Home /News /tech /

Samsung Galaxy: સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5G પર 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો ફીચર્સ

Samsung Galaxy: સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5G પર 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો ફીચર્સ

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી ફોન

Galaxy Z Flip 3 5G: સેમસંગનો ફ્લિપ સ્માર્ટફોન ખરીદવાનો ખૂબ સારો મોકો. હાલ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી ફોન પર 11 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    નવી દિલ્હી: જો તમે ફ્લિપ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારો મોકો છે. હાલ Samsung Galaxy Z Flip 3 5G ફોન પર 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે સેમસંગ તમારા માટે શાનદાર ઑફર લાવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે Samsung Galaxy તરફથી ફ્લિપ ફોન Galaxy Z Flip 3 5G અને Galaxy Z Fold3 5G બે ફોન લોંચ કરવામાં આવ્યા હતા. આ ઑફર 31મી જાન્યુઆરી, 2022 સુધી ચાલુ રહેશે. આ ઑફર અંતર્ગત તમે સેમસંગ પાસેથી સીધી જ મોબાઇલની ખરીદી કરી શકો છો. જો તમે એક્સચેન્જ ઑફરનો ફાયદો ઉઠાવો છો તો તમને આ સ્માર્ટફોન માનવામાં ન આવે એટલી સસ્તી કિંમતમાં મળશે.

    Galaxy Z Fold3 5G ફીચર્સ

    Galaxy Z Fold3 5G એક શાનદાર ફોન છે. આ ફોનમાં તમને 7.6 ઇંચ ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં પ્રથમ વખત યૂઝર્સને ફોલ્ડેબલ ડિવાઇસમાં S પેન મળી છે. જેમં કવર સ્ક્રીન 6.2 ઇંચની છે, જે ડાયનામિક છે. આ ફોનનું વજન 271 ગ્રામ છે. ફોન 4 Qualcomm Snapdragon 888 પ્રોસેસરથી ચાલે છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 12MP Wide, 12MP Ultra wide, 12MP Telephoto સામેલ છે. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો 10MP Front Cover (HID), 4MP Front Main (UDC) સામેલ છે. બેટરીની વાત કરીએ તો ફોનમાં 4,400mAhની શાનદાર બેટરી આપવામાં આવી છે.

    Galaxy Z Flip3 5G ફીચર્સ

    સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી ડિવાઇસ ખૂબ સ્લીક, કોમ્પેક્ટ છે. ફોનની ખાસિયતો અંગે વાત કરીએ તો તેમાં 6.7 ઇંચની સ્ક્રીન આપવમાં આવી છે. આ ફોનનું વજન 183 ગ્રામ છે. ફોનમાં Qualcomm Snapdragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનના કેમેરાની વાત કરીએ તો 12MP Wide તેમજ 12MP Ultra wide સામેલ છે. સેલ્ફી માટેનો કેમેરો 10MP છે. ફોનમાં 3,300mAh બેટરી છે, તેમજ 8GB મેમરી અને 256GB / 128GB સ્ટોરેજ વિકલ્પમાં આવે છે.

    સ્માર્ટફોન પર ઑફર

    સેમસંગ સ્માર્ટફોન તરફથી Galaxy Z Flip3 5G પર હાલ 11,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Samsung ના જણાવ્યા પ્રમાણે ઑફર આ મહિને એટલે કે 31 જાન્યુઆરી, 2022 સુધી ચાલુ રહેશે. 11 હજાર રૂપિયાની છૂટ બાદ આ ફોન તમે 84,999 રૂપિયામાં ખરીદી શકો છો. તમે દર મહિને 4722.17 રૂપિયાનો EMI 18 મહિના સુધી ચૂકવીને ફોનની ખરીદી કરી શકો છો. આ ઉપરાંત એક્સચેન્જ ઑફરનો લાભ પણ ઉઠાવી શકો છો. જે અંતર્ગત તમે જૂના ફોનની 36,270 રૂપિયા સુધીની કિંમત મેળવી શકો છો. તમામ ઑફરનો લાભ ઉઠાવીને તમે આ સ્માર્ટફોન ફક્ત 48,729 રૂપિયામાં ખરીદી શકો છો.

    આ પણ વાંચો: Metal body mobile: આ છે ભારતમાં મળતા શ્રેષ્ઠ મેટલ બોડી સ્માર્ટફોન, જાણો કયા ફોન છે સામેલ

    અન્ય ઑફર

    Galaxy Z Flip3 5G અને Galaxy Z Fold3 5G ખરીદવા પર ગ્રાહકોને 7,000 રૂપિયાનું કેશબેક એચડીએફસી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર આપવામાં આવે છે. આ ઉપરાંત 10,000 રૂપિયાના બોનસનો લાભ પણ ઉઠાવી શકાય છે. સાથે જ ગેલેક્સી ઝેડ સીરિઝના ગ્રાહકો 11,999 રૂપિયાની કિંમતના Galaxy Buds 2 પણ માત્ર 1,999 રૂપિયામાં ખરીદી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Samsung, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર