Home /News /tech /Smart TV Offer: ફ્લિપકાર્ટ પર અડધી કિંમતમાં મળી રહ્યું છે 65 ઇંચ મોટું સ્માર્ટ TV, આ રીતે મેળવો લાભ
Smart TV Offer: ફ્લિપકાર્ટ પર અડધી કિંમતમાં મળી રહ્યું છે 65 ઇંચ મોટું સ્માર્ટ TV, આ રીતે મેળવો લાભ
Flipkart Electronic Days Saleમાં સ્માર્ટ ટીવી પર બેસ્ટ ઓફરનો ફાયદો ઉઠાવો.
Smart TV Offer: ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક ડેઝ સેલ (Flipkart Electronic Days Sale)માં તમને ઘણી બ્રાન્ડના ટીવી પર ઓફર્સ મળી જશે, પરંતુ iFFALCONનું 65-ઇંચ સ્માર્ટ ટીવી તમને અડધી કિંમતમાં મળશે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે આ ડીલનો લાભ લઈ શકો છો અને સાથે તમને આ મોડલ વિશે પણ માહિતી આપીએ.
Smart TV Offer: આ સમયે ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક ડેઝ સેલ (Flipkart Electronic Days Sale) ચાલુ છે. આ સેલમાં તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ પર બેસ્ટ ડીલ્સનો ફુલ ફાયદો ઉઠાવી શકો છો. અને જો તમે તમારા ઘર માટે એક મોટું સ્માર્ટ LED ટીવી ખરીદવાનું વિચારી રહ્યા હો તો પણ તમને ઘણો ફાયદો થવાનો છે અને તમારી ઘણી બચત પણ થશે. આમ તો આ સેલમાં તમને ઘણી બ્રાન્ડના ટીવી પર ઓફર્સ મળી જશે, પરંતુ iFFALCONનું 65-ઇંચ સ્માર્ટ ટીવી તમને અડધી કિંમતમાં મળશે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે આ ડીલનો લાભ લઈ શકો છો અને સાથે તમને આ મોડલ વિશે પણ માહિતી આપીએ.
અડધી કિંમતમાં સ્માર્ટ ટીવી
iFFALCON ના 65 ઇંચવાળા Ultra HD (4K) LED Smart Android TV (65K2A) પર આ સમયે શાનદાર ડીલ્સ મળી રહી છે. ફ્લિપકાર્ટ પર આ ટીવીની કિંમત 99,999 રૂપિયા છે પરંતુ તેને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે 49,990 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે તમને આ ટીવી અડધી કિંમતમાં મળી રહ્યું છે.
એટલું જ નહીં, આ ટીવી પર ICICI અને RBL બેંક કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ટીવી પર 3,143 રૂપિયાની EMI પણ ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય ટીવી પર 11,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. હવે જરા વિચારો જો તમને સંપૂર્ણ એક્સચેન્જ ઑફર મળે, તો તમે આ ટીવી 38,990 રૂપિયાની કિંમતમાં મેળવી શકો છો.
ફીચર્સ
iFFALCONના આ 65-ઇંચવાળા ટીવીમાં 16Wનું સાઉન્ડ આઉટપુટ છે. આ ટીવી Netflix, Disney + Hotstar અને Youtube ને સપોર્ટ કરે છે. તેમાં ગૂગલ અસિસ્ટન્ટ અને ક્રોમકાસ્ટ બિલ્ટ-ઇન છે. તે 60 Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. બહેતર અવાજ માટે તેમાં ડોલ્બી ઓડિયો સપોર્ટેડ છે. તે 4 HDMI, 2 USB ને સપોર્ટ કરે છે અને બિલ્ટ ઇન વાઇ-ફાઇ સાથે આવે છે.
આ ઉપરાંત, SONY ના X80J 65-ઇંચ અલ્ટ્રા HD (4K) LED સ્માર્ટ ટીવી પર 41 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ત્યારબાદ તમે આ ટીવીને 1,04,490 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત, LGના 65-ઇંચ અલ્ટ્રા HD (4K) LED સ્માર્ટ ટીવી પર 42 ટકા ડિસ્કાઉન્ટ છે, ત્યારબાદ તમે આ ટીવીને 86,421 રૂપિયામાં ખરીદી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર