Home /News /tech /

Election Commissionએ લોન્ચ કરી એપ, ઘરે બેઠા બનાવી શકશો વોટર કાર્ડ

Election Commissionએ લોન્ચ કરી એપ, ઘરે બેઠા બનાવી શકશો વોટર કાર્ડ

પ્રતિકાત્મક તસવીર

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે

    ન્યૂઝ18 ગુજરાતી: જો તમે તમારા વોટર કાર્ડમાં કોઇ સુધારા કરવા માગો છો અથવા વોટર કાર્ડ સંબંધિત કોઇ માહિતી મેળવવા માગો છો તો હવે તમારે સરકારી ઓફિસના ચક્કર નહીં ખાવા પડે. લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે. જે ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

    આ એપને ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલાં ગુગલ પ્લે સ્ટોરમાં જવું પડશે. જ્યાં વોટર હેલ્પલાઇન સર્ચ કરવું પડશે. સર્ચ કરતાં જ તમારી સામે વોટર હેલ્પલાઇન નામની એક એપ દેખાશે. જેને ડાઉનલોડ કરવી પડશે. આ 11MBની એપ ડાઉનલોડ કરશો તો તમને એક ડિસ્ક્લેમર મળશે. જે એક્સેપ્ટ કર્યા બાદ તમે તેના ફીચર્સ યુઝ કરી શકશો. આ પછી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. હવે આ એપની મદદથી તમે વોટર કાર્ડમાં ઘરે બેઠા કરેક્શન કરી શકશો.

    આવું પહેલીવાર બન્યું છે કે ઇલેક્શન કમિશને વોટર્સની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પ્રકારની એપ રજૂ કરી છે. આ એપમાં પાછલી લોકસભાની ચૂંટણી વિશે પણ માહિતી મળશે. ઉપરાંત ઇવીએમ અને વીવી પેટ મશીનનો ઉપયોગ પણ જાણી શકાશે.

    આ એપનો ઉપયોગ કરી તમે વોટર લિસ્ટમાં રજિસ્ટ્રેશન અથવા નવું વોટર આઇડી કાર્ડ બનાવવા માટે અરજી પણ કરી શકો છો. ઉપરાંત વોટર લિસ્ટમાં તમારું નામ તપાસવાનો પણ વિકલ્પ છે. બીજા વિધાનસભા ક્ષેત્રમાં શિફ્ટ થતાં આ એપની મદદથી તમે ફેરફાર કરી શકશો.

    આ પણ વાંચો: આ રીત અપનાવશો તો હોળી પર મોબાઇલ નહીં થાય ખરાબ

    ત્યાં જ, ઇલેક્શન કમિશને cVIGIL એપ પણ લોન્ચ કરી છે. જેમાં GPS ફીચર છે. જેની મદદથી જો કોઇ વ્યક્તિ આચાર સંહિતાનો ઉલ્લંઘન કરતો દેખાય તો તમે cVIGIL એપની મદદથી ઇલેક્શન કમિશનને જાણકારી આપી શકો છો. GPS ફીચરની મદદથી EC ફરિયાદકર્તાની જગ્યા અંગે માહિતી મેળવશે અને 100 મિનિટની અંદર તેની સામે કાર્યવાહી કરશે. જોકે, તમારી માહિતી ગોપનીય રાખવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: App, Download, Features, General elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन