Li-Fi આગળ પાણી ભરશે Wi-Fi, સ્પીડ જાણીને તમે પણ રહી જશો દંગ

News18 Gujarati
Updated: January 12, 2018, 11:44 PM IST
Li-Fi આગળ પાણી ભરશે Wi-Fi, સ્પીડ જાણીને તમે પણ રહી જશો દંગ
News18 Gujarati
Updated: January 12, 2018, 11:44 PM IST
ભારતીય રિસર્ચર એક એવી ટેકનિક લઈને આવી રહ્યાં છે કે, જે આવનારા દિવસોમાં ક્રાંતિ સર્જિ દેશે. Li-Fi નામની આ ટેકનીકથી ઈન્ટરનેટની દિશા અને દશા બદલાઈ જશે. ભારતીય રિસર્ચર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, Li-Fiની સ્પીડ Wi-Fi કરતાં 100 ગણી વધારે હશે.

દીપક સોલંકીએ પોતાની આગવી પ્રતિભાના લઈને Li-Fi વિશે વિચાર કર્યો હતો. IIT મુંબઈ અને હૈદરાબાદમાં રોબોટ સાથે રમનારો એન્જિનિયરિંગનો આ સ્ટુડન્ટ રિસર્ચની દુનિયામાં કંઈક અલગ કરવા માંગતો હતો. વર્ષ 2012માં દીપકે વ્યક્તિગત પ્રોપ્રાયટરશિપ ધરાવતા બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવ્યું, જે લાઇફ ફિડેલિટી (Li-Fi) ટેક્નિક ધરાવતા ક્ષેત્રમાં કામ કરવાની હતી.

આજના સમયમાં ઇન્ટરનેટ રેડિયો વેવ્સ દ્વારા ચાલે છે અને Wi-Fi આ વેવ્સનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિટ કરવામાં કરે છે અથવા ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં કરે છે. Li-Fi એવી ટેક્નિક છે, જે ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરે છે અથવા પ્રકાશનો ઉપયોગ કરી ઇન્ટરનેટની સ્પીડને વધારે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર હેરાલ્ડ હાસે 2011ની TED ગ્લોબલ ટોકમાં આ આવિષ્કાર વિશે જાણકારી આપી હતી. આ ટેક્નિક નેટવર્ક, મોબાઇલ હાઈ-સ્પીડ કોમ્યુનિકેશન માટે LED બલ્બનો ઉપયોગ કરતું હતું. તેમાં સૌથી રસપ્રદ વાત તે છે કે, Li-Fiની ઇન્ટરનેટ સ્પીડ Wi-Fiની સરખામણીમાં 100 ગણી વધુ ઝડપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

27 વર્ષીય દીપક કહે છે કે, ‘હું લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરવામાં સફળ થઈ ગયો હતો અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે, અમારે કોઈ લાઇટિંગ કંપની પાસે જવું જોઈએ, કારણ કે આ ટેક્નિકમાં LED બલ્બનો સમાવેશ થાય છે. જોકે કોઈએ પણ તેમાં રુચિ દાખવી નહોતી. જોકે, તે છતાં પણ તેમને પોતાના રિસર્ચ પર કામ ચાલું રાખ્યું હતું. સપ્ટેમ્બર, 2017માં વિએલમન્નીએ એરક્રાફ્ટ ઇન્ટીરિયો એક્સ્પો બોસ્ટનમાં પ્રોડક્ટનું સોફ્ટ લોન્ચ કર્યું હતું. આ વર્ષથી જ વિએલમન્નીની આ પ્રોડક્ટમાં લોકોની રૂચિ વધવી લાગી અને ભારતીય બજારમાં પણ લોકો આના વિશે ઉત્સાહિત નજરે પડી રહ્યાં છે.
First published: January 12, 2018
पूरी ख़बर पढ़ें
अगली ख़बर