Home /News /tech /

Trick: સ્માર્ટફોનનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો આ સરળ ટ્રિક અજમાવી કરો અનલોક

Trick: સ્માર્ટફોનનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો આ સરળ ટ્રિક અજમાવી કરો અનલોક

સ્માર્ટફોનનો પાસવર્ડ ભૂલી ગયા છો?

જો તમે તમારા સ્માર્ટફોનનો લોક પાસવર્ડ ભૂલી ગયા છો અને ફોન અનલોક નથી થઈ રહ્યો, તો પણ તમે તમારા સ્માર્ટફોનનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. DroidKit એ એવી જ એક ભરોસાપાત્ર એપ છે જે તમને પાસવર્ડ કે પિન યાદ ન હોવા છતાં પણ તમારા લૉક કરેલા સ્માર્ટફોનને અનલૉક કરવામાં મદદ કરે છે

વધુ જુઓ ...
    આપણા રોજીંદા જીવનમાં આજ સ્માર્ટફોન (Smartphone) સૌથી મહત્વનો ભાગ બની ગયા છે. આજે દરેક કામ આંગળીના ટેરવે કરવાની આપણી ટેવના કારણે સ્માર્ટફોનમાં આપણા અનેક જરૂરી દસ્તાવેજો (Important Documents) સાચવીએ છીએ. તો આવી સ્થિતિમાં આપણે તેની સુરક્ષા (Security)ને લઈને પણ ચિંતિત રહીએ છીએ. આપણે સ્માર્ટફોનને PIN અથવા પાસવર્ડ (Password) વડે સુરક્ષિત કરીએ છીએ, જેથી કરીને સ્માર્ટફોન કોઈપણ ખોટા હાથ કે બાળકોથી બચી શકે. આજકાલ ફેસ અનલોક (Face Unlock) અને ફિંગરપ્રિન્ટ અનલોક (Fingerprint Unlock) જેવા અદ્યતન વિકલ્પોને લીધે આપણે સતત તેનો ઉપયોગ કરીએ છીએ અને પીન અથવા પાસવર્ડ ભૂલી જઈએ છીએ. જો તમે પણ તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ ભૂલી ગયા છો તો આ સરળ ટ્રિક (Password Recovery Trick) અજમાવીને અનલોક કરી શકો છો.

    ડ્રોઇડકિટ (DroidKit App)

    જો તમે તમારા સ્માર્ટફોનનો લોક પાસવર્ડ ભૂલી ગયા છો અને ફોન અનલોક નથી થઈ રહ્યો, તો પણ તમે તમારા સ્માર્ટફોનનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. DroidKit એ એવી જ એક ભરોસાપાત્ર એપ છે જે તમને પાસવર્ડ કે પિન યાદ ન હોવા છતાં પણ તમારા લૉક કરેલા સ્માર્ટફોનને અનલૉક કરવામાં મદદ કરે છે. આ એપ તમારા સ્માર્ટફોન પર કોઈપણ પ્રકારના લોક પિન, પાસવર્ડ, ફેસ અનલોક અથવા ફિંગરપ્રિન્ટને અનલોક કરવામાં મદદરૂપ સાબિત થશે.

    દરેક એન્ડ્રોઇડ વર્ઝન સાથે કરે છે કામ

    જો તમે વિચારી રહ્યા છો કે આ DroidKit માટે તમારા સ્માર્ટફોનમાં કોઈ ખાસ સેટિંગ અથવા અપડેટની જરૂર છે, તો આપને જણાવી દઇએ કે, આ એપ્લિકેશન દરેક Android વર્ઝન સાથે કામ કરે છે. ઉપરાંત આ એપ માટે કોઈ સ્ટ્રીક પ્રી કંડિશન નથી. તમે તેને તમારા MacBook અથવા Windows PC પર ડાઉનલોડ કરી શકો છો અને તેને તમારા સ્માર્ટફોન સાથે ચાર્જિંગ USB દ્વારા કનેક્ટ કરી શકો છો.

    એપ દ્વારા કઇ રીતે કરવો અનલોન?

    - તેને તમારા Macbook અથવા Windows PC પર ડાઉનલોડ કરો. તે પછી DroidKit લોંચ કરીને અનલોક સ્ક્રીન પર ટેપ કરો.

    - તમારા સ્માર્ટફોનને તેનાથી કનેક્ટ કરવા માટે તમારે USB કેબલની જરૂર પડશે. એકવાર કનેક્ટ થઈ ગયા પછી, સ્ટાર્ટ બટન પર ટેપ કરો.

    - ત્યાર બાદ તેમાં પ્રિપેરિંગ ડિવાઇસ કોન્ફિગ્રેશનની એક ટેબ પ્રોગ્રેસ બાર સાથે ઓપન થશે, જે તમારા કોન્ફિગ્રેશન પ્રોસેસનું સ્ટેટસ દેખાડશે.

    - એક વખત કોન્ફિગ્રેશન સ્ટેટસ પૂર્ણ થયા બાદ તમારે નોટિફિકેશન આવશે અને ત્યાર બાદ રીમૂવ નાઉ પર ક્લિક કરો.

    - હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોન બ્રાન્ડને સિલેક્ટ કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો.

    - પછી તમારે તમારા ફોનને રિકવરી મોડમાં રાખવો પડશે અને તમારા ડિવાઇસનો કેશ ડિલીટ કરો. ત્યાર પછી તમારે તમારા સ્માર્ટફોન મેકરની સૂચનાનું પાલન કરવાનું રહેશે.

    - પ્રોગ્રેસ બાર પૂર્ણ થયા બાદ તમને રીમૂવ સ્ક્રિન લોકનો ઓપ્શન મળશે, ત્યાર બાદ તમે ડિવાઇસને એક્સેસ કરી શકશો.
    First published:

    Tags: Smart phone, Tricks, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર