Home /News /tech /બાળ અધિકાર સંરક્ષણ આયોગે PUBGને બાળકો માટે 'નુકસાનકારક' અને 'નકારાત્મક' ગણાવી

બાળ અધિકાર સંરક્ષણ આયોગે PUBGને બાળકો માટે 'નુકસાનકારક' અને 'નકારાત્મક' ગણાવી

PUBGના કારણે થોડા દિવસ પહેલાં જ એક 18 વર્ષના યુવકે કથીત રીતે આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.

ગુજરાત સરકારે PUBG પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં દેશમાં હજુ સુધી આ પ્રકારનો કોઈ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આ ગેમની આદતના કારમે આત્મહત્યનો પણ બનાવ બન્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: બાળકોથી લઈને મોટેરાઓ સુધી PUBG ગેમ રમવાની આદતનો શિકાર બની રહ્યાં છે ત્યારે દિલ્હીના બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા PUBG સહીતની ગેમને બાળકો માટે 'નકારાત્મક' અને 'નુકસાનકારક' ગણાવી છે. આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે PUBG, Fortnite, Grand Theft Auto, God of War, Hitman ઉપરાંત અમુક ગેમ બાળકોના માનસ પર વિપરીત અસર કરે છે.

    ગત મહિને ગુજરાત સરકાર દ્વારા બહાર પડાયેલ નોટિસમાં વિવિધ વિભાગોમાં જાણ કરવામાં આવી હતી કે PUBG રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ ગેમ રમવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    તાજેતરમાં જ મહારાષ્ટ્રના એક 11 વર્ષના બાળકે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવા માટે મદદ કરવા જણાવ્યું હતું. આ ગેમની લોકપ્રિયતાથી વડા પ્રધાન મોદી પણ અજાણ નથી. તેમણે તાજેતરમાં જ આ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે એક માતાને પૂછ્યું કે 'PUBG વાલા હે ક્યાં?' ત્યારે સમગ્ર દેશમાં એ વીડિયો વાઇરલ થયો હતો.

    PUBGના કારણે થોડા દિવસ પહેલાં જ એક 18 વર્ષના યુવકે કથીત રીતે આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ યુવકે ગેમનું હાયર વર્ઝન રમવા માટે રૂપિયા 37,000ની કિંમતનો મોબાઇલ ફોન માંગ્યો હતો અને પરિવાર દ્વારા આ માંગણી નહીં સંતોષતા તેણે આત્મહત્યા કરી હતી. આ સ્થિતિમાં દિલ્હી બાળ સંરક્ષણ આયોગે ગેમને નુકસાનકાર અને નકારાત્મક ગણાવી વાલીઓને અપીલ કરી છે, કે બાળકોને તેનાથી દૂર રાખે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarati Games, PUBG, Social media, ભારત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन