Home /News /tech /Garena Free Fire ભારતમાં થઇ Ban: જાણો તેના અન્ય વિકલ્પો અને તમામ માહિતી

Garena Free Fire ભારતમાં થઇ Ban: જાણો તેના અન્ય વિકલ્પો અને તમામ માહિતી

ગરેના ફ્રી ફાયર એ મૂળ 'ચાઈનીઝ એપ' નથી, કારણ કે તેને સિંગાપોર સ્થિત SEA લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે.

ગરેના ફ્રી ફાયરે સપ્ટેમ્બર 2020માં PUBG મોબાઇલ અને PUBG મોબાઇલ લાઇટના પ્રતિબંધને પગલે ભારે લોકપ્રિયતા મેળવી હતી.

ભારત સરકારે (Government of india) સોમવારે એક આદેશ બહાર પાડી ગરેના ફ્રી ફાયર પર પ્રતિબંધ (Garena Free Fire Banned) લગાવી દીધો છે. બેટલ રોયલ ગેમ તે 54 એપ્સની લીસ્ટમાં સામેલ છે, જે ચીન સાથે સંબંધિત છે અને તે ભારતની સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે. સરકારે આદેશ બાદ ગૂગલ પ્લે સ્ટોર પર પણ અસ્થાયી રૂપે ગેમને બ્લોક કરી દીધી છે. નવેમ્બર 2020થી ચાઇનીઝ એપ્લિકેશન્સ (54 Chinese Apps Banned) પર આ પાંચમી મોટી ક્રેકડાઉન છે, જ્યારે સરકારે અગાઉ પણ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) પર જોખમને કારણે 43 એપ્લિકેશન્સને પ્રતિબંધિત કરી હતી. પરંતુ આપને જણાવી દઇએ કે, ગરેના ફ્રી ફાયર એ મૂળ 'ચાઈનીઝ એપ' નથી, કારણ કે તેને સિંગાપોર સ્થિત SEA લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગરેના ફ્રી ફાયરે સપ્ટેમ્બર 2020માં PUBG મોબાઇલ અને PUBG મોબાઇલ લાઇટના પ્રતિબંધને પગલે ભારે લોકપ્રિયતા મેળવી હતી. જોકે, ક્રાફ્ટોને ગત વર્ષે બેટલગ્રાઉન્ડ ઇન્ડિયા અને પબજીનું નવું વર્ઝન લોન્ચ કર્યુ હોવા છતા ગરેનાને વધુ પસંદ કરવામાં આવી રહી છે.

શું છે ગરેના ફ્રી ફાયર?

ગરેના ફ્રી ફાયરે બેટલ રોયલ સ્ટાઇલ મોબાઇલ ગેમ છે, જેમાં 50 પ્લેયર્સ ડેથમેચમાં એકબીજા સાથે સ્પર્ધા કરે છે. અન્ય બેટલ ગેમ્સની જેમ જ પ્લેટર્સને કોઇ પણ હથિયાર વગર પ્લેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે અને મેચમાં જીવીત રહેવા માટે તેણે અન્ય ખેલાડીઓને મારવાના રહે છે. ગેમમાં હથિયાર માટે નકશો આપવામાં આવે છે અને પ્લેયર દુશ્મનને મારીને તેને લૂંટી શકે છે.

નોર્મલ મોડમાં રમત ત્યાં સુધી ચાલી શકે છે, જ્યાં સુધી ફક્ત એક જ પ્લેયર બચી શકે છે. ગરેનાએ પ્લેયર્સમાં તેમની સાથે દરરોજ વાતચીત કરવા બદલ લોકપ્રિયતા પણ મેળવી હતી. કંપનીએ દૈનિક રિડીમ કોડની પણ ઓફર કરી હતી.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગેરેના ફ્રી ફાયર પણ યુ.એસ.માં ટોપ બેટલ રોયલ મોબાઇલ ગેમ રહી છે. એપ્લિકેશન ગ્રોથ ટ્રેકર સેન્સર ટાવરે દાવો કર્યો છે કે, ગરેના ફ્રી ફાયરે Q1 2021માં યુ.એસ.માં ખેલાડીઓના ખર્ચની દ્રષ્ટિએ ટેન્સેન્ટથી પબજી મોબાઇલને પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં, એક્શન ટાઇટલના જાન્યુઆરી 2022માં ગૂગલ પ્લે પર એક અબજ ડાઉનલોડ થયા હતા અને આ સાથે જ આ સિદ્ધિ પ્રાપ્ત કરનારી પ્રથમ "મોબાઇલ બેટલ રોયલ ગેમ" બની હતી.

સરકારે શા માટે બેન કરી?

ગરેના ફ્રી ફાયર અને તેનું એડવાન્સ વર્ઝન ગરેના ફ્રી ફાયર મેક્સ એપલ એપ સ્ટોર પર બેન છે. જોકે, મેક્સ વર્ઝન ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ થઇ શકે છે. યુઝર્સ હજુ પણ સ્માર્ટફોનમાં ગેમ રમી શકે છે. તે સ્પષ્ટ નથી કે વેનીલા ગરેના ફ્રી ફાયર સ્માર્ટફોન પર રમી શકાય છે કે નહીં, પરંતુ તેના સર્વર ટૂંક સમયમાં જ બ્લોક થવાની સંભાવના છે. 2020માં ભારતમાં પ્રતિબંધિત ચીની એપ્સ સાથે પણ આવું જ થયું હતું.

ભારત સરકારે નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, આ એપ્સ યુઝર્સ પાસેથી વિવિધ અનુમતિઓ મેળવી તેમના ડેટાનો દૂરઉપયોગ કરે છે અને દુશ્મન દેશમાંથી સર્વરનું હેન્ડલિંગ થાય છે.

રસપ્રદ વાત એ છે કે, ગેરેના ફ્રી ફાયર ડિસ્ટ્રીબ્યુટર ગરેના ઇન્ટરનેશનલની સત્તાવાર વેબસાઇટ દાવો કરે છે કે કંપની સિંગાપોરની છે. જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું નથી કે, ચીનની એપ્સ માટે સરકારી પ્રતિબંધની યાદીમાં તેનું નામ શા માટે હાઇલાઇટ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ભારતમાં ગરેના પરનો પ્રતિબંધ પબજી મેકર ક્રાફ્ટન દ્વારા મુકદ્દમો જાહેર થયાના એક મહિના પછી આવ્યો છે. ક્રાફ્ટને દાવો કર્યો હતો કે, ગરેનાએ પબજીના ફીચર્સની કોપી કરી છે અને તેને ગૂગલ પ્લે અને એપ સ્ટોર પરથી પ્રતિબંધિત કરી દેવી જોઈએ. તેણે ગરેના સામે કાર્યવાહી ન કરવા બદલ ગૂગલ અને એપલ પર પણ દાવો કર્યો હતો.

ગરેના ફ્રી ફાયરના અન્ય વિકલ્પો

જો તમે સ્માર્ટફોન પર બેટલ રોયલ ગેમ્સ પસંદ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. PUBG મોબાઈલ ભારતમાં BGMI અને PUBG ન્યૂ સ્ટેટ જેવા નવા વર્ઝનમાં કમબેક કરી રહ્યું છે. જેમાં યુઝર્સ કોલ ઓફ ડ્યુટી પણ રમી શકે છે. જોકે આપને જણાવી દઇએ કે, આ ગેમ હેવી છે અને બજેટ સ્માર્ટફોન પર સરળતાથી કામ કરી શકશે નહીં.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Mobile and tech, Teach and Mobile News, Technology news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन