દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 3 અને Samsung Galaxy Z Flip 3ને ભારતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી લોન્ચ થયેલા કોઈપણ ગેલેક્સી ફ્લેગશિપ માટે કંપનીને સૌથી વધુ પ્રી-બુકિંગ મળ્યું છે. ગેલેક્સી નોટ 20 સિરીઝની સરખામણીમાં ભારતમાં 2.7 ગણું વધુ બુકિંગ પ્રાપ્ત થયું છે. ત્યારે Gadgets 360ના પોડકાસ્ટ ઓર્બીટલમાં હોસ્ટ અખિલ અરોરા અને રિવ્યુ એડિટર જમશેદ અવારી તેમજ ડેપ્યુટી રિવ્યુ એડિટર રોયડોન કેરેજોએ Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે અનુકૂળ છે કે માત્ર શોખીનો માટે છે તે અંગે પ્રકાશ પાડ્યો હતો.
કિંમત કેટલી?
ભારતમાં સેમસંગ Galaxy Z Fold 3ના 8GB રેમ + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,49,999 છે. ગયા વર્ષે કંપનીએ તેના Galaxy Z Fold 2ની કિંમત પણ આટલી જ નક્કી કરી હતી. Galaxy Z Fold 3નું ટોપ-એન્ડ મોડેલ 12GB + 512GBને ભારતમાં લાવવાનું પણ નક્કી થયું છે. જેની કિંમત રૂ. 1,57,999 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ સેમસંગ Galaxy Z Flip 3નું 8GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂ. 84,999 અને 8GB + 256GB મોડલ રૂ. 88,999માં મળશે. જે ગત વર્ષે લોન્ચ થયેલા મોડેલની કિંમત કરતા ઓછી છે.
મળશે કેશબેક
Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 દરમિયાન કેશબેકનો લાભ પણ લઈ શકાશે. HDFC બેંકના કાર્ડથી આ મોબાઇલ્સની ખરીદી પર રૂ. 7,000ની કેશબેક મળશે. તેમજ જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર રૂ. 7 હજાર સુધીનું અપગ્રેડ વાઉચર મળી શકે છે. આ ઉપરાંત કંપની સેમસંગ કેર+ એક્સિડેન્ટલ અને લિક્વિડ ડેમેજ પ્રોટેક્શનનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરી રહ્યું છે. પ્રિ-બુકિંગ સમયે Galaxy Z Fold 3 માટે તેની કિંમત રૂ. 7,999 અને Galaxy Z Flip 3 માટે રૂ. 4,799 છે.
આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં 12 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરો છે. આ સ્માર્ટફોનમાં પાવર માટે 4,400mAh બેટરી આપવામાં આવી છે. જે 25 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ મોડેલમાં ફોલ્ડિંગ અને કવર ડિસ્પ્લે બંને સારા રિઝોલ્યુશન સાથે આવે છે. કવર ડિસ્પ્લેને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોલ્ડેબલ સ્ક્રીન પર લખવા કે ડ્રો કરવા માટે S પેનનો સપોર્ટ પણ મળશે. Galaxy Z Fold 3માં ડિસ્પ્લે કેમેરા પણ મળશે. જોકે આપણે અત્યાર સુધી જે જોયું છે તેના આધારે, નવી કેમેરા ટેક હજી પરિપક્વ થઈ નથી. જેથી તેની ઇમેજ ક્વોલિટી પરંપરાગત સેન્સર જેટલી ઊંચી ન હોય તેવું પણ બની શકે છે.
આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં ફોટોગ્રાફી માટે 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે. ફોનમાં પાવર માટે 3,300mAhની બેટરી છે, જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં સુરક્ષા માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ મોડલમાં તમને ફોલ્ડિંગ ડિસ્પ્લે પર વધુ સારા પિક્સલ કાઉન્ટ મળે છે. જેમાં 1.9 ઇંચની કવર ડિસ્પ્લે સાથે આવે છે. જે અગાઉના મોડેલ Galaxy Z Flip કરતા 0.8 ઇંચ મોટી છે. આ તફાવત નાનો લાગે પણ 73 ટકાનું ઈમ્પ્રૂવમેન્ટ ગણી શકાય. આ ઉપરાંત આ મોડલ Galaxy Z Flip કરતા વધુ સ્લિમ છે. Galaxy Z Flipને ફોલ્ડ કરતી વખતે 17.3mm અને ફોલ્ડ ન હોય ત્યારે 7.2 mm જાડાઈ હતી. જ્યારે Galaxy Z Flip 3માં અનુક્રમે 17.1 mm અને 6.9 mm જાડાઈ છે.
અન્ય સ્માર્ટફોન સાથે હરીફાઈ
આઇફોન 12 પ્રો મેક્સ, વનપ્લસ 9 પ્રો અને MI 11 અલ્ટ્રા સહિતના સમાન કિંમતના ફ્લેગશિપ્સને સાથે સેમસંગના આ મોડેલની ટક્કર થશે. જોકે, ફોલ્ડેબલ કેટેગરી નવી હોવાથી તેની સરખામણી કરવી મુશ્કેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર