Home /News /tech /

ગાર્મિન ઇન્ડિયાએ લોન્ચ કર્યું Vivosmart 4, જાણો કિંમત અને ફીચર્સ

ગાર્મિન ઇન્ડિયાએ લોન્ચ કર્યું Vivosmart 4, જાણો કિંમત અને ફીચર્સ

ગાર્મિન ઇન્ડિયાએ લોન્ચ કર્યું Vivosmart 4

ગાર્મિન ઇન્ડિયાએ ભારતમાં તેના ફિટનેસ ટ્રેકર Vivosmartનું નવું વેરિયન્ટ 'Vivosmart 4' લોન્ચ કર્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: સ્માર્ટ વિયરેબલ ડિવાઇસ મેકર ગાર્મિન ઇન્ડિયાએ ભારતમાં તેના ફિટનેસ ટ્રેકર Vivosmartનું નવું વેરિયન્ટ 'Vivosmart 4' લોન્ચ કર્યું છે. આની કિંમત 12,990 રૂપિયા છે. નવા મોડલમાં સ્લીપ મોનિટરિંગ માટે રેપિડ આઇ મુવમેન્ટ મોનિટર ફીચર આપવામાં આવ્યું છે. ઉપરાંત આમાં લોહીમાં ઓક્સિજનની માત્રાની માહિતી આપવા માટે પ્લસ ઓરેક્સ સેન્સર પણ છે.

    આ ઉપરાંત ગાર્મિનના આ ફિટનેસ ટ્રેકરમાં વોકિંગ, સ્વિમિંગ અને રનિંગ જેવા ઘણા મોડ આપવામાં આવ્યા છે. Vivosmart 4 પર કોલ અને ટેક્સ્ટ મેસેજના નોટિફિકેશન જેવા નોટિફિકેશન પણ મળશે. સૌથી ખાસ વાત એ છે કે, એન્ડ્રોઇડ યુઝર્સ ફિટનેસ ટ્રેકરની મદદથી જ મેસેજનું રિપ્લાય પણ આપી શકશે. આની બેટરીને લઇને કંપનીએ 7 દિવસના બેકઅપનો દાવો કર્યો છે. આ ફિટનેસ ટ્રેકર બ્લેક વિથ મિડનાઇટ, મેરલોટ વિથ રોઝ ગોલ્ડ, ગ્રે વિથ રોઝ ગોલ્ડ, બ્લુ વિથ સિલ્વર સહિત 4 કલર વેરિયન્ટમાં મળશે.

    આ પણ વાંચો: FB મેસેન્જરમાંથી દૂર થશે આ ફીચર, આ તારીખ પછી નહીં કરી શકો યુઝ

    આના લોન્ચિંગ પ્રસંગે ગાર્મિન ઇન્ડિયાના સેલ્સ મેનેજર અલી રિઝવીએ કહ્યું કે, સારી ઊંઘ એક વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યારે સ્લિમ ડિઝાઇનને લીધે વીવોસ્માર્ટ 4ને રાત્રે પણ સરળતાથી પહેરી શકાય છે. આનું પલ્સ ઓક્સ ઉપભોક્તાને માહિતી આપે છે કે, તે કેવી રીતે પોતાના સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકે છે. ગાર્મિનની 'વીવીસ્માર્ટ' સીરિઝ ફિટનેસ પર ફોક્સ કરનારાઓ માટે સારો ટ્રેકર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Features, Garmin india, Know price, Launched, Vivosmart 4

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन