંગની સુવિધા અલગ અલગ ઉંમરના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે અને એકંદરે જોવામાં આવે તો શિક્ષણનું ભાવિ પણ છે.


એપ્ટિટ્યુડ બેઝ્ડ પર્સનલાઇઝ્ડ (વ્યક્તિગત) પ્લેટફોર્મ BasicFirst -લર્નિંગમાં તેમના અનન્ય અભિગમ સાથે અગ્રેસર છે. તેના કારણે વિદ્યાર્થીઓને પર્સનલાઇઝ્ડ અભ્યાસક્રમ મળે છે અને દેશના ટોચના IIT તેમજ IIM સાથે જોડાયેલા કેટલાક સૌથી વધુ અનુભવી શિક્ષકો, માર્ગદર્શકો અને કોચ સુધી તેઓ પહોંચી શકે છે. તમારે IIT માટે કસ્ટમાઇઝ્ડ વિકલ્પોની જરૂર હોય, મેડિકલ કોર્સની જરૂર હોય કે પછી વિવિધ રાજ્યોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જેવી કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદની જરૂર હોય, આ તમામ સ્થિતિમાં BasicFirst યોગ્ય વિદ્યાર્થી અને શિક્ષકોને એકબીજાની સાથે લાવે છે જેથી શક્ય હોય તેવું શ્રેષ્ઠ પરિણામ આવી શકે.


વિદ્યાર્થીઓને હવે તેમના મનમાં ઉભા થતા કોઈ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે કે પછી તેમને કોઇ વિષય ના સમજાયો હોય તો ફરી સમજવા માટે રાહ જોવાની જરૂર નથી. ચેટ અથવા ફોન કૉલ જેવા માધ્યમો દ્વારા શિક્ષકોનો સંપર્ક કરવાની તૈયાર વ્યવસ્થા અને અમર્યાદિત સંખ્યામાં તેમના પ્રશ્નો ઉકેલવા માટેની સવલતના કારણે, વિદ્યાર્થીઓને પોતે પ્રશ્નો પૂછવા માટે, પરામર્શ કરવા માટે અને વધુ કાર્યદક્ષતા સાથે અભ્યાસ કરવા માટે પોતે સક્ષમ હોય તેવું મનોમન લાગે છે. દરેક વિદ્યાર્થીએ માત્ર BasicFirstના પોર્ટલ પર લોગીન કરવાનું છે અને 'Ask Responseવિભાગ પસંદ કરીને તમારો પ્રશ્ન સબમિટ કરવાનો છે. બસ, ટૂંક સમયમાં જ પ્રોફેસર તમને કૉલ કરશે અને તમારી પ્રશ્નનો સામ-સામે વાત કરીને જવાબ આપશે.પ્રતિકાત્મક તસવીર

આ પ્રકારે વ્યક્તિગત રીતે ધ્યાન આપીને અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કાળજી રાખવાથી BasicFirstને-લર્નિંગ માટે બજારમાં ઉપલબ્ધ અન્ય પ્રોગ્રામની તુલનાએ અલગ ઓળખ મળી છે. વાત જ્યારે શિક્ષણ અને ઇ-લર્નિંગને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવું અને આનંદદાયક બનાવવાની હોય ત્યારે, આના કરતાં સારું બીજે ક્યાંય મળી શકે નહીં.


કોઈપણ વિદ્યાર્થી પાછળ ના રહેવો/રહેવી જોઈએ તેવી નીતિ સાથે, આ પ્રોગ્રામના લક્ષ્ય કેન્દ્રિત અભિગમ દ્વારા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમનું આયોજન કરી શકે છે અને તેને અપનાવી શકે છે તેમજ પોતાની શક્તિની અનુકૂળ હોય તે પ્રકારે અભ્યાસ કરી વધુ કાર્યદક્ષતા સાથે ભણી શકે છે. માર્ગદર્શન સાથેના અભ્યાસક્રમની સામગ્રીના કારણે વધુ પડકારરૂપ મુદ્દા પણ નાના-નાના ભાગોમાં વિભાજિત કરવાથી સમજવા માટે સરળ બની જાય છે અને વધુ સારી રીતે યાદ રાખી શકાય છે.

ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, વિજ્ઞાન, ભૂગોળ, વાણિજ્ય અને વધુ, આ બધાના અભ્યાસમાં ફ્રી વિકિ(Wiki) મળે છે. આની મદદથી વિદ્યાર્થીઓ બહેતર સમજણ માટે સરળતાથી સંદર્ભ નોંધો બનાવી શકે છે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે. આ ઉપરાંત, ફ્રી બુક સોલ્યુશન SWOT (સ્ટ્રેન્થ, વિકનેસ, ઓપર્ચ્યુનિટી અને થ્રીટ્સ) એનાલિસિસ તેમજ 750થી વધુ પ્રિ અને પોસ્ટ એસેસમેન્ટ, મોકઅપ અને ટેસ્ટની મદદથી તમે સંપૂર્ણપણે તમારી ફાઇનલ ટેસ્ટ અને પરીક્ષાઓ માટે તૈયારીઓ કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર

પરંતુ કદાચ, આમાં સૌથી વધુ મહત્વપૂર્ણ પ્લસ પોઈન્ટ્સ એ છે કે, શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક કૅલેન્ડરનું આયોજન કરી શકે છે. ક્લાસ પોતાની ગતિ અનુસાર ચાલે છે અને અવાસ્તવિક એટલે કે, વ્યવહારુ ના હોય તેવા શૈક્ષણિક શેડ્યૂલનો સામનો કરવાનો કોઈ જ પ્રકારનો તણાવ કે દબાણ હોતું નથી. અભ્યાસક્રમની સામગ્રીને બરાબર બહાર લાવવા માટે પ્રિ અને પોસ્ટ એસેસમેન્ટથી મદદ મળી રહે છે જ્યારે નિયમિત SWOT એનાલિસિસ અને વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી ટેક્સ્ટ બુકથી સુનિશ્ચિત થાય છે કે તમે યોગ્ય માર્ગે આગળ વધો અને સતત નવું શીખવાની ઝંખના રહે. આ ઉપરાંત, BasicFirst એ પણ સુનિશ્ચિત કરે છે કે, વિદ્યાર્થીઓ ગમે ત્યાં હોય તો પણ વર્ચ્યુઅલ માધ્યમથી અભ્યાસ કરી શકે. અભ્યાસક્રમની સામગ્રી ઑનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ એપની મદદથી તે ડાઉનલોડ પણ કરી શકાય છે. તેના કારણે ભવિષ્યમાં તે સામગ્રી વાંચવાનું અને ચોવીસ કલાકમાં ગમે ત્યારે અભ્યાસ કરવાનું ખૂબ સરળ થઇ જાય છે.


વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા માતા-પિતા ભલે ગમે તે વિસ્તારમાં રહેતા હોય, તેનાથી કોઇ જ અવરોધો આવતા નથી. સહધ્યાયીઓમાં ચર્ચા માટેની સક્રિય ચેનલની મદદથી વિદ્યાર્થીઓને, પોતે વર્ગમાં વિદ્યાર્થીઓના એક ગ્રૂહનો હિસ્સો હોવાનો અહેસાસ થાય છે અને વ્યક્તિગત અભ્યાસના તમામ લાભો તેમને મળે છે.


દેશમાં કેટલાક સૌથી શ્રેષ્ઠ મટિરિયલના આધારે તૈયાર કરવામાં આવેલી અભ્યાસ સામગ્રી અને કોર્સવર્કની મદદથી Basic Firstનું વિદ્યાર્થીઓને જોડી રાખતું અને ઇન્ટરએક્ટિવ અભ્યાસ મોડલ યુવા પેઢીઓના ભવિષ્યનો માર્ગ ખૂબ જ સરળતા સાથે તૈયાર કરી આપે છે.


તમારા માટે એકદમ યોગ્ય હોય તેવા BasicFirts અભ્યાસક્રમ વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.


આ ભાગીદારી વાળી પોસ્ટ છે.

Published by: Chaitali Shukla
First published: September 15, 2020, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading