14 જાન્યુઆરીથી બંધ થશે Windows 7, મફતમાં Windows 10 મેળવવાની છેલ્લી તક

News18 Gujarati
Updated: January 13, 2020, 4:27 PM IST
14 જાન્યુઆરીથી બંધ થશે Windows 7, મફતમાં Windows 10 મેળવવાની છેલ્લી તક
ફાઈલ તસવીર

વિન્ડોઝ 7 ઉપયોગ કરનાર લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમા સારી બાબત એ છે કે, હજી પણ પોતાના કમ્યૂટરમાં window 10ને ફ્રીમમાં અપગ્રેડ કરી શકીએ છીએ.

  • Share this:
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ (microsoft) પોતાના વિન્ડોઝ 7 માટે કાલે એટલે કે 14 જાન્યુઆરી 2020થી સપોર્ટ બંધ કરી રહ્યું છે. આનો મતલબ છે કે, કાલથી વિન્ડોઝ 7 ઉપર ચાલી રહેલા પીસી અને લેપટોપને બગ ફિક્સ (bug fix), સિક્યોરિટી પૈચ (security patch) અંગે કોઈ નવું અપડેટ નહીં મળે.

આ સાથે માઈક્રોસોફ્ટ કસ્ટમર કેર થકી કોઈ ટેક્નિકલ સપોર્ટ પણ નહીં મળે. ઉલ્લેખનીય છે કે, આવનારા સમયમાં માઈક્રોસોફ્ટ સંપૂર્ણ પણે વિન્ડોઝ 10 ઉપર ફોક્સ કરવા માંગે છે. કંપની વિન્ડોઝ 10 માટે નવું ફિચર્સ, સિક્યોરિટી અપડેટ્સ પેચેઝ અને પરફોર્મન્સ બૂસ્ટ કરવાના કામ કરવા ઉપર ધ્યાન આપશે.

આ પણ વાંચોઃ-પતંગરસિયાઓ-ખેડૂતો માટે સારા સમાચાર : ઉત્તરાયણે આકાશ ચોખ્ખું અને પવન મધ્યમ રહેશે

પરંતુ વિન્ડોઝ 7 ઉપયોગ કરનાર લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમા સારી બાબત એ છે કે, હજી પણ પોતાના કમ્યૂટરમાં window 10ને ફ્રીમમાં અપગ્રેડ કરી શકીએ છીએ. આવું કેવી રીતે થશે. ચાલો જાણીએ આખી પ્રોસેસ.

ઉલ્લેખનીય છે કે, માઈક્રોસોફ્ટે ફ્રી વિન્ડોઝ 10 અપગ્રેડ કરવાની વાત કરી નથી. પરંતુ યુઝર્સને આને ખરીદવાની સલાહ આપી છે. પરંતુ એવી રીત છે જેનાથી મફતમાં windows 10 અપગ્રેડ કરી શકીએ છીએ.

આ પણ વાંચોઃ-ટી-20 વર્લ્ડ કપમાં મોટો ફેરફાર કરશે ICC, 16થી વધારી આટલી કરાશે ટીમોની સંખ્યા!Step 1:- આના માટે સૌથી પહેલા Window 10 ડાઉનલોડ પેજ ઉપર જાઓ
Step 2:- પેજ ઉપર તમને ‘Download Tool now’નો ઓપ્શન મળશે, એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ Windows 10 Media Creation Toolને ડાઉનલોડ કરો.
Step 3:- હવે Media Creation Toolને રન કરીને લાઈસન્સને ‘Accept’કરો.
Step 4:- ત્યારબાદ ‘upgrade this PC now’ ઉપર ક્લિક કરો અને ‘Next’ બટન ઉપર ટેપ કરો.

આ પણ વાંચોઃ-બે વર્ષથી ભીખ માંગનારો યુવક હતો કરોડપતિ, આવી રીતે બહેન સાથે થયું મિલન

Step 5:- હવે ‘Keep Personal file and Apps’ ઉપર ક્લિક કરો અને ‘Continue’ ઉપર ટેપ કરો.
Step 6:- Install ઓપ્શનના ક્લિક થવા ઉપર Windows 10 ઇન્સ્ટોલ થવું શરૂ થઈ જશે. ધ્યાન રહે કે આમા થોડો સમય લાગી શકે છે.
Step 7:- Windows 10નું ઇન્સ્ટોલેશન પુરું થયા પછી યુઝર્સને ઈન્ટરનેટથી કનેક્ટ કરવાનું રહેશે અને Settingsમાં જઈને પછી Windows Update ઉપર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કમ્પ્યુટર/લેપટોપ ડિઝિટલ લાઈસન્સને એક્ટિવેટ કરવાનું રહેશે.

Note:- સૌથી જરૂરી વાત ધ્યાન રહે કે જો તમે લાઈસન્સ વગર કે વિન્ડોઝ 7ના ક્રેક વર્ઝનનો ઉપયોગ કરો છો તો મફતમાં Window 10 અપગ્રેડ કરવાની રીત કામ નહીં કરે.
First published: January 13, 2020, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading