ફ્રાંસની કસ્ટમ ઓટોમોબાઇલ કંપની લેજરેથે એક એવી બાઇક તૈયાર કરી છે, જે રસ્તાઓ પર દોડવાની સાથે સાથે હેલિકોપ્ટરની જેમ હવામાં ઉડે છે. આ બાઇકનું નામ કંપનીએ LMV496 નામ આપ્યું છે. આ બાઇકને લેજરેથની જ બાઇક LM-847ના તર્જ પર તૈયાર કરવામાં આવી છે.
LMV 496 બાઇક રાઇડ મોડથી ફ્લાઇ મોડ પર જવામાં માત્ર 6 સેકેન્ડનો સમય લાગે છે. આ ઉડનાર બાઇકમાં માસેરાતી કારનું 5200 સીસીનું V8 એન્જિન લગાવવામાં આવ્યું છે. માસેરાતી પોતાની કારોની સ્પીડ માટે જાણીતી છે. હાલમાં આ બાઇકનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જે સફળતા પૂર્વક હવામાં ઉડવામાં સફળ રહ્યું છે.
આ મોટરસાઇકલમાં ચાર પૈડા છે. કંપનીએ તેમાં 96,000 આરપીએમનું જેટકેટ જેટ ટરબાઇન લગાવ્યું છે. તેમા લાગેલા હાઇડ્રોલિક એક્યૂએટર્સ ચાર વ્હીલની ઉપરની તરફ ઉડે છે. સાથે જ ચેસિસની વચ્ચે બે એક્સ્ટ્રા જેટ લાગેલા છે. જેનાથી આ વધારે વજન લઇને ઉડી શકે. આ બાઇકને લઇને કંપનીએ દાવો કર્યો છે કે આ રાઇડ મોડથી ફ્લાઇંગ મોડ પર જવા માટે 60 સેકન્ડનો સમય લાગે છે. બાઇકમાં લાગેલું બટન તેના જેટને ગરમ કરીને તેને ઉડાવવા માટે તૈયાર કરે છે.
કંપનીએ તેને ટેસ્ટિંગ દરમિયાન લગભગ 1 મીટરની ઉંચાઇ સુધી તેને ઉડાડી શકાય છે. કંપનીના અનુસાર બાઇકનું વજન ફક્ત 140 કિલોગ્રામ છે, તો ફ્લાઇટ મોડ પર આ 240 કિલો વજન લઇને ઉડી શકે છે. આ બાઇલ પોલિસ્ટર અને કાર્બન ફાઇબર ચેચિસ પર આધારિત છે અને કંપની તેને દુબઇમાં થનાર ઓટો શોમાં રજૂ કરશે. આ બાઇક કિંમત લગભગ 3.84 કરોડ રૂપિયા હોઇ શકે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર