ખુશખબરીઃ બિલકુલ Freeમાં Netflix જોવાની તક, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ઓફરનો લાભ

News18 Gujarati
Updated: November 20, 2020, 3:24 PM IST
ખુશખબરીઃ બિલકુલ Freeમાં Netflix જોવાની તક, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ઓફરનો લાભ
Netflix સ્ટ્રીમફેસ્ટના માધ્યમથી 5 અને ડિસેમ્બરે યૂઝર્સને બિલકુલ મફતમાં પોતાનું મનપસંદ કન્ટેન્ટ જોવાની તક આપશે

Netflix સ્ટ્રીમફેસ્ટના માધ્યમથી 5 અને ડિસેમ્બરે યૂઝર્સને બિલકુલ મફતમાં પોતાનું મનપસંદ કન્ટેન્ટ જોવાની તક આપશે

  • Share this:
નવી દિલ્હીઃ નેટફ્લિક્સ જોનારાઓ માટે ડિસેમ્બર મહિનામાં એક ખાસ તક મળવાની છે. આ અમેરિકાની કન્ટેન્ટ સ્ટ્રીમિંગ કંપની 5 અને 6 ડિસેમ્બરે. સ્ટ્રીમફેસ્ટનું આયોજન કરવા જઈ રહી છે. નેટફ્લિક્સ આ સ્ટ્રીમફેસ્ટ (Netflix Stream Fest)ના માધ્યમથી એ લોકોને પણ પોતાના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ એક્સેસ કરવાની તક આપશે, જેમની પાસે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન નથી. તેનો અર્થ એ થયો કે 5 અને 6 ડિસેમ્બરે તમે બિલકુલ મફતમાં નેટફ્લિક્સનું કન્ટેન્ટ જોઈ શકો છો.

મૂળે, કંપની આ સ્ટ્રીમફેસ્ટના માધ્યમથી ભારત જેવા મોટા બજારમાં નવા ગ્રાહકોને જોડવા માંગે છે. ભારતીય બજારમાં નેટફ્લિક્સને અમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની હોટસ્ટાર અને Zee5ની સાથે MX Player જેવા ઓટીટી પ્લેટફોર્મથી પ્રતિસ્પર્ધા મળી રહી છે. એવામાં હવે આ કંપની પોતાનો યૂઝર બેઝ વધારવા માટે સ્ટ્રીમફેસ્ટનો સહારો લઈ રહી છે.

નેટફ્લિક્સના ઉપાધ્યક્ષ કન્ટેન્ટ મોનિકા શેરગિલે કહ્યું કે, નેટફ્લિક્સનના માધ્યમથી ભારતમાં મનોરંજન પ્રેમીઓ માટે દુનિયાભરની સૌથી અનોખી કહાણીઓ લાવવા માંગે છે. તેથી અમે સ્ટ્રીમફેસ્ટનું આયોજન કરી રહ્યા છે. 5 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યાથી લઈને 6 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી ભારતના ગ્રાહકો માટે નેટફ્લિક્સ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો, આ છે આ વર્ષના 20 સૌથી નબળા પાસવર્ડ, ક્યાંક તમે પણ નથી રાખ્યોને આવો Password, જુઓ યાદી

તેઓએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પાસે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન નથી તો પણ પોતાનું નામ, ઇમેલ કે ફોન નંબર અને પાસવર્ડની સાથે નેટફ્લિક્સની વેબસાઇટ કે એપના માધ્યમથી સાઇનઅપ કરી શકે છે. કન્ટેન્ટ સ્ટ્રીમિંગ માટે તેમને કોઈ પૈસા આપવા નહીં પડે.

સ્માર્ટ ટીવીથી લઈને મોબાઇલ એપ સુધી મળશે આ સુવિધાઆ સ્રીહ્મિંગ ફેસ્ટમાં યૂઝર્સ એકવાર રજિસ્ટર કર્યા બાદ નેટફ્લિક્સ પર સ્માર્ટ ટીવી, ગેમિંગ કન્સોલ, એપલ, એન્ડ્રોઇડ એપ કે વેબ પર નેટફ્લિક્સની તમામ ચીજો જોઈ શકે છે. ગ્રાકોને યાદ રાખવું પડશે કે સ્ટ્રીમફેસ્ટ સુવિધામાં સ્ટાન્ડર્ડ ડેફિનિશનની સિંગલ સ્ટ્રીમિંગની સુવિધા રહેશે. કંપની તરફથી એવું પણ નિર્ધારિત કરવામાં આવશે કે સીમિત સંખ્યામાં જ લોકો નેટફ્લિક્સની સેવાઓનો ઉપયોગ કરી શકે. જોકે તેના વિશે કંપની તરફથી કોઈ વિસ્તૃત જાણકારી નથી આપવામાં આવી.

આ પણ વાંચો, આજે પણ સસ્તું થયું સોનું, જાણો સતત પાંચમા દિવસે કેમ ઘટ્યો Gold Rate

મૂળે, આ સ્ટ્રીમિંગ ફેસ્ટના માધ્યમથી નેટફ્લિક્સનો ઉદ્દેશ્ય દેશના લોકોમાં કંપનીના કન્ટેન્ટ પ્રતિ આકર્ષિત કરવાનો છે. આ જ કારણ છે કે કંપની એક વીકેન્ડ પર લોકોને ફ્રી એક્સેસ આપી રહી છે જેથી તેઓ નેટફ્લિક્સની સીરીઝનો અનુભવ પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ તેમને ગ્રાહક બનાવવા પ્રેરિત કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: November 20, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading