3 હજાર રૂપિયા સસ્તો થયો Samsungનો આ 7000mAh બેટરી અને 4 કેમેરાવાળો શાનદાર ફોન

3 હજાર રૂપિયા સસ્તો થયો Samsungનો આ 7000mAh બેટરી અને 4 કેમેરાવાળો શાનદાર ફોન
Samsungનો આ ફોન 7000mAh બેટરીવાળો ભારતનો પહેલો ફોન છે, જાણો હવે કયા ભાવે ખરીદી શકશો

Samsungનો આ ફોન 7000mAh બેટરીવાળો ભારતનો પહેલો ફોન છે, જાણો હવે કયા ભાવે ખરીદી શકશો

 • Share this:
  સેમસંગ (Samsung)ના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી M51 (Galaxy M51)ના ભાવ કરી દેવામાં આવ્યા છે. આ ફોનની કિંમત ઓછી થયા બાદ હવે તેને સસ્તામાં ઘરે લઈ આવી શકો છો. લૉન્ચિંગના સમયે ફોનની પ્રારંભિક કિંમત 24,999 રૂપિયા હતી. પરંતુ અમેઝોન (Amazon) પર ચાલી રહેલા સેલમાં આ ફોન પર સારી ડીલ આપવામાં આવી રહી છે. ઓફર્સ બાદ ફોનની પ્રારંભિક કિંમત 19,499 થઈ ગઈ છે. આવો જાણીએ સસ્તો થયા બાદ શું કિંમતે તેને ખરીદી શકાય છે....

  અમેઝોનથી મળતી જાણકારી મુજબ, જો ગ્રાહક ફોન ખરીદવા માટે SBI બેંકથી પેમેન્ટ કરે છે તો 3 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જાણકારી માટે જણાવી દઈએ કે આ ફોન ઈન્ડિયાનો પહેલો 7000mAh બેટરીવાળો ફોન છે. Galaxy M51માં 7,000 mAh બેટરીની સાથે 25W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ છે.  આ પણ વાંચો, Jioના ત્રણ નવા પ્લાન, 336 દિવસની વેલિડિટી સાથે મળશે જબરદસ્ત ફાયદા

  કંપનીએ દાવો કર્યો છે કે ફુલ ચાર્જ કરીને સતત 64 કલાક વાત કરી શકાય છે. આ ઉપરાંત કંપનીએ કહ્યું છે કે સતત તેનાથી 24 કલાક સુધી ઇન્ટેરનેટ પણ ઉપયોગ કરી શકાય છે.

  ફોનમાં છે અનેક ખાસિયતો

  Galaxy M51માં 6.7 ઈંચની ફુલ એચડી પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. અહીં કંપનીએ Infinity O ડિસ્પ્લે યૂઝ કર્યું છે. પંચહોલ ડિસ્પ્લે છે જ્યાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ગ્રાફિક્સ માટે તેમાં Adreno 618GPU આપવામાં આવ્યું છે. Qualcomm Snapdragon 730G પ્રોસેસર આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે સેમસંગ ભારતમાં પોતાના સ્માર્ટફોનમાં ઇનહાઉસ Exynos પ્રોસેસર આપે છે.

  આ પણ વાંચો, આ દિવાળીએ 6 આકર્ષક ઓફર્સની સાથે ઘરે લઈ આવો Honda Activa

  Galaxy M51માં ચાર રિયર કેમેરા સેટઅપ છે. પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. બીજો 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે. 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સિંગ કેમેરા છે. 5 મેગાપિક્સલનો જ મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સિંગલ ટેક ફીચરનો રિયર અને ફ્રન્ટ બંને કેમેરા આપવામાં આવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 08, 2020, 07:43 am