Google દ્વારા પ્રતિબંધિત ખરાબ શબ્દોની સંપૂર્ણ સૂચિ વાંચીને દંગ રહી જશો!

Google દ્વારા પ્રતિબંધિત ખરાબ શબ્દોની સંપૂર્ણ સૂચિ વાંચીને દંગ રહી જશો!
પ્રતિકાત્મક તસવીર

ગૂગલે અપમાનજનક અને ખરાબ શબ્દોની સંપૂર્ણ યાદી તૈયાર કરી છે જેને શોધવા માટે તમારે સમય વેડફવો નહીં પડે

 • Share this:
  ગુગલ (Google)એ ખરાબ શબ્દો પર પ્રતિબંધ (Google Blacklist bad words) લગાવીને તે શબ્દોને બ્લેકલિસ્ટ (Blacklist) કર્યા છે. ઘણી વાર લોકો પોતાના સમાજ (Society)માં, સોશ્યલ મીડિયા (Social Media) પર, ફિલ્મ (Films), સાહિત્ય (Literature), ટીવી શો (TV Show) અને ક્યારેક ક્યારેક ઘરમાં પરિવાર સાથે પણ આપત્તિજનક ભાષાનો પ્રયોગ કરે છે. અહીં અપમાનજનક અને ખરાબ શબ્દોની સંપૂર્ણ સૂચિ દર્શાવવામાં આવી છે. જેમાં ખરાબ શબ્દ, અપમાનજનક શબ્દ, અશિષ્ટ, અશ્લીલ અને અનુચિત શબ્દોની સૂચિ દર્શાવવામાં આવી છે. તથા ગુગલ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલ શબ્દો પણ દર્શાવવામાં આવ્યા છે, જેને શોધવા માટે તમારે તમારો સમય વેડફવાની જરૂર નહીં રહે.

  નોંધ- જુલાઈ 2018ના અપડેટમાં, અમે અમારી સંપૂર્ણ સૂચિમાં ખરાબ શબ્દોની સૂચિ અને અમેરિકન ખરાબ શબ્દોની સૂચિનો ઉમેરો કર્યો છે.  ખરાબ શબ્દોના પ્રકાર

  - અહીંયા ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે અનેક પ્રકારના ખરાબ શબ્દો છે. જોકે, ખરાબ શબ્દોની સૂચિમાં મુખ્ય ચાર પ્રકારના ખરાબ શબ્દોનો ઉલ્લેખ છે.
  - સૌથી પહેલા તેવા અપવિત્ર શબ્દો કે જેનો અર્થ થાય છે કે તમે ભગવાન અથવા પવિત્ર વસ્તુઓનું સન્માન કરતા નથી.
  - બીજા કેટલાક એવા શબ્દો કે જેનાથી એવું કહી શકાય કે તમે સત્ય બોલી રહ્યા નથી અથવા તે શાબ્દિક રૂપે સત્ય નથી.
  - ત્રીજા એવા કેટલાક અભિશાપ શબ્દો કે જેનાથી મનુષ્ય તથા જાનવર સાથે કંઈક અનૈતિક થઈ રહ્યું છે.
  - ચોથા કેટલાક અપમાનજનક શબ્દો એવી રીતે કહેવામાં આવે કે તેઓ ખોટા, ખરાબ અથવા અપ્રિય છે.

  અમારી સૂચિનું એક હજારથી વધુ લોકો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને પુષ્ટિ કરવામાં આવી છે કે આ સૂચિ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે તથા તેને અન્ય સત્તા દ્વારા અથવા ગુગલ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી.

  ફેસબુકના ખરાબ શબ્દોની સૂચિ

  અહીં ફેસબુકના ખરાબ સૂચિ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં દરેક શબ્દનું એકવચન તથા જરૂર પડ્યે ત્યાં બહુવચન પણ દર્શાવવામાં આવ્યું છે. જેનાથી તમારે બ્લેકલિસ્ટ શબ્દ માત્ર કોપી પેસ્ટ કરવાના રહેશે.

  યુટ્યુબના ખરાબ શબ્દોની સૂચિ

  યુટ્યુબના બ્લેકલિસ્ટ શબ્દોની સૂચિ ખરાબ શબ્દોને દૂર કરવામાં મદદ કરી શકે છે. જે અયોગ્ય, અસ્વીકાર્ય, અથવા અપવિત્ર શબ્દો તરીકે માનવામાં આવે છે. જે બ્લેકલિસ્ટ શબ્દોની સૂચિને સંબંધિત અન્ય કોઈ શબ્દ પણ ધ્યાનમાં આવે તો તેને દૂર કરે છે.

  વર્ડપ્રેસ કમેન્ટ બ્લેકલિસ્ટ

  વર્ડપ્રેસ સાઈટ પર સંપૂર્ણ રૂપે નિયંત્રણ રાખવા માટે કમેન્ટબોક્સ દ્વારા અસ્વીકાર્ય અને અયોગ્ય શબ્દોને દૂર રાખો. જેનાથી વેબસાઈટ મુલાકાતીઓ સુરક્ષિતરૂપે વેબસાઈટની મુલાકાત લઈ શકે.

  દરેક સંસ્કૃતિ અને ભાષાના ખરાબ શબ્દોની સૂચિ

  મોટાભાગની સંસ્કૃતિઓમાં ખરાબ શબ્દો અને ખરાબ ભાષા હોય તે સામાન્ય વાત છે, જે સ્થળ મુજબ અલગ-અલગ હોય છે.

  અલગ-અલગ ભાષાઓના ખરાબ શબ્દોની સૂચિ

  ફ્રેન્ચ ખરાબ શબ્દોની યાદી

  દરેક ફ્રેન્ચ વ્યક્તિ એક નિયમિત ભાષાનો ઉપયોગ કરે છે, જે એક આનંદમય ભાષા છે. પરંતુ તેની સાથે સાથે કેટલાક અયોગ્ય શબ્દ પણ છે.

  વેબસાઈટ અને બ્રાન્ડને આ પ્રકારના અયોગ્ય અને આ પવિત્ર શબ્દોથી દૂર રાખવા માટે આ બ્લેક લિસ્ટ શબ્દ સૂચિ નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. જે વેબસાઈટનો ઉપયોગ કરતા સમયે મુલાકાતી સુરક્ષિત વાતાવરણનો આનંદ લઈ શકે.

  ઇટાલિયન ખરાબ શબ્દોની યાદી

  ઇટાલિયન ભાષા માટે ખરાબ શબ્દોની સૂચિ રજૂ કરવામાં આવી છે. જેમાં અનેક પ્રકારના અયોગ્ય શબ્દોની સૂચિ, ખરાબ શબ્દોની સૂચિ, અપમાનજનક શબ્દોની સૂચિ, અશિષ્ટ શબ્દોની સૂચિ, અનુચિત શબ્દોની સૂચિ સામેલ છે. વ્યક્તિગત અને કોમર્શિયલ વેબસાઈટ માટે ઉપયોગ કરવા માટે ઇટાલિયન ખરાબ શબ્દોની સૂચિ ફ્રી માં ડાઉનલોડ કરો.

  આ પણ વાંચો, 6000mAh બેટરીવાળા Poco M3નું આજે પહેલું સેલ! મળશે ભારે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

  સ્પેનિશ ખરાબ શબ્દોની યાદી

  સ્પેનિશ અપશબ્દોની‌ વિસ્તૃત શૃંખલા છે. સ્પેનિશ ભાષા નો પ્રયોગ કરતા દેશ જેમ કે દક્ષિણ અમેરિકા તથા દરેક રાષ્ટ્રમાં અલગ અલગ રહે છે. સ્પેનિશમાં ખરાબ શબ્દોની યાદી સૌથી વધુ બોલાતા ખરાબ શબ્દોની સૂચિ સામેલ છે. જેમાં અશિષ્ટ અને અયોગ્ય શબ્દોનો પણ સમાવેશ છે.

  ઇન્ડોનેશિયન ખરાબ શબ્દોની યાદી

  ઇન્ડોનેશિયામાં 300થી વધુ ભાષા બોલવામાં આવે છે. વિકિપીડિયા અનુસાર ઇન્ડોનેશિયામાં 700થી અધિક ભાષા બોલવામાં આવે છે, જેમાં સૌથી વધુ હિસ્સો ઓસ્ટ્રોનેશિયન ભાષા પરિવારની છે. તેમજ 270થી વધુ પાપુઆન‌‌ (બિન ઓસ્ટ્રોનેશિયન) ભાષા પૂર્વ ઇન્ડોનેશિયામાં બોલવામાં આવે છે.

  ગુગલ બ્લેકલિસ્ટ શબ્દોની સૂચિ

  - ગુગલ સુરક્ષિત ઉપયોગી પરિણામો રજૂ કરવા માટે ઇન્ટરનેટ સર્ચમાં ખુબ જ સાવધાની રાખે છે. જેથી જ્યારે પણ ગુગલમાં કોઈ શબ્દ લખવામાં આવે, તો તેને સંબંધિત પરિણામો બતાવવામાં આપને સહાય મળે છે. જેથી આપત્તિજનક શબ્દોથી ફિલ્ટર કરવામાં મદદરૂપ બને છે.

  - જો તમે કોઈ પણ સ્પષ્ટ શબ્દ અથવા ચિત્ર શોધો છો, અને તે તમને નથી મળતું. તો તેનું કારણ ટાઈપીંગમાં સેફ સર્ચ હોઈ શકે છે.

  - ગુગલે અધિકૃત બ્લેકલિસ્ટ શબ્દોની સૂચિ જાહેર નથી કરી કે કોઈપણ પ્રકારની વેબસાઈટ માટે ગુગલ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલ શબ્દોને જાહેર કરવા માટે લાઈસન્સ આપવામાં આવ્યું નથી.

  - જેથી તમારી વેબસાઇટ અથવા બ્લોગ પર કોઈપણ પ્રકારના ખરાબ શબ્દોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. જેથી ગુગલ પર સર્ચ કરવામાં આવેલ‌ પરિણામોમાં પ્રાપ્ત થઈ શકે.

  આ પણ વાંચો, દિલ્હીના CM કેજરીવાલની દીકરી સાથે 34 હજારની ઠગી, OLX પર જૂનો સોફો વેચવા જતાં થઈ છેતરપિંડી

  ખરાબ શબ્દ છે કે નહીં તે કેવી રીતે જાણવું

  - ગુગલે એન્ડ્રોઈડ માટે જાહેર કરેલું નવું સંસ્કરણ પ્રતિબંધિત શબ્દોની સૂચિ સાથે આવે છે.

  - જો તમે કી-બોર્ડ પર ખરાબ શબ્દોની યાદીમાંથી કોઈપણ એક શબ્દ ટાઇપ કરો છો તો ગુગલ હેલ્પ બતાવશે.

  - જો તમે કી-બોર્ડમાં ગુગલ ખરાબ શબ્દોનું ફિલ્ટર ડિસેબલ કરો છો તો તે શબ્દો ઓટો કમ્પલીટના રૂપે અવેલેબલ રહેશે.

  - ગુગલે તાજેતરમાં એક વેબસાઈટ જાહેર કરી છે જેનું નામ છે what do you love? જો તમે તેમાં ખરાબ શબ્દોની યાદી માંથી કોઈપણ એક શબ્દ લખો છો તો તેમાં આવશે what do you love?

  - જો તમે તેમને કોઈપણ એક ખરાબ શબ્દ લખશો તો તમે ડાયરેક્ટલી kittens પર જતા રહેશો જેનો અર્થ છે કે તમે ગુગલ દ્વારા પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કર્યો છે.

  - જો તમે તેમાં ઉદાહરણરૂપે ફ્લાવર્સ ટાઈપ કરશો તો તમને ફ્લાવર્સના પરિણામ જોવા મળશે જેનો અર્થ છે કે તે ગુગલ દ્વારા પ્રતિબંધિત નથી.
  Published by:Mrunal Bhojak
  First published:February 09, 2021, 14:14 pm

  ટૉપ ન્યૂઝ