Home /News /tech /લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ

લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ

લોકો લૉકડાઉનમાં આ ચેનલોને જોઈને પોતાનું મનોરંજન કરી શકે છે, જાણો કઈ ચેનલો થઈ મફત

લોકો લૉકડાઉનમાં આ ચેનલોને જોઈને પોતાનું મનોરંજન કરી શકે છે, જાણો કઈ ચેનલો થઈ મફત

    મુંબઈઃ લૉકડાઉન (Lokdown)ની વચ્ચે ટીવી જોનારો માટે ખુશખબર છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF)એ જાહેરાત કરી છે કે ડીટીએચ (DTH) અને કેબલ નેટવર્ક (Cable network) પર આગામી બે મહિના સુધી 4 પોપ્યૂલર પેઇડ ચેનલ (paid channels) ને મફતમાં ઓફર કરવામાં આવી રહી છે. કંપનીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે આવું કરવાનો ઉદ્દેશ્ય કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં સરકારની મદદ કરવાનો છે. નોંધનીય છે કે, આ જાહેરાત 21 દિવસોની લૉકડાઉનની વચ્ચે થઈ છે.

    આ 4 ચેનલો મફતમાં જોવા મળી રહી છે

    IBFએ જે ચાર પેઇડ ચેનલોને મફત કરી છે તેમાં Sony Pal, Star Indiaની Star Utsav, Zee TVની Zee Anmol અને Viacom18’s Colors ચેનલની Colors Rishtey ચેનલ છે. બ્રોડકાસ્ટિંગ એસોસિએશનનું માનવું છે કે તેમના આ નિર્ણયથી લોકોને ઘરમાં કેટલોક સમય પસાર કરવાનું માધ્યમ મળશે. એસોસિએશન મુજબ, લોકો લૉકડાઉનમાં આ ચેનલોને જોઈને પોતાનું મનોરંજન કરી શકે છે.

    IBFએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારીને કારણે ઉદ્યોગની વિજ્ઞાપનની આવક પર અસર પડશે. તેને કારણે તેના સભ્ય અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ કઠિન સમયમાં લોકોની મદદ કરવા માટે તેઓ સરકારના પ્રયાસોની સાથે છે.

    આ પણ વાંચો, લૉકડાઉનમાં રસ્તે ફરતાં મહાશયોની પહેલા ઉતારી આરતી અને પછી...જુઓ Viral Video

    પહેલી આટલી હતી કિંમત

    ગ્રાહકોને પ્હેલા Sony Pal માટે 1 રૂપિયો ચૂકવવો પડતો હતો. Star Utsav ચેનલને પણ 1 રૂપિયો આપીને મહિના સુધી જોઈ શકાતી હતી. બીજી તરફ, Zee Anmolની કિંમત પહેલા 0.10 રૂપિયા હતી અને Colors Rishteyને પહેલા 1 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.

    આ પણ વાંચો, ચીનનો દાવોઃ કોરોનાની સારવાર કરશે નૈનોમટીરિયલ, શરીરમાં ઘૂસીને વાયરસને ખાઈ જશે
    " isDesktop="true" id="970538" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन