Home /News /tech /Instagram પર બ્લૂ ટિક જોઈએ? આ સરળ પ્રોસેસથી તમારું અકાઉન્ટ થઈ શકે છે વેરિફાઇડ

Instagram પર બ્લૂ ટિક જોઈએ? આ સરળ પ્રોસેસથી તમારું અકાઉન્ટ થઈ શકે છે વેરિફાઇડ

ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઇડ (Instagram account verified) થવાની પ્રોસેસ બહુ સરળ છે.

Blue Tick on Instagram: ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઇડ (Instagram account verified) થવાની પ્રોસેસ બહુ સરળ છે. આ માટે યુઝર્સે રિક્વેસ્ટ મોકલવાની હોય છે. અકાઉન્ટ વેરિફાઈ થયા બાદ કંપની દ્વારા બ્લૂ ટિક આપવામાં આવે છે.

Blue Tick on Instagram: આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવો સહારો છે જેના માધ્યમથી તમે પોતાના મનની વાત દુનિયાની સામે મૂકી શકો છો. લોકો ઇચ્છે છે કે તેઓ દુનિયામાં અલગ દેખાય. જેમ કે, બ્લૂ ટિક (Blue Tick)ની વાત કરીએ તો, ટ્વિટર, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લૂ ટિક વાળા યુઝર્સને એક વિશેષ યોગ્યતા સાથે જોવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ (Instagram)ના મોટાભાગના યુઝર્સ આ એપ પર વેરિફાઇડ થવા ઇચ્છે છે કારણકે, વેરિફાઇડ અકાઉન્ટને અન્ય યુઝર્સ વધુ મહત્વ આપે છે.

ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઇડ (Instagram account verified) થવાની પ્રોસેસ બહુ સરળ છે. આ માટે યુઝર્સે રિક્વેસ્ટ મોકલવાની હોય છે. અકાઉન્ટ વેરિફાઈ થયા બાદ કંપની દ્વારા બ્લૂ ટિક આપવામાં આવે છે. બ્લૂ ટિકના ઘણાં ફાયદા છે. બ્લૂ ટિક મળ્યા બાદ તમે સોશિયલ મીડિયા પર કમાણી વધારી શકો છો. તમે કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરીને કમાણી કરી શકો છો.

આ પણ વાંચો: ફ્રીમાં Netflix નો ઉપયોગ કરવા માગતા હો તો ખૂબ કામ આવશે Airtel ના આ ખાસ પ્લાન

અકાઉન્ટ વેરિફાઈ કરવા માટે શું કરવું?

રિક્વેસ્ટ સાથે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય છે. તેમાં કેટલીક પર્સનલ જાણકારી શેર કરવાની હોય છે. આ તમામ ડોક્યુમેન્ટ્સ અને ઇન્ફોર્મેશનને ઇન્સ્ટાગ્રામ સ્ટડી કરે છે. સ્ટડી દરમિયાન ઇન્સ્ટાગ્રામને જો લાગે કે તમારું અકાઉન્ટ વેરિફાઈ કરવા યોગ્ય છે, તો તે વેરિફાઈ (Verification Badge) કરીને તમારા અકાઉન્ટ પર બ્લૂ ટિક લગાવી દે છે.

બ્લૂ ટિક મેળવવા માટે તમારે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલવું પડશે. અકાઉન્ટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ સૌથી નીચે પ્રોફાઇલ તસ્વીર પર બનેલા આઇકનને ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને તમારો પ્રોફાઇલ ફોટો દેખાવા લાગશે. ફોટોની જમણી બાજુ ત્રણ ડોટ્સ (...) આઇકન પર ક્લિક કરો. અહીં સેટિંગ ઓપ્શન પર ક્લિક કરો.

આ પણ વાંચો: WhatsApp પર જલ્દી આવશે Companion Mode ફીચર, જાણો તે શું છે અને કઈ રીતે ઉપયોગી બનશે

સેટિંગ બાદ અકાઉન્ટ પર ક્લિક કરો અને પછી Request Verification પર ક્લિક કરો. હવે તમારે તમારું પૂરું નામ અને ફોટો ID વગેરે ડોક્યુમેન્ટ્સ અહીં અપલોડ કરવાના રહેશે. સ્ક્રીન પર બતાવવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને માહિતી અપલોડ કરવાનું ચાલુ રાખો. આ રીતે તમે અકાઉન્ટ વેરિફિકેશન માટે રિક્વેસ્ટ કરી શકો છો.

Instagram તમારી અરજી પર તમારા અકાઉન્ટની તપાસ કરશે. તમારા અકાઉન્ટની ઇન્સ્ટાના દરેક ધોરણ પર તપાસ કરવામાં આવશે. તમામ માપદંડો પર ખરા ઉતર્યા પછી જ તમે બ્લૂ ટિક મેળવી શકો છો.

આ બાબતો ધ્યાનમાં રાખો

ધ્યાનમાં રાખો કે બ્લૂ ટિક માટે અરજી કર્યા પછી તમારું અકાઉન્ટ વેરિફાઈ થઈ જાય તેની કોઈ ગેરેંટી નથી. ભલે તમે તેમના તમામ ધોરણો પર ખરા ઉતર્યા હો. ઈન્સ્ટા કોઈપણ સમયે તમારી અરજી રદ કરી શકે છે. એકવાર અકાઉન્ટ વેરિફાઈ થઈ જાય પછી તમે તમારું નામ બદલી શકતા નથી.
First published:

Tags: Gujarati tech news, Instagram, Instagram Account, Mobile and Technology, Tech tips and Tricks