આવી ગયું Corona સ્પેશ્યલ એક સીટર સ્કૂટર! એકવાર ચાર્જમાં 75 કિ.મી. દોડશે, જાણો કિંમત

News18 Gujarati
Updated: June 26, 2020, 3:29 PM IST
આવી ગયું Corona સ્પેશ્યલ એક સીટર સ્કૂટર! એકવાર ચાર્જમાં 75 કિ.મી. દોડશે, જાણો કિંમત
જેમોપોઈ ઈલેક્ટ્રિક સ્કૂટર

આ સ્કૂટરમાં માત્ર ચાલક માટે એક સીટ જ છે. એકવાર ફૂલ ચાર્જિંગ બાદ આ સ્કૂટર 75 કિમી ચાલી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : જેમોપાઈ ઈલેક્ટ્રિકે શુક્રવારે બજારમાં પોતાનું મીની ઈ-સ્કૂટર મિસો રજૂ કર્યું છે. તેની કિંમત 44,000 રૂપિયા છે. જેમોપોઈ ઈલેક્ટ્રિકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેણે મીની સ્કૂટરનું ઈ-બુકિંગ શરૂ કરી દીધુ છે. તેની ડિલિવરી આગામી મહિનાથી શરૂ થઈ જશે.

જેમોપોઈ ઈલેક્ટ્રિક (Gemopai Electric) ગોરિન ઈ-મોબિલીટી અને ઓપાઈ ઈલેક્ટ્રિકનો સંયુક્ત પ્રયાસ છે. આ સ્કૂટરમાં માત્ર ચાલક માટે એક સીટ જ છે. એકવાર ફૂલ ચાર્જિંગ બાદ આ સ્કૂટર 75 કિમી ચાલી શકે છે.

કંપનીનો દાવો છે કે, આ સ્કૂટરને 2 કલાકમાં 90 ટકા ચાર્જ કરી શકાય છે. જેમોપોઈ ઈલેક્ટ્રિકના સહ-સંસ્થાપક અમિત રાજ સિંહે કહ્યું કે, 'હાલના સમયમાં જ્યારે દુનિયા સંકટનો સામનો કરી રહી છે, અમારી સમક્ષ સુરક્ષિત રહેતા બિઝનેસ કરવો એક પડકાર છે. આવા સમયમાં આ એક સ્કૂટર આવાગમન માટે એક સુરક્ષિત વિકલ્પ સાબિત થશે'.

સિંહે કહ્યું કે, કોરોના વાયરસ સંકટમાં એક સીટનું સ્કૂટર સુરક્ષિત ાયત્રા વિકલ્પ રજૂ કરે છે. આ સ્કૂટરને ચલાવવા માટે લાયસન્સ અથવા આરટીઓની મંજૂરીની જરૂરત નથી. આ વાહનની અધિકતમ ગતિ 25 કિમી પ્રતિ કલાકની છે. આ સ્કૂટર બે ટ્રિમ્સમાં રજૂ કરવામાં આવ્યું છે. એકમાં સામાન રાખવાનું કેરિયર છે, જે 120 કિલોગ્રામ ભાર વહન કરી શકે છે. બીજુ માત્ર એક સીટવાળુ સ્કૂટર છે.
First published: June 26, 2020, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading