Home /News /tech /

OnePlus 6Tથી 5,000 રુપિયા સસ્તામાં આ રીતે ખરીદી શકો છો iPhone7

OnePlus 6Tથી 5,000 રુપિયા સસ્તામાં આ રીતે ખરીદી શકો છો iPhone7

કેશબેક બાદ, તમે આઇફોન 7ને 33,489 રુપિયામાં ખરીદી શકો છો.

દિવાળી સેલ દરમિયાન આઇફોન 7 પર તમને ઓછામાં ઓછુ 6,000 રૂપિયાનું કેશબેક મળશે.

    પેટીએમ મોલનો દિવાળી સેલ આજથી શરૂ થઈ રહ્યો છે, જે 7 નવેમ્બર સુધી ચાલશે. આ સેલનું મુખ્ય આકર્ષણ એપલ આઈફોન 7 છે. સેલ દરમિયાન આઇફોન 7 પર તમને ઓછામાં ઓછુ 6,000 રુપિયાનું કેશબેક મળશે. 32GB સ્ટોરેજ ધરાવતો iPhone 7 પેટીએમ પર 39.489 રૂપિયામાં સૌથી લિસ્ટેડ છે. કેશબેક બાદ, તમે આઇફોન 7 ને રૂ. 33,489 પર ખરીદી કરી શકો છો. એટલે કે, તમે તાજેતરમાં લોન્ચ થયેલા OnePlus 6T થી 5,000 રૂપિયા સસ્તામાં આઇફોન 7 ખરીદી શકો છો. વનપ્લસ 6Tની પ્રારંભિક કિંમત 37,999 રુપિયા છે.

    OnePlus 5, OnePlus 5Tની સાથે એક્સચેન્જ પર 7,200 રુપિયાનું કેશબેક
    આ ઉપરાંત, પેટીએમના સેલમાં અન્ય એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. વનપ્લસ 5, વનપ્લસ 5 ટી, સાથે એક્સચેન્જ પર 7,200 રૂપિયા અને Vivo V9 પર 5,700 રુપિયાનું કેશબેક મળી રહ્યું છે. તે જ સમયે, જો તમે ફોન ખરીદવા માટે એક્સિસ બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને વધારાના 10% નું રોકડ કેશબેક મળશે. આ ઓફર ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ વ્યવહારો પર પણ માન્ય છે. આ ઉપરાંત, પેટીએમ મોલ પણ વેચાણ દરમિયાન કરવામાં આવેલી દરેક ખરીદી પર ફ્રી ડિલિવરી અને ઓન ડિલીવરી ઓફર પણ કરે છે.

    સેલ દરમિયાન દર 2 કલાક લાગશે ફ્લેશ સેલ
    Paytm મોલ સેલ દરમિયાન ઘણા ઉત્પાદનો પર દર 2 કલાકે ફ્લેશ સેલ આયોજીત કરશે. વધુમાં, આ ઉપરાંત ગોલ્ડન ભાવ પણ મૂકવામાં આવશે. સેલમાં પેટીએમ મોલ ખરીદી પર 15,000 રુપિયાનું કેશબેક આપી રહ્યું છે. સાથે જ સરળ ઈએમઆઈ ચુકવણી વિકલ્પો સાથે 25,000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ પણ મળશે. OPPO F9 પર 2,400 રૂપિયાનું, 32GB સ્ટોરેજ ધરાવતા આઇફોન 6s પર 21,499 રુપિયાનું અને Honor 9Lite પર 9,900 નું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

    એર પ્યુરીફાયર પર 25% સુધીનું કેશબેક
    સેલ દરમિયાન કસ્ટમર્સ લેપટોપ પર 5,000 રૂપિયાનું વાઉચર્સ સાથે 20,000 રૂપિયાનું કેશબેક પણ મેળવી શકે છે. આ ઉપરાંત, પીએટીએમ મોલ ફિલિપ્સ, હિતાચી અને અન્ય બ્રાંડ્સના એર પ્યુરીફાયર પર 25% સુધીનું કેશબેક ઓફર કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Oneplus 6t, Paytm, Sale, આઇફોન 7, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર