iPhone 13માં આ નવું સિક્યુરિટી ફીચર હોઈ શકે છે COVID-19થી પ્રેરિત

iPhone 13માં આ નવું સિક્યુરિટી ફીચર હોઈ શકે છે COVID-19થી પ્રેરિત
માસ્કના કારણે આઇફોનને ફેસ આઇડથી અનલોક કરવામાં આવી રહી છે મુશ્કેલી, એપલ આ ટેક્નોલોજીનો સહારો લઈ શકે છે

માસ્કના કારણે આઇફોનને ફેસ આઇડથી અનલોક કરવામાં આવી રહી છે મુશ્કેલી, એપલ આ ટેક્નોલોજીનો સહારો લઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હી. આઇફોન (iPhone)ના હવે લૉન્ચ થનારા મોડલનું નામ iPhone 13 માનવામાં આવી રહ્યું છે તેમાં Apple ફિંગરપ્રિન્ટ સેન્સર આપી શકે છે. આ દાવો કર્યો છે GIZ Chinaના એક રિપોર્ટમાં. iPhone 13માં બાયોમેટ્રિક ફીચરને લઈને અફવાઓ મોટાપાયે ફેલાઈ રહી છે. Apple API પર કામ કરી રહ્યું છે જે ઓથોન્ટિકેશન મેથડ જેમાં ટચ આઇડી અને ફેસ આઇડીને લઈને ટિપ્સટર Tipster Mcguire Wood@Jiorikaના ટ્વીટથી સામે આવ્યું છે. જોકે થોડાક સમય પહેલા આ વાત પણ સામે આવી હતી કે એપલ પોતાના નવા અપડેટમાં આ તકલીફનું સોલ્યૂશન કરી શકે છે ત્યારબાદ માસ્ક પહેરેલી વ્યક્તિનો ફોન પણ અનલોક થઈ જશે. પરંતુ કોરોનાને લઈને હાલના સમયમાં એવું નથી લાગતું કે તેનાથી ઝડપથી છુટકારો મળે તેથી એપલ આ વિકલ્પ તરફ જઈ શકે છે.

    Onscreen હશે ફિંગરપ્રિન્ટ



    ફિંગરપ્રિન્ટ (Fingerprint) સેન્સર Onscreen પર હશે પરંતુ તેના માટે અલગથી સ્ક્રીનમાં કોઈ જગ્યા નહીં હોય. માનવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર કોવિડ-19 (Covid-19)ને લઈને માસ્ક પહેરવાના કારણે iPhone અનલોક કરવામાં આવી રહેલી તકલીફના કારણે કરવામાં આવશે. કેટલાક વર્ષોથી આમ પણ એપલને ફેસ આઇડી બાયોમેટ્રિકની સાથે નવા મોડલ રજૂ કરવા પડી રહ્યા છે કારણ કે ઓનસ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર વિકસિત કરવાની વાત ચાલી રહી છે. ઓનસ્ક્રીન ફિંગરપ્રિન્ટને Appleનું સ્માર્ટમૂવ પણ કહેવામાં આવી શકે છે. જોકે એપલ આવું કરે પણ છે તો કોઈ નવી નવા નથી કારણ કે અનેક એન્ડ્રોઇડ ફોન પહેલાથી જ ઓનસ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવે છે.

    આ પણ વાંચો, Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા

    આ પણ વાંચો, હવે કોરોના વેક્સિન અંગે જાગૃતિ ફેલાવશે વોટ્સએપ: નવું મજેદાર સ્ટીકર પેક કર્યું લૉંચ

    iPhone 13માં માત્ર વાયરલેસ ચાર્જિંગ!

    આમ પણે 2021 એપલ સારી શરૂઆત સાથે આવ્યું છે, કારણ કે જાન્યુઆરીમાં દુનિયાભરમાં દસમાંથી છ સ્માર્ટફોન Appleનાખ જ સેલ થયા છે જે કાઉન્ટર પોઇન્ટ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે. Tipsterએ એવું પણ કહ્યું છે કે Apple પોતાના iPhoneમાં ચાર્જિંગ ઇન્ટરફેસને જ હટાવી શકે છે. જેનો અર્થ એ કે આ ફોન માત્ર વાયરલેસથી ચાર્જ તશે. જોકે હજુ સુધી આ વિશે Apple તરફથી કોઈ સંકેત નથી મળ્યા પરંતુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે Tipsterનો અંદાજો સાચો પડી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 12, 2021, 07:14 am

    ટૉપ ન્યૂઝ