Home /News /tech /

2019માં આવવા તૈયાર, આ કારમાં સ્ટેરિંગ,ક્લચ કે બ્રેક પણ નહીં હોય

2019માં આવવા તૈયાર, આ કારમાં સ્ટેરિંગ,ક્લચ કે બ્રેક પણ નહીં હોય

ફોર્ડ 2021માં લાવશે ઓટોનોમસ કાર, ઉબર અને ગૂગલ પણ ટેસ્ટિંગ કરી રહ્યા છે....

ફોર્ડ 2021માં લાવશે ઓટોનોમસ કાર, ઉબર અને ગૂગલ પણ ટેસ્ટિંગ કરી રહ્યા છે....

    ઓટોમેટિક કારના શોખીનોની અછત નથી, કારણ કે તે સરળતાથી ચલાવી શકાય છે. ઓટોમેટિક કારમાં માત્ર બ્રેક અને અને એક્સ્યુલેટર હોય છે. એટલે કે કારને માત્ર એક પગથી ડ્રાઈવ કરી શકાય છે. આ સાથે તમે ટ્રાફિકમાં હોવ કે કોઈ ઢાળ પર તમારી કાર બંધ નથી થઈ જતી. પરંતુ વિચારો એવી કાર તમને મળે જેમાં હાથ પણ ન લગાવવો પડે તો..

    જીહાં, ટુંક સમયમાં આવું શક્ય થવાનું છે. 110 વર્ષ જુની એમેરિકન કંપની જનરલ મોટર્સ એસી કાર લાવી રહી છે, જેમાં સ્ટેરિંગ વ્હીલ, બ્રેક, એક્સ્યુલેટર કઈ પણ નહીં હોય. તેનો મતલબ કે આ કાર પૂરી રીતે ઓટોમેટિક હશે. કંપનીએ આમાંથી મેન્યુઅલ કંટ્રોલ હટાવવાની વાત કરી છે. જીએમની સબ્સિડિયરી ક્રૂજ ઓટોમેશને આની જાહેરાત કરી છે. આ કારનું વેચામ લગભગ 2019માં શરૂ કરવામાં આવશે.

    Cruise AVનામની આ કારમાં 4 લોકો બેસી શકશે. આમાં કેમેરા, લેજર સેંસર્સ કારની રૂફ ઉપર રહેશે. જે રોડ પર નેવિગેશનની જેમ કામ કરશે અને રસ્તો બતાવશે. એટલું જ નહીં. તે ફૂટપાથને પણ ઓળખશે. આમાં આગળની તરફ બે સીટ આપવામાં આવશે.જેની સામે ડિસપ્લેમાં કેટલાક બટન આપવામાં આવ્યા હશે. આ બટન ઓડિયો અને ક્લાઈમેટ કંટ્રોલ રાખશે.

    આ સિવાય ફોર્ડે 2021માં એવી કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે કે, ઉબર અને ગુગલની વેમો પણ સેલ્ફ ડ્રાઈવિંગ કાર બનાવી રહી છે, પરંતુ આમાં મેન્યુઅલ કંટ્રોલ આપવામાં આવ્યું છે. ફોર્ડ 2021માં લાવશે ઓટોનોમસ કાર, ઉબર અને ગૂગલ પણ ટેસ્ટિંગ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Images, Reveals, કાર

    આગામી સમાચાર